- કોવિડ-19 મહામારીની વર્તમાન સ્થિતિના કારણે પાણી તમામની માટે ઉપલબ્ધ કરવું જરૂરી છે.
- ગ્રામ પંચાયતો અને ગામડાઓ દ્વારા ગ્રામીણ પરિવારોની અંદર પારિવારિક નળ ઉપલબ્ધ માટે એક વ્યવસ્થિત આયોજન હોવું ખૂબ જરૂરી છે.
- પરિવારમાં આંગણામાં પીવાના પાણીની જાહેર સ્ટેન્ડ પોસ્ટ ઉપર ભીડ એકઠી થતી અટકાવીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન માટે સહાયભૂત બનશે.
આઝાદીના 75 વર્ષ પછી પણ આદિવાસી વિસ્તારમાંલોકોને પીવાના પાણી માટે વલખાં
(WASMO) પીવાના પાણી માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલ યોજના અંતર્ગત કરવામાં આવેલ કામો વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી થકી સંપૂર્ણ નિષ્ફળ યોગ્ય તપાસ થશે ?
વલસાડ જિલ્લાના કપરાડા- ધરમપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વોટર એન્ડ સેનિટાઈઝેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (WASMO) પીવાના પાણી માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલ યોજના અંતર્ગત કરવામાં આવેલ કામો વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી થકી સંપૂર્ણ નિષ્ફળ યોગ્ય તપાસ થશે ?
જળશક્તિ મંત્રાલય ગુજરાત જળ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ પીવાના પાણી ક્ષેત્રમાં જળ જીવન મિશન (JJM) અંતર્ગત નિયમિતપણે અને લાંબા સમયગાળાના આધાર પર પ્રત્યેક ગ્રામીણ પરિવારને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉલ્લેખિત ગુણવત્તા સાથે પૂરું પાડવા માંટે સરકાર તરફથી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે
આદિવાસી ક્ષેત્રમાં આવેલ કપરાડા અને ધરમપુર તાલુકામાં જે વોટર એન્ડ સેનિટાઈઝેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (WASMO)ના માધ્યમથી થયેલા કામો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પાણી ટાંકી અને પાઇપલાઇન જર્જરિત હાલતમાં જોવા મળે છે કેમ ? સરકાર દ્વારા યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.
પણ ગ્રામજનોની લાપરવાહી અને સરપંચો આજે પણ અનપઢ હોવાથી લોકોના પ્રતિનિધિ તરીકે જે ચૂંટાયા પછી પોતાના અંગત વિકાસ થાય એવા જ કામો કરે છે.સરકાર ની યોજનાઓ પર ધ્યાન રાખવામાં આવતું નથી સાથે અધિકારી અને કોન્ટ્રાક્ટર ની મનમાની થકી કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા 2020-21 માટે ગ્રામીણ પરિવારોને પારિવારિક નળના જોડાણો પુરા પાડવા માટે વાર્ષિક એક્શન પ્લાન તૈયાર કરવા માટેનો હતો. રાજ્ય વર્ષ 2020-21માં ગ્રામીણ વિસ્તારોમાં 11.15 લાખ પારિવારિક નળના જોડાણો પુરા પાડવાનો લક્ષ હતો. સરકાર દ્વારા પ્લાન ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન નો લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં સામે આવી રહેલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો હતો. બાકી રહી ગયેલા વિસ્તારોમાં વિશાળ પશુધનની વસ્તી, ઓછી વસ્તી ગીચતા ધરાવતા પહાડી પ્રદેશોમાં ગુજરાત રાજ્યએ સપ્ટેમ્બર 2022 સુધીમાં 100% કવરેજનું લક્ષ્ય રાખ્યું છે.
ગામડાઓ અને વિસ્તારો કે જ્યાં ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે પાઈપલાઈન દ્વારા પાણીની સુવિધા પહેલેથી ઉપલબ્ધ છે. રાજ્ય પ્રાથમિકતાના સ્તરે તમામ નબળા વર્ગના બાકીના પરિવારોને તાત્કાલિક ધોરણે FHTCs પુરા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા વર્ષે જાહેર કરવામાં આવેલ JJMનો ઉદ્દેશ્ય વર્ષ 2024 સુધીમાં દેશના 18 કરોડ ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો પુરા પાડવાનો છે. આ મહત્વાકાંક્ષી યોજના તમામ પ્રત્યે ગ્રામીણ પરિવારને પાણીના નળનું જોડાણ મળી રહે તે માટે સખત મહેનત કરી રહ્યા છે.
કોવિડ-19 મહામારીની વર્તમાન સ્થિતિના કારણે પાણી તમામની માટે ઉપલબ્ધ કરવું જરૂરી છે.ગ્રામ પંચાયતો અને ગામડાઓ દ્વારા ગ્રામીણ પરિવારોની અંદર પારિવારિક નળ ઉપલબ્ધ માટે એક વ્યવસ્થિત આયોજન હોવું ખૂબ જરૂરી છે. પરિવારમાં આંગણામાં પીવાના પાણીની જાહેર સ્ટેન્ડ પોસ્ટ ઉપર ભીડ એકઠી થતી અટકાવીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન માટે સહાયભૂત બનશે.
કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે લોકોની માંગ ઉઠી છે