કલ્યાણજીકાકા ની 26 મી પુણ્યતિથિ એ કાકાના અનુયાયીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અને આદિવાસી સમાજ ના સ્નેહીજનો દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન

0
200

By: Hardik Patel ( hp tech )

રક્તદાન કેમ્પ 36 બોટલ રક્ત દાન થયું. દેહ દાનનો સંકલ્પ કરનાર દેહદાતા શ્રી કેતનભાઈ ગરાસીયા અને શંકરભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ હાજર રહ્યા સાથે , ધરમપુર સેવા મંડળના પ્રમુખ શ્રી ચૂનીભાઈ પટેલ ટ્રસ્ટીશ્રીઓ,નિવૃત્ત કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર શિક્ષણના પ્રણેતા અને ધરમપુર સેવા મંડળના આદ્યસ્થાપક પૂ.કલ્યાણજીકાકા ની 26 મી પુણ્યતિથિ એ કાકાના અનુયાયીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અને આદિવાસી સમાજ ના સ્નેહીજનો દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ માધ્યમિક શાળા આસુરા માં કરવામાં આવ્યું.જેમાં 36 બોટલ રક્ત દાન થયું.

આ કાર્યક્રમનાં ઉદઘાટક તરીકે ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ હાજર રહ્યા સાથે , ધરમપુર સેવા મંડળના પ્રમુખ શ્રી ચૂનીભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ,નિવૃત્ત કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આ શાળાના શિક્ષિકા બહેન સ્વર્ગસ્થ ભાવનાબેન ગરાસીયા ના સ્મરણાર્થે સભાખંડ નું લોકાર્પણ અને સ્વર્ગસ્થ ચિન્ટુબેન કલ્યાણજી ગરાસીયા વિજ્ઞાન પ્રયોગ શાળાનું લોકાર્પણ આમંત્રિત મહેમાનો ના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

આ રક્તદાન શિબિર ને સફળ બનાવવા માટે સહભાગી બનેલ રેમ્બો વોરિયર્સ શંકરભાઈ પટેલ, ઉમિયા ટ્રસ્ટ ના સભ્યશ્રી અશોક ભાઈ, ઓસ્ટવાલ એન્ડ કંપની ધરમપુર નો સહયોગ મળ્યો. આ પ્રસંગે દેહ દાનનો સંકલ્પ કરનાર દેહદાતા શ્રી કેતનભાઈ ગરાસીયા અને શંકરભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું કાકા ની લોક સેવા નું ઋણ લોકસેવામા જ સમાય, એવી ભાવના સાથે આ રક્તદાન શિબિર માં સહભાગી બનનાર તમામ સહયોગી ઓ નો શાળાના આચાર્યશ્રી એ આભાર વ્યક્ત કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here