જીએનએ અમદાવાદ: નાગી ખાતે થયેલા યુદ્ધની 50મી વાર્ષિક તિથિની ઉજવણીના ઉપલક્ષ્યમાં 27 ડિસેમ્બર 2021ના રોજ સાધુવાલી ખાતે આવેલા સુદર્શન ચક્ર ડિવિઝન દ્વારા યોજવામાં આવેલી મોહક સાંસ્કૃતિક અને સંગીત સંધ્યા દરમિયાન શ્રી ગંગાનગરનો સંપૂર્ણ માહોલ જાણે કે ગૌરવ અને દેશભક્તિની ભાવનાથી તરબોળ થઇ ગયો હતો. સાધુવાલી કેન્ટોનમેન્ટ ખાતે યુદ્ધના સેવા નિવૃત્ત જવાનો, વીર નારીઓ, સેવા આપી રહેલા કર્મીઓ, નાગરિક મહાનુભાવો, મીડિયા કર્મીઓ અને સૈન્યના કર્મીઓના પરિવારજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી.
મંત્રમુગ્ધ અને મર્મભેદક સંધ્યા ‘એ ટ્વીલાઇટ વિથ બ્રેવ હાર્ટ્સ’ સાથે જ નાગી દિવસ 2021 સંબંધિત તમામ કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. પ્રેક્ષકો માટે આ કાર્યક્રમ ઘણો મનોરંજક હતો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેનારા ‘સોન-એટ-લુમિઅર’ લેસર લાઇટ શોના પ્રદર્શન સાથે તેનો પ્રારંભ થયો હતો.
આ શો એક મલ્ટીમીડિયા પ્રદર્શન હતું જેમાં નાગીમાં થયેલા યુદ્ધને દર્શાવતી ઑડિયો-વિઝ્યુઅલ પ્રસ્તૂતિ આપવામાં આવી હતી. તેજસ્વી પ્રકાશ અને સાઉન્ડ ઇફેક્ટ્સ સાથેના આ અદભૂત શોએ આદરપૂર્ણ અને પ્રભાવી સભાને મંત્રમુગ્ધ કરી દીધી હતી. સૈન્યના કૌશલ્યવાન જવાનો અને તેમના પરિવારજનો દ્વારા જાઝ બેન્ડથી આપવામાં આવેલી સંગીતપૂર્ણ અંજલીથી હવામાં લહેરાતા કર્ણપ્રિય સંગીત વચ્ચે રજૂ કરવામાં આવેલી ભાવનાત્મક પ્રસ્તૂતિઓ અને તાલબદ્ધ રજૂઆતોએ પ્રેક્ષકોને સમકાલિન અને જૂના ગીતો દ્વારા સુંદર અને દિલસ્પર્શી સંગીત સફર કરાવી હતી, જેમાં રાષ્ટ્રીય ઉત્સાહનું નિરૂપણ કરવાની સાથે સાથે નાગીમાં થયેલા યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનારા વીર નાયકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ફોરએવર વિક્ટોરિયસ બ્રિગેડ દ્વારા રજૂ કરવામાં આવેલા પાઇપ બેન્ડના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. ત્યાર પછી શીખ સૈનિકો દ્વારા ગટકાના પરંપરાગત માર્શલ આર્ટ પ્રદર્શન અને ભારતીય સેનાના ગોરખાઓ દ્વારા ખુકરી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. નાગી દિવસ રાષ્ટ્રીય એકીકરણ અને શ્રી ગંગાનગરના લોકો તેમજ ભારતીય સૈન્ય વચ્ચેના મિત્રતાના ગાઢ બંધનને દર્શાવે છે.
આ વર્ષે ભારતમાં પરંપરાગત ઉત્સાહ સાથે 1971ના ઐતિહાસિક યુદ્ધમાં ભારતના વિજયના 50 વર્ષ નિમિત્તે સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. નાગી દિવસ એ, પાકિસ્તાને 16 ડિસેમ્બર 1971ના રોજ યુદ્ધવિરામની ઘોષણા કર્યા પછી, નાગી ખાતે વિશ્વાસઘાતથી ભારતીય વિસ્તાર પર કબજો કર્યો હતો 25/26 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહીના દિવસનું પ્રતીક છે. આ સમયે નાગી પશ્ચિમી મોરચે થયેલી સૌથી ભીષણ લડાઇમાંથી એક લડાઇનું સાક્ષી બન્યું હતું જેમાં આપણા દળોએ આપણી ભૂમિ પર કબજો કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા હતા. આ યુદ્ધ ભારતીય સેનાની નૈતિકતાનું સાચું પ્રતિક છે જેમાં 21 બહાદુર જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને આપણા રાષ્ટ્રના સન્માનનું રક્ષણ કર્યું હતું.