ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ચિંતાનો માહોલ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા છે અને 284 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,22,801 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે.