કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરવામાં આવી લેખિત ફરિયાદ
કપરાડામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે.જેના દ્વારા છેલ્લા આઠ વર્ષથી માનસિક હેરાન પરેશાન કરી ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની અગાઉના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આઇ એસ પટેલને લેખિત ફરિયાદ કરવામાં આવેલ હતી.
વલસાડ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણમાં સંઘના હોદ્દેદાર દ્વારા કપરાડા તાલુકાની મહિલા શિક્ષિકાને જાનથી મારી નાંખવાની આપવામાં આવી રહી છે ધમકીઓ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની માંડવા કેન્દ્રની ઓઝરડા મુખ્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા જિજ્ઞાસાબેન મનસુખલાલ ભીંડી સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક તરેકે ફરજ બજાવે છે રહે. હાલ ધરમપુર જી.વલસાડનાઓએ વલસાડ જિલ્લા શિક્ષક સંઘના કાર્યધ્યક્ષ અને ઓઝરડા મુખ્ય શિક્ષક જયેશભાઈ પાડવીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યધ્યક્ષ જયેશભાઈ ધાકલભાઈ પાડવી રહે ખુંટલી, તા.કપરાડા જી. વલસાડ,જે ઓઝરડા મુખ્ય પ્રાથમિક શાળા, કપરાડામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે.જેના દ્વારા છેલ્લા આઠ વર્ષથી માનસિક હેરાન પરેશાન કરી ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની અગાઉના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આઇ એસ પટેલને લેખિત ફરિયાદ કરવામાં આવેલ હતી. એમના દ્વારા વલસાડ જિલ્લા શિક્ષક સંઘના દબાણના કારણે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. તત્કાલીન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કરવા આવી નથી જેનું મુખ્ય કારણ સંઘના હોદ્દોદારો દાદાગિરી હોવાનું જાણવા મળ્યુ છે. મહિલા ચુપ રહી અત્યાર સહન કરતી રહી હતી. કપરાડા તાલુકામાં હાલ ઘણી મહિલા શિક્ષિકાઓ ભયના માહોલ માં પોતાની નોકરીએ જય રહી છે.શિક્ષકોનું રક્ષણ કરનાર સંઘના નેતાઓ અને તત્કાલીન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જ મહિલા શિક્ષિકાઓ ને યેન કેન પ્રકારે સામેલ હોય તો ફરિયાદ કરવી કયાં ? હાલે કપરાડા તાલુકામાં મહિલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોવા છતા મહિલા શિક્ષિકાઓ ભય ના ઓથાર હેઠળ નોકરીએ જઈ રહી છે .આવા સંજોગોમાં કપરાડા તાલકાના ઓઝરડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ને હટાવવાની હિંમત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.ડી.બારીયા બતાવશે ?
એમના દ્વારા યોગ્ય કાર્ય વાહી કેમ નથી થતી ? તે તપાસનો વિષય છે.કે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેતાઓની શરણાગતી સ્વીકારી લેશે?
શિક્ષક જયેશભાઈ ધાકલભાઈ પાડવીએ જણાવ્યું છે શિક્ષિકાએ જે પણ ફરિયાદ કરી છે ખોટી હોવાનું જણાવ્યું છે.