સુરત ભાગવત કથા માં કૃષ્ણ જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો

0
113

સુરત ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની ૮૩૭ મી ભાગવત કથામાં આજે ચોથા દિવસે કૃષ્ણજન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે અનોખો કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાયો હતો. બાળકોમાં પ્રત્યક્ષ શ્રીકૃષ્ણનો વાસ છે. બાળકોની પૂજા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની સાચી આરાધના છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભાગવત કથામાં જે મુખ્ય ત્રણ ઉત્સવ વામન જન્મ , રામજન્મ , કૃષ્ણજન્મ છે એ આજે ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા યોજાયેલી તાપી મૈયા ના કિનારે પૂ.બાપુ ની કથામાં ખૂબ જ આનંદ પૂર્વક ઉજવવામાં આવ્યા હતા.વામન જન્મ ના મનોરથી શ્રી મનિષકુમાર ડાહ્યાભાઈ બ્રહ્મક્ષત્રિય , રામજન્મ ના મનોરથી શ્રીમતી પુષ્પાબેન કનુભાઈ ભેડા , કૃષ્ણજન્મ ઉત્સવ ના મનોરથી શ્રીમતી હિનાબેન અમિતભાઈ કિરી પરિવાર દ્વારા લાલાનું પારણું ઝૂલાવાયું હતું.આજે આચાર્ય માક્ષિતભાઈ રાજ્યગુરૂ અને વૈભવભાઈ જોષી દ્વારા કાગભૂષુડી રામાયણ નો પાઠ અને ગોપીગીત નું પારાયણ કરવામાં આવ્યું હતું.”નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયા લાલ કી’ ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.કૃષ્ણજન્મ ઉત્સવ દરમિયાન અબીલ – ગુલાલ ની છોળો , પ્રસાદ અને ગરબા ની રમઝટ સાથે ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here