વલસાડમાં પ્રાથમિક શિક્ષક સંઘ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે પ્રતીક ધરણા કર્યા

0
230

  • વલસાડમાં પ્રાથમિક શિક્ષક સંઘ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે પ્રતીક ધરણા કર્યા
  • નવી પેન્શન યોજનાનો વલસાડમાં પ્રાથમિક શિક્ષક સંઘ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે પ્રતીક ધરણા કર્યા
  • શિક્ષકોએ વિવિધ માંગો સાથે પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડમાં શિક્ષકોએ સરકારની નવી પેન્શન યોજનાનો વિરોધ નોંધાવી પ્રતિક ધરણા કર્યા હતા. જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની શિક્ષકોએ માંગ કરી હતી. આ અંગે શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

તાલુકા પંચાયત કચેરી સામે જિલ્લા શિક્ષણ સંઘની ગાઈડ લાઈન મુજબ ધરણા પ્રદર્શન કર્યું હતું. નવી પેન્શન યોજના બંધ કરીને જૂની પેન્શન યોજના સરકાર શરૂ કરે એ માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા. પગારપંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા, જુદા નામથી રાજ્યોમાં ફરજ બજવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી, શિક્ષણનીતિ -2020માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દૂર કરવી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર મંગણીઓની માંગ પૂર્ણ કરવા અને SPL રજા બાબતે નિર્ણય થવા બાબત, વગેરે પ્રશ્નોને લઈ એક દિવસીય ધરણા પ્રદર્શન કર્યુ હતું. તેમજ જો માગણી પૂર્ણ નહીં થાય તો જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ ધરણા પ્રદર્શન કરવાનો કાર્યક્રમ કરાશે તેમ શિક્ષક સંઘના અગ્રણીઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here