ગ્રામપંચાયત ચુંટણીમાં કરવામાં આવેલ ગેરરીતિ સામે કપરાડાના મામલતદાર કમ ચુંટણી અધિકારીને આવેદનપત્ર

0
661

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય હરિભાઈ,ગામના સરપંચ માજી સરપંચ, સુલિયા ગામના માજી સરપંચ સુભાષભાઈ, ગામનાં માજી સરપંચ પુંડલિકભાઈ,તથા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ

  • કાઉન્ટીંગ ચૂંટણી અધિકારી મંગળભાઈ પટેલને ગેરરીતિ કામે તાત્કાલિક સસ્પેન્ડ કરવા તથા ન્યાય ન મળે તો દિન પાંચમાં ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવાની ફરજ પડશે

વલસાડના કપરાડા તાલુકાના સુથારપાડા જૂથ ગ્રામ પંચાયત ચૂંટણી કામે વોર્ડ નંબર-2 માં ચૂંટણી કાઉન્ટીંગ અધિકારી મંગળભાઈ પટેલ દ્વારા ગેરરીતિ તથા તેમની બેદરકારી સામે આવતા સત્તાવાર ઉમેદવાર વોર્ડ નંબર-2 ના રાજારામભાઈને એક મતથી ચૂંટાયેલા એલાઉન્સ દ્વારા જાહેર કરી વિજય જાહેર કરવામાં આવ્યો હતો. મતદાનની ગણતરી ત્યારબાદ ત્રીજા દિવસે પરિણામમાં રાજકીય દબાણથી ફેરફાર કરી સામેના ઉમેદવારને ચૂંટાયેલા જાહેર કરવાના ગેરરીતિનો સંદેશો મળતાં ગ્રામજનો દ્વારા તથા કપરાડા કોંગ્રેસ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય હરિભાઈ,ગામના સરપંચ માજી સરપંચ, સુલિયા ગામના માજી સરપંચ સુભાષભાઈ, ગામનાં માજી સરપંચ પુંડલિકભાઈ,તથા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં. કાઉન્ટીંગ ચૂંટણી અધિકારી મંગળભાઈ પટેલને ગેરરીતિ કામે તાત્કાલિક સસ્પેન્ડ કરવા તથા ન્યાય ન મળે તો દિન પાંચમાં ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવાની ફરજ પડશે. જરૂર જણાશે તો કોર્ટમાં પીટીશન દાખલ કરવાની ફરજ પડશે જે બાબતે આપવામાં આવ્યું આવેદનપત્ર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here