દારૂ પસાર કરાવવા ₹60 હજારની લાંચ માગી, કોન્સ્ટેબલ છટકી ગયો, વચેટિયો પકડાયો

0
254

ACBની સફળ ટ્રેપ વલસાડના એક બુટલેગરને દારૂનો વેપલો કરવા દેવા સુરતના કોન્સ્ટેબલે લાંચ માંગી, ACBના છટકામાં ફોલ્ડરયો ઝડપાયો
વલસાડ શહેરમાં રહેતા એક બુટલેગરનો સંપર્ક સુરતના પલસાણાના કોસ્ટેબલ સાથે થયો હતો. જેમાં બંધ થયેલો દારૂનો ધંધો ફરી ચાલુ કરવા તેમના માણસો પાસેથી દારૂનો જથ્થો લેવા તેમજ દારૂની એક પેટીના 1 હજાર વ્યવહાર પેટે કોસ્ટબલને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે દારૂનો ધંધો ચાલુ કરવા સુરતના કોસ્ટેબલે 12 પેટી દારૂનો જથ્થો મોકલાવ્યો હતો. દારૂના જથ્થાના અને વ્યવહારના મળી કુલ 90 હજાર ચૂકવવા જણાવ્યું હતું. બૂટલેગરે ત્યારે તેની પાસે રૂ 30 હજારની સગવડ હતી. બાકીના 60 પછી આપીશ તેમ જણાવ્યું હતું. તેમજ 30 હજાર ઓનલાઇન ડીજીટલ એપ વડે ટ્રાન્સફર કર્યા હતા.

AD..

જલારામ કૃપા મેન્સ વેર નાનાપોંઢા વાપી રોડ
વલસાડ ડી. સેન્ટ્રલ કૉ. ઐ. બેંકના બાજુ મા
મો. 9904074143

સુરતના પલસાણાનો કોસ્ટબલ 60 હજારની પઠાણી ઉઘરાણી કરતો હતો. અને બૂટલેગરોની કાર લઈ જતો રહ્યો હતો. જેથી બૂટલેગરે ACBમો સંપર્ક કરી કોસ્ટબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ધરમપુર ચોકડી પાસે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં પલસાણાના કોસ્ટેબલના કહેવા ઉપર વલસાડ હાઉસિંગ બોર્ડમાં રહેતો ફોલ્ડર રૂપિયાની ઉઘરાણી કરવા આવ્યો હતો. ACBની ટીમે ફોલ્ડરને લાંચની રકમ સ્વીકારતા ઝડપી આગળની તપાસ હાથ ધરી છે

.આ કામના આક્ષેપિતનાઓ ફરીયાદીનાઓને મળતા તેઓએ વાત કરેલ કે, દારૂની લાઇન ચાલુ કરવાની હોય તો કહેજો તમારા સુધી દારૂ પસાર કરવાના તેમજ એક પેટી દીઠ રૂ.1 હજારનો વ્યવહારના મને આપવા પડશે તેમ જણાવી આક્ષેપિતે ફરીયાદીને 12 પેટી વિદેશી દારૂનો જથ્થો આપીને બંધ પડેલો દારૂનો ધંધો ચાલુ કરાવ્યો હતો. જે 12 પેટીના દારૂના જથ્થાના તેમજ પસાર કરવાના વ્યવહારના મળી રૂ.90 હજારની માંગણી સુરતના પલસાણા પોલીસ મથકના કોસ્ટબલ ભગીરથસિંહ ચુડાસમાએ કરી હતી. બુટલેગરે તેમના મોબાઇલ ઉપર રૂ.30 હજાર ઓનલાઈન ભગીરથસિંહ ચુડાસમાને આપ્યાં હતા. તેમજ બાકીના રૂપીયા 60 હજાર બાકી રાખ્યા હતા. જેના માટે બુટલેગરને ફોન કરી પલસાણા ખાતે બોલાવ્યો હતો. બુટલેગર તેના મિત્ર યુવરાજસિંહનાઓની ક્રેટા કાર નં.. GJ-14-9200 લઇને કોસ્ટબલે રૂબરૂમાં મળ્યા હતા. જ્યાં ભગીરથસિંહ ચુડાસમાએ બુટલેગરને કબ્જાની કબજાની ફોર વ્હીલ ગાડી લઇ લીધેલ અને રૂ.60 હજાર જમા કરાવી ગાડી લઇ જવા જણાવતા બુટલેગરે ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. ACBની કચેરીમાં પોલીસ કોસ્ટબલ ભગીરથસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદ આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવ્યું હતું.વલસાડના ધરમપુર ચોકડી પાસે ભગીરથસિંહ ચુડાસમાના કહેવા ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો હાર્દિક રાજુભાઇ તિવારી લાંચની રકમ લેવા આવ્યો હતો. જે ACBના છટકામાં રૂ.60 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. વલસાડ ACBની ટીમે ભગીરથસિંહ ચુડાસમા વતી લાંચ લેવા આવેલા હાર્દિક તિવારીની અટકાયત કરી તેમજ ભગીરથસિંહ ચુડાસમાને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે.

Ad…

Ad..

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here