નેવરી અને ડહેલી ગામમાં પ્રેમી-પંખીડા વાડીમાં ફાંસીએ ઝૂલી ગયા

0
475

કહેવાય છે પ્રેમ આંધળો છે,વ્યક્તિ એક વાર પ્રેમમાં પડ્યા પછી તેને દુનિયાદારીની કોઇ પરવા હોતી નથી. આજકાલ યંગસ્ટર્સ પ્રેમ તો પડી જાય છે, પરંતુ જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે કે સમાજ વાંધો ઉઠાવે ત્યારે સંઘર્ષ કરવાના બદલે તેઓ જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે. આવો એક કિસ્સો નેવરી અને ડહેલી ગામમાં પ્રેમી- પંખીડા વાડીમાં ફાંસીએ ઝૂલી ગયા

પ્રેમીકાએ નેવરીની આંબાવાડીમાં જયારે પ્રેમીએ ડહેલી ફળિયાની વાડીમાં ફાંસો ખાધો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેવરી ગામ અને ડહેલી ગામમાં આવેલ આંબાની વાડીઓમાં પ્રેમમાં પડેલા આદિવાસી સમાજના યુવક યુવતી ફાંસો ખાઈને આત્મહત્યા કરી જતા આ પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.

નેવરીગામમાં ઘેલા લાલ ફળિયામાં રહેતી ૧૯બવર્ષીય નીલમબેન રામુભાઈ નાયક પોતાના ફળિયામાં આવેલ પ્રવીણભાઈ દુલાભાઈ ની વાડીમાં દુપટ્ટા વડે આંબાના ઝાડ સાથે બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બીજી તરફ તાલુકાના ડહેલી ફળિયામાં રહેતા સચિન રમણભાઈ પટેલ ઉમર ૨૪ પોતાના ગામમાં નિશાળ ફળિયામાં આવેલ રાકેશભાઈ પટેલ ની વાડીમાં દોરડા વડે ઝાડ સાથે ધોળી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી ગયો હતો સચિન અને પૂનમ બંને છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં હોય જેથી કોઈ આગમ્ય કારણસર પોતાનો જીવન-ટૂંકાવ્યું છે. ઉપરોક્ત બનાવના હકીકતની જાણ પારડી પોલીસ મથકમાં કરવામાં આવતા પારડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ ધરી છે.

આ બનાવના પગલે આ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રેમી પંખીડાઓ માટે આ બનાવ લાલ બત્તી સમાન છે પ્રેમમાં પડેલા પ્રેમી પંખીડાઓએ પોતાના જીવન ટૂંકાવીને આ દુનિયાને બાય બાય કરી દીધા છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here