અકસ્માત : બેકાબુ ટવેરા બાઈકને ટકકર મારી પારડીના પાટી ગામ પાસે અકસ્માત સર્જાયો, ઘટના સ્થળે એકનું મોત

0
96

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાટી ગામેં ધગળમાળ થી ધોધડકુવા રોડ પર બેકાબુ ટવેરાના ચાલકે બાઈકને ઠોકર મારી હતી. બાઈકને અડફેટે લેતા બાઈકના ચાલકનું ગંભીર મોત થયું હતું.

અકસ્માત જાણ થતા ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

( ટવેરા નો ચાલક )

અકસ્માત ની ઘટનામાં દાદરા નગર હવેલી સેલવાસ ના સાયલી ગામનો DN 09 L2063 ટવેરા ચાલકે પુરઝડપે અને રોંગ સાઈડમાં ચલાવી આવી ચાલકે રોંગ સાઈટ એચ ટી. વીજ પોલને ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. બેકાબુ ટવેરા ચાલકે સામે બાઈક સવારને અડફેટે લેતા પાટી ગામના બાબુભાઇ ગમનભાઈ પટેલ નું ઘટના સ્થળે મોત થયું હતું.

અકસ્માતમાં વીજ પોલ તૂટી પડવાથી રોડ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. અકસ્માત ની જાણ થતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા. રોડ પર પડેલા પોલ ને ખસેડી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક વીજ પુરવઠો મળે એ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બનાવ મામલે પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકના પી એમ કરવા માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here