આદિવાસી સમાજમાં હોળી ધૂળેટીનો તહેવાર જે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે

0
197

હોળી એટલે રંગોનો તહેવાર, દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે હોળી ઉજવવામાં આવે છે. પૂર્ણિમાની તિથિએ હોળીકા દહન અને બીજા દિવસે ધુળેટી સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હોળીકાની અગ્નિ દુષ્ટતાને બાળવાનું પ્રતીક છે. તેને છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા દિવસે, રંગવાલી હોળી અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે. તેને ધુલંડી પણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ વર્ષ 2023 માં હોળીની તારીખ, હોલિકા દહનનો શુભ સમય અને મહત્વ.

હોળી ધૂળેટીનો તહેવાર જે સમગ્ર દેશની અંદર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે હોળી સંધ્યા કાળે શુભ મુહૂર્ત જોઈને પ્રગટાવવામાં આવતી હોય છે. ઉપરાંત હોળી પ્રગટ્યા બાદ જે હોળીનો વરતારો તે કઈ દિશામાં જાય છે તે પણ જોવામાં આવે છે, જેથી આવનારું વર્ષ કેનું રહેશે તેનું પણ અનુમાન કરી શકાય છે.

તમામ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવતા હોય છે. અનેક ઉત્સવમાં ક્યાંકને ક્યાંક ધર્મનું પણ મહત્વ જોવા મળતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં પણ ભક્ત પ્રહલાદ ભગવાનની ભક્તિનો મહિમા જોવા મળી આવે છે. આ દિવસે હોળી પ્રગટાવવામાં પણ આવશે. ત્યારે શા માટે હોળી પ્રગટાવવામાં આવે છે તેનું મહત્વ શું છે? હોળી પ્રગટાવતા કયા લાભ થાય છે. તે અંગે જોઈએ

હોળી પ્રાગટ્ય એ આપણે ત્યાં બહુ મોટું પર્વ અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ હોળી પાછળ એક કથા પણ સંકળાયેલી છે, જેમાં હિરણ્ય કશ્યપ ભક્ત પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડીને ક્ષતિ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભક્ત પ્રહલાદમાં ભક્તિ, સત્યતા હતી. જ્યારે હોલિકાને ભગવાનના વરદાનથી એક વસ્ત્ર મળ્યું હતું, જે પહેરીને હોળિકા અગ્નિમાં બેસી જાય છે, પરંતુ પવનના જોરના કારણે તે વસ્ત્ર ઊડીને ભક્ત પ્રહલાદના સીર પર આવી જાય છે, જેથી હોલિકા બળી જાય છે અને ભક્ત પ્રહલાદનો જીવ બચી જાય છે. આ કથા આપણા ઈતિહાસમાં પણ જોવા મળી આવે છે. તેથી તે અગ્નિમાં અસુરોનો નાશ થયો અને સત્યનો વિજય થયો તેવું જોવા મળી આવે છે.

હોલિકા દહનનો શુભ સમય
હોળી પ્રાગટ્ય સામાન્ય રીતે અને નીતિ નિયમ મુજબ, સંધ્યાકાળે હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં નિયમ મુજબ, ભદ્રા રહિતની પૂર્ણિમા હોવી જોઈએ, જેમાં નક્ષત્રનો પણ યોગ જોવામાં આવે છે. જ્યારે આ વખતે હોળી પ્રાગટ્યનો મુહૂર્ત સાંજના 6.50થી 8.5 મિનીટ સુધી મુહૂર્ત ઉત્તમ છે. હોળી પ્રાગટ્ય જાહેરચોકમાં, ગામના પાદરે, ચાર રસ્તા પર હોળી પ્રગટાવવામાં આવે છે. આમાં ગાયના છાણાં, લાકડાં જેવી ચીજવસ્તુઓ લઈને યોગ્ય નિયમ મુજબ એક ઢગલો કરવામાં આવે છે.

હોળીની ફરતે લોકો કરે છે પ્રદક્ષિણાઃ

શુભ મુહૂર્ત સમયે હોળી પ્રગટાવીને આજુબાજુના લોકો હોળીની ફરતે પ્રદક્ષિણા પણ કરે છે. આ હોળી પ્રગટાવતી વખતે ધાણી અને ખજૂર પણ અર્પણ કરવાનો એક અલગ જ ભાવ પણ જોવા મળતો હોય છે. હોળી પ્રગતિના સમયે પ્રાગટ્ય થયા બાદ ત્યાં યોગ્ય માર્ગદર્શન સાથે પ્રાગટ્ય કરવાનું કારણ મુખ્ય એક જ છે કે, તેનું જે પૂજન કરવામાં આવે છે. પૂજન કરવાથી તેનામાં રહેલી લોભ, લાલચ, ઈર્ષ્યા જેવા નકારાત્મક વિચાર અસૂરી શક્તિઓ આપણામાંથી નાશ થાય છે.

મુકેશભાઈ પટેલ સરપંચ નાનાપોઢા હોળી પર્વ વિશેસ માહિતી આપતા જણાવ્યું કે નાનાપોઢા ગામમાં વર્ષોથી એકજ હોળી બનાવવામાં આવે છે.મહત્વપવનની દિશાથી આવનારું વર્ષ નક્કી થાય છેઃ ખાસ કરીને વડીલો અને વૃદ્ધો હોય છે. તે આવનારું વર્ષ એક હોળી પ્રગટાવ્યા બાદ તેના પવનની દિશાથી આવનારું વર્ષ નક્કી કરતા હોય છે, જેમાં ચાર દિશા અને ચાર ખૂણા પરથી આવનારું વર્ષ નક્કી કરવામાં આવશે, જેમાં અલગ અલગ સ્થળે અલગઅલગ પવનની દિશા જોવા મળતી હોય છે. આમાં અગ્નિ, પૂર્વ, ઉત્તર, વાયવ્ય દિશામાં જાય તો સામાન્ય રીતે વેપારી અને આર્થિક દ્રષ્ટિએ આવનારું વર્ષ સારું ગણવામાં આવે છે. જ્યારે ઉપર પવન જતો હોય તો આવનારા વર્ષમાં વરસાદ સારો થવાની પણ આશા જોવા મળે છે. જ્યારે દક્ષિણ, નૈઋત્ય દિશામાં જાય તો રાજકીય અવરોધ આવી શકે છે. જ્યારે પશ્ચિમ દિશામાં જાય તો પાણીની તંગી કે અનાજની અછત ઉદ્ભવી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here