2 કલાકનો ચાર્જ 2 લાખ રુપિયા, સેક્સ રેકેટમાં રંગે હાથ પકડાઈ ટૉપ મૉડેલ અને અભિનેત્રી
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે હાલમાં એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે. જાણકારી મુજબ જૂહૂની ફાઈવ સ્ટાર હોટેલમાં પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરતા ઈશા ખાન નામની મહિલા દલાલની ધરપકડ કરી છે. આ મામલામાં ટૉપ મૉડલ અને ટીવી એક્ટ્રેસનું નામ પણ સામે આવ્યું છે. આ બંને મહિલાઓ બે કલાક માટે 2 લાખ રુપિયા ચાર્જ કરતી હતી.
પોલીસની પૂછપરછમાં મહિલા દલાલ ઈશા ખાને કહ્યું કે તે કેટલાય વર્ષોથી સેક્સ રેકેટ ચલાવી રહી હતી. કહેવાઈ રહ્યું છે કે ડીસીપી દત્તા નલબાડીને કોઈએ ઈશા ખાન વિશે જણાવ્યું હતું જેના બાદ તેણે ક્રાઈમ બ્રાંચે આ વિશે તપાસ કરી હતી. એટલું જ નહીં ઈશા ખાનની ધરપકડ કરવા માટે ક્રાઈમ બ્રાંચે જબરદસ્ત તૈયારી કરી હતી
ક્રાઈમ બ્રાંચના અધિકારી બન્યા નકલી ગ્રાહક
જાણકારી મુજબ, ક્રાઈમ બ્રાંચના જ એક અધિકારીએ નકલી ગ્રાહક બનીને ઈશાને કૉલ કર્યો. અધિકારીએ કહ્યું કે મને અને મારા દોસ્તને ટૉપ મૉડેલ જોઈએ. જેના બાદ ઈશાએ નકલી ગ્રાહકને વ્હોટ્સએપ પર મૉડલ્સની કેટલીક તસવીરો મોકલી જેમાંથી અધિકારીએ 2 મૉડેલ પસંદ કરી. તેના બાદ ઈશા ખાન અને નકલી ગ્રાહક બનીને કૉલ કરનાર અધિકારીની વચ્ચે 2 કલાક માટે 2 લાખ રુપિયાની ડીલ ફિક્સ થઈ.
પ્રતિ મહિલા 2 લાખનો સોદો કરતી હતી ઈશા ખાન
ઈશા ખાન અને નકલી ગ્રાહક બનેલા અધિકારી વચ્ચે સોદો મંજૂર થયો અને પૂરા પ્લાનિંગ બાદ ફાઈવ સ્ટાર હોટેલમાં રુમ બુક કરાવાયો. તેના બાદ ગુરુવારે રાત્રે જેવી મહિલા દલાલ, ઈશા ખાન અને મૉડલ તેમજ અભિનેત્રી એ હોટેલ પહોંચ્યા ત્યારે જ ક્રાઈમ બ્રાંચની ટીમે તેને પોતાની ગિરફ્તમાં લીધા. જે યુવતીઓના ફોટો અધિકારીએ સિલેક્ટ કર્યા હતા તેમાં એક મહિલા મૉડેલ છે અને કેટલી વિજ્ઞાપનોમાં કામ કરી ચૂકી છે. તો બીજી અભિનેત્રીએ ટીવીની કેટલીક સીરિયલ્સમાં કામ કર્યું છે. ખબરો મુજબ ઈશા પ્રતિ યુવતી 2 કલાક માટે 2 લાખ રુપિયા લેતી હતી અને તે પોતાની પાસે 50 હજાર રુપિયા રાખતી હતી અને ગ્રાહકની પાસે મોકલેલી યુવતીને દોઢ લાખ રુપિયા આપતી હતી.
મૉડલ અને અભિનેત્રીએ પૂછપરછમાં કહ્યું કે, લૉકડાઉનના કારણે તેનું કામ પૂરી રીતે બંધ થઈ ગયું હતું જેના કારણે તે આ ધંધામાં આવી. તેણે કહ્યું કે કોરોનાના કારણે વિજ્ઞાપનો અને ટીવી સીરિયલ્સના શૂટિંગ બંધ થઈ ગયા હતા. જેના બાદ તેને પૈસાની મુશ્કેલી પડવા લાગી માટે તેણે આ ધંધામાં પગ મૂક્યો. તો ઈશાએ કહ્યું કે તે લાંબા સમયથી આ ધંધામાં સામેલ છે અને મોટી-મોટી હોટેલમાં પોતાનું સેક્સ રેકેટ સંચાલિત કરે છે.