એ.સી.બી.ની સફળ ટ્રેપ : ઇન્ચાર્જ આચાર્ય, અરૂણોદય  સાર્વજનિક વિદ્યાલય કપરાડા 50000ની લાંચ લેતા ઝડપાયા

0
710

વલસાડ જિલ્લાના કપરાડાની અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય કાર્યાલયની ઓફિસમાં દિલીપભાઈ આર. પટેલ, ઇન્ચાર્જ આચાર્ય, અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય કપરાડાને તાપી અને વ્યારા એ.સી.બી. એ રંગે હાથ ઝડપી પાડ્યો છે

ગુનાની ટુંક વિગતઆ કામના ફરીયાદીશ્રીને શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષ પુર્ણ થતા કાયમી શિક્ષક તરીકે નિમણુંક અને ફુલ પગારમાં મુકવા માટે અરજી કરેલ હતી.
ફરીયાદી એક જાગૃત નાગરીક ના આધારે તા.૦૮/૦૫/ ૨૦૨૩ના રોજ લાંચની માંગણીની રકમ રૂપિયા ૫૦,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમ રૂપિયા ૫૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ રૂપિયા ૫૦,૦૦૦ કપરાડા અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય કાર્યાલયની ઓફિસમાં ગુનાની ટુંક વિગતઆ કામના ફરીયાદીશ્રીને શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષ પુર્ણ થતા કાયમી શિક્ષક તરીકે નિમણુંક અને ફુલ પગારમાં મુકવા માટે અરજી કરેલ જે અરજીની આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે શાળાના વિકાસના નામે આ કામના આરોપી દિલીપભાઈ આર.પટેલ, ઇન્ચાર્જ આચાર્ય, અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય કપરાડા નાઓએ રૂ.૫૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૫૦,૦૦૦/- માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ છે.
ઉપરોકત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રેપીંગ અધિકારી સુ. એસ.એચ.ચૌધરી, પોલીસ ઇન્સપેકટર, તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા તથા એ.સી.બી. સ્ટાફ સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here