અમદાવાદમાં નિર્માણ પામતા બ્રિજનો એક ભાગ તૂટ્યો. એક વિચારવાનો પ્રશ્ન..જો બ્રિજ ચાલુ હોત અને તૂટ્યો હોત તો??

0
190

અમદાવાદમાં નિર્માણ પામતા બ્રિજનો એક ભાગ તૂટ્યો. એક વિચારવાનો પ્રશ્ન..જો બ્રિજ ચાલુ હોત અને તૂટ્યો હોત તો??

જીએનએ અમદાવાદ: અમદાવાદના બોપલ તરફના વિસ્તારમાં આવેલ એસપી રિંગ રોડ પર નિર્માણ ચાલતા બ્રિજનો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો. સૂચના મળતાની સાથે જ ફાયર અને પોલિસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

બોપલના શાંતીપુરા પાસે આ ઘટના બની હતી જોકે કોઈ જાનહાની જોવા મળી નહોતી જેથી એક મોટી દુર્ઘટના બનતા અટકી જોવા મળી છે.

આ ઘટનાને જોતા બ્રિજના કામકાજ અંગે ઘણા સવાલો ઉભા થયા છે. રણજિત બિલ્ડકોન ને ઓડા દ્વારા આ બ્રિજનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ ઘટનાની રોડ અને બિલ્ડીંગ વિભાગ દ્વારા કામકાજની સમીક્ષા કરવામાં આવશે. મોડી રાત્રે ઔડાના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી. હવે જોવાનું એ રહ્યું કે આગળ શું કાર્યવાહી થશે ? પણ અહીં એક સવાલ ઉદભવે છે કે જો આ બ્રિજ કાર્યરત હોત તો??? વિચારજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here