પૂર્વ IPSની બદનામી કરનાર સુરતના બે પત્રકાર સહિત પાંચની ધરપકડ, ભાજપનો નેતા મુખ્ય સૂત્રધાર

0
156

  • સુરતના બે પત્રકારે આ કાવતરામાં સામેલ
  • ભાજપના નેતા, સુરતના બે પત્રકાર સહિત પાંચ લોકો આ ષડયંત્રમાં સામે હોવાનું જાણવા મળ્યું છે
  • સ્થાનિક પત્રકાર સાથે ભાજપના નેતાએ મળીને મહિલા પર દુષ્કર્મ કર્યાની ખોટી એફિડેવિટ કરી હતી, IPS પાસે પૈસા પડાવવા માટે આ કાવતરૂં ઘડયું હોવાનું જાણવા મળ્યું છે.
  • પત્રકારે એફિડેટિવ વાયરલ કરવાની અને એફિડેટિવને ન્યૂઝ પેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. પત્રકારે પાંચ લાખ રૂપિયા લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.
  • પૂર્વ IPS પાસેથી 8 કરોડ જેટલી મોટી રકમ પડાવવા માટે બે પત્રકાર અને ભાજપના એક નેતા દ્વારા આ કાવતરૂં ઘડવામાં આવ્યું હતું.

અમદાવાદ: ગુજરાતમાં પૂર્વ IPSને બદનામ કરવા માટે ખોટી એફિડેવિટ વાયરલ કરી ફસાવવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS દ્વારા નિવૃત IPSને ખોટી રીતે બદનામ કરવા અને ફસાવવા બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાજપના નેતા, સુરતના બે પત્રકાર સહિત પાંચ લોકો આ ષડયંત્રમાં સામે હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભાજપના ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું જાણવા મળતા રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે સ્થાનિક પત્રકાર સાથે ભાજપના નેતાએ મળીને મહિલા પર દુષ્કર્મ કર્યાની ખોટી એફિડેવિટ કરી હતી, IPS પાસે પૈસા પડાવવા માટે આ કાવતરૂં ઘડયું હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં એક નિવૃત IPSને ખોટી રીત ફસાવી બદનામ કરવા માટે ભાજપના નેતાનું નામ સામે આવતા રાજ્યમાં હડકંપ મચી ગયો છે. આ મામલે પ્રાથમિક જાણકારી અનુસાર નિવૃત IPS પાસેથી પૈસા કઢાવવા માટે સ્થાનિક બે પત્રકાર અને ભાજપના નેતાએ મળીને મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ખોટું સોગંદનામું કરાવ્યું હતું,. જેમાં પત્રકારે એફિડેટિવ વાયરલ કરવાની અને એફિડેટિવને ન્યૂઝ પેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. પત્રકારે પાંચ લાખ રૂપિયા લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. ન્યૂઝ મીડિયામાં આવી જાય પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવવા કાવતરું ઘડ્યું હતું.
પૂર્વ IPSને બ્લેકમેલ કરી 8 કરોડ પડાવવાનું કાવતરૂં રચાયું હતું
પૂર્વ IPS પાસેથી 8 કરોડ જેટલી મોટી રકમ પડાવવા માટે બે પત્રકાર અને ભાજપના એક નેતા દ્વારા આ કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની પીડિત મહિલાને બરજબરીથી લાવી અને તેમના નામે પોલીસ અધિકારીએ બે વાર દુષ્કર્મ આચર્યું હોવાનું એફિડેવિટમાં સહીઓ કરાવી લીધી હતી. આ એફિડેટિવમાં ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ ખોટી રીતે લખાવી તેને મીડિયામાં આપી અને પોલીસ અધિકારીઓ પાસેથી પૈસા પડાવવાનું કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. જેમાં બે પત્રકાર સુરતના હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ વિરુદ્ધ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
જાણો શું છે સમગ્ર મામલો
ATS અધિકારી સુનિલ જોષીએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે જે મહિલાએ પૂર્વ IPS સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેનું નિવેદન લેવામાં આવ્યું છે. મહિલા પહેલા જી કે પ્રજાપતિ ઉર્ફે જી કે દાદા નામના વ્યકિતના સંપર્કમાં આવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે આ ફરિયાદનો આરોપી ઈસ્માઈલ મલેક એક દિવસ ચાંદખેડા કાલિકા મંદિર પાસે આવેલા સંગાથ બંગલોના બંગલા નંબર 13 અને 14માં લઈ ગયો હતો. જ્યાં બંગલામાં એક 45 વર્ષની ઉંમરનો માણસ હતો અને અમદાવાદનો મોટો પોલીસ અધિકારી હોવાનો ઓળખાણ આપી હતી. તેમજ આ બંગલો સાહેબનો છે, તેમ કહ્યું હતું. તેના ભાઈને છોડાવવા માટે તે વ્યક્તિએ તેની મરજી વિરુદ્ધ બે વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જી.કે. પ્રજાપતિએ ફરિયાદમાં આ બાબત લખાવવાની ના પાડી હતી.
જી કે પ્રજાપતિએ સુરતના એક વ્યકતિ હરેશ જાદવ સાથે મહિલાની ઓળખાણ કરાવી હતી અને મહિલાની હાજરીમાં જે તેણે અમદાવાદના આ મોટા IPS અધિકારીના નામે રૂપિયા 8 કરોડ તોડ કરવાની વાત કરી હતી. જો તે આ કામમાં તેઓની મદદ કરે તો મને પણ મદદ મળી શકે તેમ વિચારી મહિલા આ કામ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. ત્યાર આઇપીએસ અધિકારીએ બંગલામાં તેની સાથે દુષ્કર્મ કર્યું હોવા અંગેની મહિલાના નામની એફિડેવિટ તૈયાર કરાવી હતી અને તેમાં પોલીસ અધિકારીએ બે વખત બળાત્કાર કર્યો હોવાની વિગતો કરી હતી અને અધિકારીનું નામ પણ લખાવ્યું હતું. ત્યાર બાદ કોઈ કારણોસર અધિકારીનો ફોટો આ મહિલાને બતાવતા તેણે આ ફોટાવાળા અધિકારી સાહેબે તેની સાથે ખોટું કામ કર્યું નથી તેવું એ કહેતા 28 જાન્યુઆરી 2023ના રોજ એફિડેવિટમાં સુધારો કરીને બીજા અધિકારીનું નામ નક્કી કરીને સહીઓ કરાવી લીધી હતી.
30 જાન્યૂઆરીનો રોજ મહિલાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની ફરિયાદ મામલે મેજિસ્ટ્રેટ સમક્ષ અધિકારીનું નામ આપવા જી કે પ્રજાપતિએ મહિલા પર દબાણ કર્યું હતું. ત્યાર બાદ મહિલાની જાણ બહાર તેઓએ નવા એફિડેટિવ પર નવા ફકરાં અને અધિકારીનું નામ ઉમેરી મહિલાની સહી કરાવી લીધી હતી. 8 કરોડ પડાવવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
સુરતના બે પત્રકારે આ કાવતરામાં સામેલ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જી કે પ્રજાપતિ, હરેશ જાદવ અને મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીનીએ એફિડેવિટમાં જે ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો. તેમજ અધિકારી પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવા માટે દબાણ ઊભું કર્યું હતું અને જી.કે. પ્રજાપતિ અને હરેશ જાદવે પત્રકાર આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની સાથે સાંઠગાઠ કરીને ન્યૂઝ મીડિયામાં આ પ્રસારિત કરીને પૈસા પડાવવાનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું. જે મામલે હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here