રાજ્ય ભરમાં વરસાદી વાતાવરણ દિવસભર રાજ્યના લગભગ તમામ પંથકોમાં કમોસમી વરસાદ વરસ્યો

0
289
  • દિવસભર રાજયના અનેક પંથકોમાં કમોસમી વરસાદ વરસ્યો
  • અરબી સમુદ્રમાં સાયક્લોનિક અસર સર્જાતા વરસાદી વાતાવરણ સર્જાયું
  • વરસાદને લીધે હોલિકા દહનના વિઘ્ન સર્જાયું
  • વલસાડ જિલ્લાના પંચલાઈ ગામે મકાન પર વિજ પડી

( પારડી ના પંચલાઈ ગામે મકાન પર વીજ પડી)

અરબી સમુદ્રમાં સાયક્લોનિક અસર સર્જાતા હાલ રાજ્ય ભરમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પંચલાઈ ગામે રાત્રે 8.30 વાગ્યે એક મકાન પર વીજ પડવાની ઘટના બની મકાનને નુકસાન થયું. રાત્રે 12 વાગ્યા 12.30 સુધી જોરદાર વાવાઝોડું થયું હતું કેટલા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

હોળીના તહેવારના દિવસે ઠેક ઠેકાણે હોળીના દહનની તૈયારી ચાલુ હતી જે બાદ આયોજકો દ્વારા પ્લાસ્ટિકથી હોળીને ઢાકવાનો વારો આવ્યો છે.વીજળીના કડાકા થતા હોળી દહન માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

સુરત ઉપરાંત નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હળવા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના 15 જિલ્લામાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટી નુકસાની ગઈ છે. કેરી,ચીકુ અને કપાસના પાકને મોટી નુકસાની ગઈ છે. અમરેલી અને જુનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢના આંબાજળ નદીમાં પૂર આવ્યું હતું.

દિવસભર રાજ્યના લગભગ તમામ પંથકોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારે 6 વાગ્યાથી લઈને રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 56 તાલુકાઓમાં કમોસમી માવઠું પડ્યું હતું. રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં 1 mmથી લઈને 23 mm સુધીનો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં એક ઇંચ જેટલો વરસ્યો હતો. જે બાદ સુરેન્દ્રનગરમાં 13mm વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ ડાંગ અને નર્મદા જિલ્લામાં પણ 12 mm જેટલો વરસાદ ખાબક્યો હતો.

મળતી માહિતી અનુસાર ગાંધીનગર અને રાજકોટ જિલામાં સરેરાશ 10 mm વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 9 mm અને અમદાવાદના માંડલ તાલુકામાં 8 mm વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનું પ્રમાણ વધારે રહ્યું હતું. જેના લીધે ખેડૂતોને પાક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ સાથે જ દક્ષીણ ગુજરાતના કેટલાક તાલુકાઓમાં વરસાદને પગલે કેરીને માઠી અસર પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજ્યના 56 તાલુકાઓમાં એકંદરે 1 mmથી 23 mm સુધીનો વરસાદ વરસ્યો હતો.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here