વલસાડ જિલ્લામાં એસીબીનું એક સફળ ઓપરેશન પ્રાથમિક શાળાનો એક શિક્ષક લાંચમાં સપડાયો

0
219

એસીબીનું વધુ એક સફળ ઓપરેશન પ્રાથમિક શાળાનો એક શિક્ષક લાંચમાં સપડાયો

શિક્ષક અને શિક્ષીકા તરીકે નોકરી કરતાં અને જેઓને 9-20-31 નો ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થતો હોય તેવા શિક્ષક અને શિક્ષીકાઓ પાસેથી ફકત મેસેજ કરી બોલાવવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં સંઘના હોદેદારો દ્વારા વર્ષ દરમિયાન શિક્ષકો પાસે અનેક પ્રકારના રૂપિયા લેવામાં આવે છે જે બાબતે મીડિયા અનેક સમાચારો પ્રસિધ્ધ થયા છે.

વલસાડ જિલ્લામાં ઉમરગામ પારડી વલસાડ ધરમપુર કપરાડા તાલુકા વહીવટી કે લડતના કોઈપણ પ્રકારના બહાને શિક્ષકોની પાસે ઉઘરાણી કરવામાં આવે છે. તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વહીવટી કામગીરી કરવાની હોય છે.પરંતુ દરેક તાલુકામાં સંઘની ટીમ દ્વારા કરવામાં આવે છે. કપરાડા તાલુકાના અલગ અલગ ગામોમાં આવેલ પ્રાથમિક શાળામાં ઉચ્ચતર પગાર ધોરણ અંગે ફાઇલ બાબતે આયોજન કરવામાં આવે છે.
શિક્ષક અને શિક્ષીકા તરીકે નોકરી કરતાં અને જેઓને 9-20-31 નો ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થતો હોય તેવા શિક્ષક અને શિક્ષીકાઓ પાસેથી ફકત મેસેજ કરી બોલાવવામાં આવે છે. સંઘના હોદેદારો દ્વારા વ્યક્તિ દીઠ ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ કલીયર કરવા માટે રૂ. 500 લેવામાં આવે છે.

લાંચની માંગણી એક શિક્ષક કરી હતી. આરોપી ગણેશભાઇ કનુભાઇ પટેલ, શિક્ષક તરીકે નાંદગામ કાંવચાડી પ્રાથમિક શાળા, કપરાડામાં ફરજ બજાવે છે, શિક્ષક અને શિક્ષીકાઓ પાસેથી કેમ્પમાં ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ કલીયર કરવા માટે રૂ. 500 ની લાંચની માગણી કરી હતી, જે ફરીયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમને એસીબીમાં જાણ કરતા માહિતીની ખરાઇ કરવા એસીબીએ તા 23.12.2021 ના રોજ ડિકોય છટકાનું આયોજન કર્યું હતું.

લાંચના છટકા દરમ્યાન કપરાડા બાલચૌડી પ્રાથમિક શાળાની નજીક એસીબીના માણસો ઊભા રહીને શાળામાં આવેલા પ્રાર્થના હોલમાં ચાલતા કેમ્પમાં ડીકોયરને મોકલ્યો હતો, આરોપીએ ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 500 ની લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો. ઉપરોક્ત આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડિકોય કરનાર અધિકારી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એસીબી પો.સ્ટે. અને એસીબી સ્ટાફ, મદદમાં શ્રી કે.આર. સકસેના, સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, એસીબી સુરત એકમ સહિતની ટીમ સાથે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
કપરાડા શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ સાથે સંપર્ક કરતા જણાવ્યું કે જે કામગીરી ઓફિસમાં કરવાની હોય છે પણ ઓફીસમાં કર્મચારીઓ નથી જેથી શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here