ગુજરાત નંબરની કારમાંથી એટલા કરોડ મળ્યા કે ગણવા માટે મશીન મગાવવી પડી

0
151

પોલીસે 6.75 કરોડની જપ્ત કરી છે અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

રાજસ્થાનના ભીલવાડામાં પોલીસે ગુજરાતની નંબર પ્લેટ વાળી એક કારને રોકી હતી તો તેમાંથી પોણા સાત કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ નોટોને ગણતા ગણતા પોલીસને પરસેવો વળી ગયો હતો, કારણકે રૂપિયા ગણવા માટે જે મશીનો મંગાવ્યા હતા તે પણ ગરમ થઇને બંધ થઇ જતા હતા. આટલી રકમ ગણતા પોલીસને સવા ચાર કલાકનો સમય લાગ્યો હતો. પોલીસે 6.75 કરોડની જપ્ત કરી છે અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના પ્રતાપનગર પોલીસ સ્ટેશને બુધવારે સવારે પુર રોડ પર આવેલા આવરી માતા મંદિર પાસે એક કારમાંથી 6.75 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસે કારમાં સવાર બે લોકોની ધરપકડ કરી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અધિક જિલ્લા પોલીસ અધિક્ષક ચંચલ મિશ્રાએ જણાવ્યું હતું કે બુધવારે સવારે પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બનવારીને એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ગુજરાત નંબરવાળી સફેદ રંગની ક્રેટા કારમાં ગેરકાયદે પૈસા લાવવામાં આવી રહ્યા છે. માહિતીના આધારે પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના અધિકારી રાજેન્દ્ર ગોદરાએ પોલીસ ટીમ સાથે નાકાબંધી કરી હતી. આ દરમિયાન પુર રોડ પર અવારી માતા મંદિર પાસે સફેદ રંગની ક્રેટાને રોકવામાં આવી હતી, જેમાં બે વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા.

પોલીસે કહ્યું હતું કે જેમની ધરપકજ કરવામાં આવી છે તેમના નામ રાહુલ રાજપુત અને જયદીપ સિંહ છે અને બંને ગુજરાતના રહેવાસી છે. કારને પોલીસ સ્ટેશને લઇ જઇને તપાસ કરવામાં આવી તો બંને સીટો ની નીચેથી 500 અને 2,000ની ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. પોલીસને તો મોટો દલ્લો હાથ લાગી ગયો હતો. બંને પાસેથી આ નોટો માટેનો કાઇ સત્તાવાર દસ્તાવેજો નહોતા.

આટલી મોટી માત્રામાં નોટો મળી આવવાને કારણે પોલીસે નોટ ગણવા માટે મશીન મંગાવ્યા હતા, પરંતુ મશીનો પણ નોટો ગણતા ગણતા થાકી ગયા હોય તેમ ગરમ થઇ જતા હતા અને બંધ થઇ જતા હતા. 4 મશીનોની મદદથી સવા ચાર કલાકમાં નોટોની ગણતરી થઇ હતી. પોલીસે કહ્યું હતું કે કુલ 6.75 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here