વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઇ

0
408

હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરી હતી. જે તબક્કાવાર રીતે સાચી પડી રહી છે. છેલ્લા 3 દિવસ થી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

વલસાડ જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ
વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ભર ઉનાળેમ કમોસમી વરસાદ પડતા ખેડૂતોના આગામી પાકમાં પણ નુકસાની થઇ છે. ખાસ કરીને બાગાયતી પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવે તેવી શક્યતા છે. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.પારડી કપરાડા ધરમપુર તાલુકાના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

જ્યારે કેટલાક ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખેડૂતોને ખાસ કરીને કેરી શાકભાજી કઠોળ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ બાગાયતી પાકો જેમાં ખાસ કરીને કેરીને ભારે નુકસાની થાય તેવી શક્યતા છે.કપરાડા વિસ્તારમાં પવન સાથે જોરદાર વરસાદ હોળીના હટવાડામા પડ્યો ભંગ,નાના દુકાનદારોની કફોડી હાલત,હોળીના હટવાડા (હાટ બજાર)માં આવેલ નાના ભુલકાઓ વરસાદમાં ભિજાયા હતા.

ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતામાં પડ્યા છે. પંથકના વિવિધ ગામડાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જ્યાં વરસાદ નથી ત્યાં ભારે પવનના કારણે પણ પાકને નુકસાન થયું હતું. ખાસ કરીને બાગાયતી પાકને પવનના કારણે ભારે નુકસાન થયું છે.

ભારે પવનના કારણે ખેડૂતો પરેશાન કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. 5 માર્ચે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. 7 માર્ચ સુધી સોરાષ્ટ્ર-કચ્છ સહિત જિલ્લામાં વરસાદની આગાહી પહેલાથી જ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. 6 અને 7 તારીખે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here