ગુજરાતના કાયમી DGP : વિકાસ સહાય ગુજરાતના નવા પોલીસવડા UN પીસ કીપિંગ સહિતના મિશનમાં ફરજ બજાવી ચૂક્યા છે

0
196

  • ડીજીપીનો કાર્યભાળ સંભાળનાર આઇપીએસ આઇપીએસ વિકાસ સહાય વર્ષ 1989 બેચના આઈપીએસ અધિકારી છે.

  • સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી.
  • ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા નિવૃત થવાની સાથે તેમના સ્થાને ગુજરાત સરકાર વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સોંપાવામાં આવ્યો હતો.

ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયને આખરે કાયમી ડીજીપી તરીકેની નિમણૂકનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા નિવૃત થવાની સાથે તેમના સ્થાને ગુજરાત સરકાર વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સોંપાવામાં આવ્યો હતો.

ગુજરાતમાં નવા ડીજીપી તરીકે યુપીએસસી દ્વારા ગત સપ્તાહે મંજૂરી આપવામાં આવી હતી. પણ વિધીવત ઓર્ડર આજે કરવામા આવ્યો છે. ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યભાળ સંભાળનાર આઇપીએસ અધિકારી વિકાસ સહાયની કામગીરી અને પ્રોફાઇલ પર નજર કરીએ તો આઇપીએસ વિકાસ સહાય વર્ષ 1989 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. તેમણે UN peace keeping mission ની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી. જ્યાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા હતા.

ડીજીપીનો કાર્યભાળ સંભાળનાર આઇપીએસ અધિકારી વિકાસ સહાયની કામગીરી અને પ્રોફાઇલ પર નજર કરીએ તો આઇપીએસ વિકાસ સહાય વર્ષ 1989 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. તેમણે યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી જ્યાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. તેમણે એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. વિકાસ સહાયે પોલીસ વિભાગમાં 1999માં આણંદના એસપી, 2001માં અમદાવાદ ગ્રામ્યના એસપી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે વર્ષ 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here