દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ 1 હજારને પાર થયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 1 હજાર 270 થયા છે.

0
153

દેશમાંથી હજી કોરોના વાયરસ નથી ગયો. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, દેશમાં 24 કલાકમાં 16 હજાર, 764 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી દેશમાં 24 કલાકમાં 220 લોકોનાં મોત થયા છે. તો વળી 23 કલાકમાં દેશમાં સાત હજાર, 585 લોકોએ કોરોનાથી મુક્તિ મેળવી હતી.દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 91 હજાર, 361એ પહોંચી છે.
હાલ દેશમાં કોરોનાથી રીકવરી રેટ 98.36 ટકા છે. દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસનો આંક વધીનો 1,270 થયો છે.

ઓમિક્રોનના કુલ કેસ 1 હજાર 270

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ 1 હજારને પાર થયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 1 હજાર 270 થયા છે. ગુરૂવારે સૌથી વધારે ઓમિક્રોનના કેસ મહારાષ્ટ્રમાં 198 નોંધાયા. જે પૈકી મુંબઈમાં 190 કેસ હતા. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 450 થઈ છે. દિલ્હીમાં 320 કેસ, કેરલામાં 109 કેસ, ગુજરાતમાં 97કેસ, રાજસ્થાનમાં 69 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આ સાથે દેશના 22 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે.

રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં લોકોને રસીના 66,65,290 ડોઝ આપવામાં આવ્યા છે. કુલ રસીકરણનો આંકડો 1,44,54,16,714 છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 12,50,837 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 67,78,78,255 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

બિહારમાં ઓમિક્રોનની દસ્તક, મળી આવ્યો પ્રથમ દર્દી

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને હવે બિહારમાં પણ એન્ટ્રી મારી દીધી છે. પટનામાં એક 26 વર્ષીય યુવક ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. જે તાજેતરમાં જ દિલ્હીથી પરત આવ્યો હતો. સંક્રમિત યુવક પટનાના કિદવાઈપુરી વિસ્તારનો રહેવાસી છે. મળતી માહિતી મુજબ, તે યુવક દિલ્હીમાં રહેતા તેના સંબંધીઓને મળવા ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પછીથી તે યુવકને ઓમિક્રોન થયાની પુષ્ટિ કરવામાં આવી.

વિશ્વભરમાં કોરોનાનો સૌથી મોટો વેવ

છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં 18.86 લાખ કેસ
અત્યાર સુધીનો સર્વાધિક દૈનિક કેસનો રેકોર્ડ
યુએસમાં 24 કલાકમાં 5.72 લાખ નવા કેસ
યુએસમાં કુલ કેસ સાડા પાંચ કરોડને પાર
કોરોનાના મહાતાંડવમાં સપડાયું યુરોપ
ફ્રાન્સમાં 24 કલાકમાં 2.06 લાખ નવા કેસ
યુકેમાં 24 કલાકમાં 1.89 લાખ નવા કેસ
યુકે-ફ્રાન્સ બાદ હવે સ્પેન-ઈટાલીનો વારો
સ્પેનમાં કોરોનાનો રેકોર્ડતોડ ફેલાવો
સ્પેનમાં 24 કલાકમાં 1.61 લાખ નવા કેસ
સ્પેનમાં સાડા અગિયાર લાખ એક્ટિવ કેસ
ઈટાલીમાં 24 કલાકમાં 1.26 લાખ નવા કેસ

કેરળમાં કોરોનાના નવા વેરિએન્ટે મચાવી તબાહી

દેશમાં આ વેરિએન્ટથી સંક્રમિત રાજ્યોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હી પછી કેરળ ત્રીજા નંબરે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 450 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે, દિલ્હીમાં 320 અને કેરળમાં 109 લોકોને કોરોનાની રસી આપવાની જાહેરાત બાદ ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભારત બાયોટેકે તેની રસી સંપૂર્ણપણે સુરક્ષિત ગણાવી છે. ભારત બાયોટેકે જણાવ્યું છે કે 2 થી 18 વર્ષની વયના બાળકો પર બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ દરમિયાન તેની કોવેક્સિન સંપૂર્ણપણે સલામત હોવાનું જણાયું હતું. કંપનીએ કહ્યું કે આ રસી કોઈપણ આડઅસર વિના બાળકો માટે સહનશીલ અને રોગપ્રતિકારક શક્તિ વધારનારી સાબિત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here