વાપી થી શામળાજી નેશનલ હાઈવે 56 માર્ગ પર થઈ રહેલા કામમાં અનેક ક્ષતિઓ જેની તપાસ કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. છતાં પણ વહીવટી તંત્રની લાપરવાહી કેમ ?

0
260

( નેશનલ હાઈવે 56 બાલચોંડી આમ્ર વન )

પ્રાંત અધિકારી ધરમપુર , મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય,સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર, કલેક્ટર શ્રી વલસાડ નાયબ કાર્યપાલક ઈજનેર વલસાડ , કાર્યપાલક ઈજનેર નેશનલ હાઇવે ડીવિઝન ભરૂચ લેખિતમાં ધરમપુરના તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ પટેલ મોટી ઢોલડુંગરી તા. ધરમપુર, જિ. વલસાડન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં વાપી થી નેશનલ 56 શામળાજી રોડ કે જે કરવડ થી ખાનપુર સુધી આશરે 22.5 કરોડ રૂપિયા મંજુર થયેલ હોય પરંતુ આ રસ્તા ના કામ માં વેઠયાવાડ ઉતારવામાં આવી રહી હોય જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.વાપીથી શામળાજી નેશનલ – 56 રોડ જે કામની માહિતી મુજબ નવેમ્બર થી કામ ચાલુ કરી એપ્રિલ માં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા હોય પરંતુ કામ મોડું ચાલુ કરવામાં આવ્યું હોય અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં વેઠયાવાડ કરેલ હોવાનું. જેમાં ખાસ કરીને ધરમપુર માંથી પસાર થતો આ રોડ કે જેમાં
વાવ બિરસામુંડા સર્કલ,આસુરા, કરંજવેરી, આંબાતલટ , અને સ્વર્ગવાહીની નદી ના પુલ આગળ, જેવી અનેક જગ્યા એ રોડ માં કામ માં વેઠયાવાડ કરેલ હોય. જે અનુસંધાન માં કામની એજન્સી કોન્ટ્રાકટર સાથે રૂબરૂ જ્યાં જ્યાં પ્રોપર કામ થયું નથી તે તે સ્થળ ની જગ્યા બતાવવામાં આવી જેમાં ખાસ કરીને વાવ ક્રાંતિકારી બીરસામુંડા સર્કલ પાસે,આસુરા,કરંજવેરી ફાટક,આંબા જ્યાં જ્યાં પ્રોપર કામ નથી થયું તે સ્થળે ફરી પ્રોપર કામ કરવાની વાત કરી હતી. પરંતુ મુખ્ય રોડ પર ગુણવત્તા વગરનું કામ થઈ રહ્યુ છે.આ રસ્તાની રકમ પ્રજાના ટેક્ષ ના પૈસા હોય નહીં કે આ કામ કરનાર એજન્સીના. જેથી વિન્નતી સાથે નમ્ર અરજ સાથે આ એજન્સી પાસે આ રસ્તાનું કામ પ્રોપર કરાવવામાં આવે, નહિ તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અને ફરજના ભાગ રૂપે રસ્તા રોકો આંદોલન કરવા અંગે ચીમકી આપી હતી.મીડિયા રિપોર્ટ અનુસાર વાપી- નાનાપોઢા – ધરમપુર – ખાનપુર નેશનલ હાઇવે પર તંત્રએ લાખ્ખો રૂપિયાના ખર્ચે થિંગડા માર્યા હતા. વલસાડ જિલ્લાના મુખ્યત્વે નેશનલ હાઇવે 56 પર દર વર્ષે ચોમાસામાં વાપી થી ખાનપુર સુધી ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થાય છે. હાલમાં પણ ચોમાસા પછી જે પણ ખાડા પડયા હતા એમાં ફકત થીંગડા મારવામાં આવીયા હતા. હાઇવે પર દર વર્ષે પડતા મસમોટા ખાડાઓને કારણે અનેક અકસ્માતો થતા હોય જોકે મોટાભાગના ખાડાઓ જૈસેથેની સ્થિતિમાં હતા.આજે પણ એજ પરિસ્થિતિમાં છે.ચોમાસું બાદ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પુરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. પણ કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાયુક્ત મટિરિયલ થિંગડા મારેલા ખાડાઓ પુનઃજીવિત થયા હતા અને ફરી એકવાર વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. નેશનલ હાઇવે દ્વારા ગુણવત્તાયુક્ત મટિરિયલ વાપરી ટકાઉ રસ્તા બનાવી દર વર્ષે પડતી સમસ્યાનું કાયમી નિરાકરણ કેમ કરાતું નથી ? રિકાર્પેટિંગ તેમજ રસ્તાઓ પર થિંગડા મારી કરોડોનો ખર્ચ શા માટે કરવામાં આવી છે. એના પરથી ચોક્કસ કહી શકાય કોન્ટ્રાક્ટરોની મનમાની હોઈ શકે છે. અકસ્માત ની ઘટના બનતી હોય ત્યારે પોલીસ દ્વારા યોગ્ય તપાસ જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એ જરૂરી છે. પરંતુ અહીં રાજકીય આશીર્વાદ થકી કોન્ટ્રાક્ટરની સામે બોલી શકે તેમ નથી. આ સમસ્યા ઉભી થાય છે, સરકાર અને હાઇવે ઓથોરિટી થીંગડા મારી કરોડો રૂપિયા વેડફી રહ્યાં છે. હવે એ જોવાનું રહ્યુ છે. કલ્પેશ પટેલની લેખિત ફરિયાદની નોંધ લેવામાં આવશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here