ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે.

0
217

  • ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર સૌની નજર છે.
  • ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે.
  • વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામોની ભારતીય રાજકારણ પર ખૂબ જ અસર થશે
  • કૉન્ગ્રેસમાં અંધાધૂંધીના કારણે પક્ષને નુકસાન થવાની શક્યતા છે,
  • વિધાનસભાની ચૂંટણીઓની દેશના રાજકારણ પર અસર થવાની શક્યતા

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હજી લોકોને વિશ્વાસ છે કે નહીં અને સાથે જ મમતા બૅનરજી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓનો ફલક વિકસીને રાષ્ટ્રીય સ્તરે પહોંચવાની શક્યતા છે કે નહીં એવા અનેક સવાલોના જવાબો મળી શકે છે.

ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા0ની ચૂંટણી પર સૌની નજર છે. અહીં સીધો મુકાબલો મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની વચ્ચે છે. નરેન્દ્ર મોદી પણ આ રાજ્યમાં બીજેપીને જિતાડવા માટે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે. અખિલેશ માટે પૉઝિટિવ બાબત એ છે કે બીએસપી જાણે રેસમાંથી ખસી ગઈ હોય એવી સ્થિતિ છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી આ રાજ્યમાં કૉન્ગ્રેસના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. એમ છતાં, કૉન્ગ્રેસ દિશાવિહોણી જણાઈ રહી છે.
પંજાબ
પંજાબમાં ત્રિપાંખિયો જંગ જણાઈ રહ્યો છે. બીજેપીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહના પંજાબ લોક કૉન્ગ્રેસ તેમ જ સુખદેવ સિંહ ઢિંડસાના એસએડી (સંયુક્ત)ની સાથે હાથ મિલાવ્યા છે. બીજી તરફ પંજાબમાં કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરદાર ટક્કર આપી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ચંડીગઢમાં જોરદાર પર્ફોર્મ કર્યું છે. તાજેતરમાં આ શહેરની મ્યુનિસિપલ ચૂંટણીમાં મોટા ભાગની સીટ્સ જીતીને સ્ટ્રોન્ગ મેસેજ આપ્યો છે.
ગોવા
ગોવાની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કૉન્ગ્રેસના વોટ્સમાં તૃણમૂલ કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્ને ગાબડું પાડી શકે છે. તૃણમૂલ અને આમ આદમી પાર્ટી બન્ને આ રાજ્યમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જોકે તૃણમૂલ અને આપની વચ્ચે ઍન્ટિ-ઇન્કમબન્સી વોટ્સ વહેંચાઈ જવાના કારણે બીજેપીને ફાયદો થઈ શકે છે.
મણિપુર
મણિપુરમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ ૨૧ બેઠકો પર જીત મેળવી હતી, જેની સામે કૉન્ગ્રેસ ૨૮ બેઠકો સાથે સિંગલ-લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઊભરી આવી હતી. જોકે બીજેપીએ એનપીપી, એનપીએફ અને લોક જનશક્તિ પાર્ટીની સાથે ગઠબંધન કરીને સરકારની રચના કરી હતી. બસ ત્યારથી કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો બીજેપીમાં જવાનો સીલસીલો ચાલી રહ્યો છે. જોકે નાગાલૅન્ડમાં સુરક્ષા દળોના ફાયરિંગમાં નાગરિકોનાં મૃત્યુની ઘટનાથી સમગ્ર પૂર્વોત્તરમાં બીજેપીએ નકારાત્મક અસરોનો સામનો કરવો પડી શકે છે.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં પણ આવતા વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં શાસક બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ રાજ્ય પર ખાસ ફોકસ કરી રહ્યા છે. તેમણે અહીં તાજેતરમાં અનેક પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કે શિલાન્યાસ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here