By:Hardik Patel
વિશ્વ આરોગ્ય સંગઠનની ફરી ચેતવણી ઓમિક્રોન અને ડેલ્ટા ભેગા મળીને હેલ્થ સિસ્ટમને ધ્વસ્ત કરી નાખશે પહેલેથી થાકેલા સ્વાસ્થ્ય કર્મીઓ પર વધારે દબાણ આવશે
WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હું ઘણો ચિંતિત છું કે અત્યંત ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન અને ડેલ્ટા એકી સમયે આવવાને કારણે કોરોનાના કેસમાં સુનામી આવી રહી છે.
આને કારણે શું થશે કે પહેલેથી થાકેલા સ્વાસ્થ્ય કર્મીઓ અને દબાણમાં કામ કરી રહેલી સ્વાસ્થ્ય પ્રણાલીઓ પર ઘણું દબાણ આવી રહ્યું છે અને તે આગળ પણ ચાલુ રહેશે.યુરોપીય દેશ ફ્રાન્સમાં 24 કલાકમાં કોરોનાના 2 લાખ કેસ નોંધાયા
યુરોપીય દેશ ફ્રાન્સમાં 24 કલાકમાં કોરોનાના 2 લાખ કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને કહ્યું કે આ ડેલી રેકોર્ડ છે. વેરને કહ્યું આ ઓમિક્રોનની લહેર નહીં સુનામી છે. ફ્રાન્સની લગભગ 10 ટકા વસતી એવા વ્યક્તિના સંપર્કમાં હતી જે વાયરસથી સંક્રમિત છે અને ત્યાં સુધી કે વેક્સિનેશન પણ પૂરતી સુરક્ષા કરવામાં સક્ષમ હોય તેમ લાગતું નથી. ફ્રાન્સે નાઈટક્લબ બંધ કરવાની મુદત ત્રણ અઠવાડિયા વધારી દીધી છે.
અમેરિકામાં એક દિવસમાં રેકોર્ડ કેસ અમેરિકામાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 2.65 લાખથી વધુ કેસ આવ્યાં છે. આ પહેલા 11 જાન્યુઆરીએ 2.52 લાખ દૈનિક કેસ આવ્યાં હતા. પરંતુ મંગળવારે 2,65,427 નવા કેસ આવતા જુના કેસનો રેકોર્ડ તૂટી ગયો છે.
ભારતમાં થોડા દિવસમાં કોરોનાની ત્રીજી લહેર-કેમ્બ્રિજ યુનિવર્સિટી
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર કટ્ટુમન અને તેમની રિસર્ચ ટીમ દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં એવું જણાવ્યું છે કે ભારતમાં સંક્રમણમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. 6 રાજ્યોમાં કેસોમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. આગામી દિવસમાં કેસોમાં જરુરથી વધારો થશે. લગભગ એક અઠવાડિયામાં શરુ થઈ જશે ત્રીજી લહેર, ભારત આ અંગે સાવધ રહેવાની જરુર છે.
ઓમિક્રોન ભલે ઘાતક ન પણ ઈન્ફ્રાસ્ટ્રકચરની કમર તોડી નાખશે-નારાયણ હેલ્થના ચેરમેન
નારાયણ હેલ્થના ચેરમેન અને કાર્ડિયેક સર્જન દેવી શેટ્ટીએ કહ્યું કે ઓમિક્રોન ભલે ઘાતક ન લાગતો હોય પરંતુ અત્યાર સુધીનો અનુભવ દેખાડે છે તે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરની કમર તોડી શકે છે. કોરોના વાયરસ ઈતિહાસમાં સૌથી ઝડપી ગતિએ ફેલાનાર વાયરસ છે. ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, નેધરલેન્ડ, ડેનમાર્કમાં હાલત બેકાબુ બની રહી છે.
Ad….