વલસાડ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શાળાનો સમય સવારનો રાખવા માંગ કરતા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં સવારનો સમય કરવામાં આવ્યો

0
266

વલસાડ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શાળાનો સમય સવારનો રાખવા માંગ કરતા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં સવારનો સમય કરવામાં આવ્યો

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,તાલુકા પંચાયત કચેરી તમામને સરકારી પ્રાથમિક શાળાનો સમય સવારનો
કરવા બાબતની જાણ કરવામાં આવી છે.

વધુ ગરમી અને પાણીની સમસ્યાને કારણે સરકારી પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા બાબતે વલસાડ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનો સંદર્ભના પત્રથી મળેલ રજૂઆત મુજબ વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.જે પરત્વે શાળામાં બાળકોને લુ લાગવાના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પડવાના કારણે વિધાર્થીઓની હાજરીમાં ઘટાડો થવાનું તેમજ બીમારી વધાવાના બાળકોના શૈક્ષણિક કાર્યપર વિપરીત અસરો પડવાની સંભાવના હોય અત્રેના જિલ્લાના માન્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંધ વલસાડ દ્વારાના શાળાનો સમય સવારનો રાખવા માંગણી કરેલ છે. વિગતો ધ્યાને લેતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વલસાડ જિલ્લા શિક્ષણ સમિતિ,જિલ્લા પંચાયત વલસાડ હસ્તકની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળાનો સમય તા.૨૪/૦૩/૨૦૨૩ ને શુક્રવાર થી ઉનાળુ વેકેશન સુધી આર.ટી.ઇ. એકટ ૨૦૦૯, તથા આર.ટી.ઇ.રૂલ્સ ૨૦૧૨ અંતર્ગત નિયમોને આધીન બાળકોના સ્વાસ્થ્ય તથા રૌક્ષણિક હિતને ધ્યાને લેતા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં અત્રેથી તા.૨૪/૦૩/૨૦૨૩ થી શાળાનો સમય સવારે ૭:૩૦થી૧૨:૩૦ કલાક સુધીનો રાખવાનો રહેશે. જે અંગેની જાણ પ્રા.શાળાઓને જણાવવામાં આવ્યુ છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here