સગાઈ બાદ સગીરા ગર્ભપાત કરાવવા સરકારી
દવાખાને દાખલ થઈ: ઘટના બાદ માતાએ તબીબ
સામે પોલીસ ફરીયાદ કરી હતી
વલસાડ જિલ્લામાં કપરાડા વિસ્તારમાં એક ગામમાં રહેતી સગીરાની સગાઈ બાદ તેને ગર્ભ રહ્યો હતો. સગીરા
ગર્ભપાત કરાવવા સરકારી દવાખાને દાખલ થઈ હતી તે દરમિયાન સરકારી તબીબે તેની સાથે શારિરીક કુકર્મ આચર્યુ હતું.જેની જાણ સગીરાની માતાને થતા ડોક્ટર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં
ડોક્ટરે પોસ્કો કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. નામદાર કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કપરાડા ગ્રામ્ય વિસ્તારમાં રહેતી
સર્ગીરાની સમાજમાં સગાઈ કરવામાં આવી હતી. સગાઈ દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો તેથી સગીરા ગર્ભપાત કરાવવા સરકારી દવાખાને ગઈ
હતી. અહીં ફરજ બજાવતા સરકારી ડોક્ટર ગજેન્દ્ર મહંતીએ ગત તા.૧૦ જુ નથી ૧૯ ઓક્ટોબરના ગાળામાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેની
જાણ માતાને થતા માતાએ ડોક્ટર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ બાબતે ડો.ગજેન્દ્રએ
પોસ્કો કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખીને જામીન અરજી ફગાવી દીધી હતી.