મુંબઈના સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ અને આદિજાતિ વિકાસની કચેરી નવસારીના સૌજન્યથી નિર્મિત સાકાર વાચન કુટિરનું લોકાર્પણ

0
339

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના કાકડવેરી ખાતે સાકાર વાચન કુટિરનું લોકાર્પણ તથા આ પ્રસંગે રક્તદાન શિબિરનું ઉદઘાટન પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું.

મુંબઈના સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ અને આદિજાતિ વિકાસની કચેરી નવસારીના સૌજન્યથી નિર્મિત સાકાર વાચન કુટિરનું નવસારી જિલ્લાના ખેરગામ નજીકમાં આવેલ કાકડવેરી ગામમાં લોકાર્પણ ગણદેવી વિભાગ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.

આદિવાસી ક્ષેત્રમાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરતા તથા શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી જરૂરી સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ થાય અન્ય ગ્રામજનોને ધંધા રોજગાર જીવનલક્ષી સાહિત્ય વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને કેળવણી લક્ષી સાહિત્ય ઉપલબ્ધ કરાવવાના હેતુસર મદદનીશ આદિજાતિ વિકાસ કમિશનર સુરેશભાઈ ગરાસિયાના પ્રયાસથી રૂપિયા 4.45.500/- ની માતબર રકમથી વાચન કુટિરને અતિ આધુનિક બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું.

ગણદેવી વિભાગ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માનવ જીવનના વિકાસ માટે પુસ્તકોનું વાચન ખૂબ વિશેષ હોય છે.. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ વાચનાલય ખૂબ ઉપયોગી બનશે તથા વિદ્યાર્થીઓને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત ખેરગામના પ્રમુખ રક્ષાબેન પટેલ ,નવસારી જિલ્લાના આદિવાસી મોરચા ના પ્રમુખ અરવિંદભાઈ ગરાસીયા, જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન ગરાસીયા , ખેરગામ તાલુકાના સંગઠન પ્રમુખ ચુનીભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી ભુસરા અને ડાયેટ નવસારીના પ્રાચાર્ય યોગેશભાઈ પટેલ, રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, જયંતિ ભાઈ પટેલ શીતળ છાયડો લાઈબ્રેરી સ્થાપક કેતનભાઈ ગરાસિયા મહામંત્રી ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ, કમલેશ માહલા ઉપ પ્રમુખ ધ. તા. પ્રા. શિ. સંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ગ્રામજનો યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાકડવેરી ગામમાં પ્રથમ વખત રકતદાન કેમ્પનું આયોજન ગામના યુવા મિત્રોએ કર્યું હતું…

ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વિજ્ઞાન યુગમાં લોકો માં અંધશ્રદ્ધા જોવા મળે છે. રકતદાન અંગે જાગૃતિ આવે અને બધા તંદુરસ્ત વ્યક્તિ પોતે રક્તદાન કરે એવા શુભ આશય સાથે આ કેમ્પનું આયોજન કરાયું હતું..

કેમ્પમાં 16 બોટલ એકત્ર થઈ શકી હતી..ગ્રામ્ય ક્ષેત્રમાં લોકોમાં રકતદાન અંગે હજી પણ ઘણી બધી અજ્ઞાનતા જોવા મળે છે ત્યારે શિક્ષિત અને આગેવાનોયે લોકોને રકતદાન અંગે જાગૃતિ લાવવા માટે ખાસ પ્રયત્નો કરવા જોઈએ…

AD…

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ નરેશભાઈ પટેલ સાથે ગ્રામજનો,રેઈન્બો વોરિયર્સ ધરમપુરના કો ઓર્ડીનેટર શંકરભાઈ પટેલ, ડૉ.વીરેન્દ્ર ગરાસીયા, મિતેશ પટેલ, પ્રિતેશ પટેલ, વિજયભાઈ ગરાસિયા, ભાવેશ ગરાસિયા, ડેનિશકુમાર, મંજુલાબેન, હેમિના ગરાસિયા, રિતેશ ગરાસિયા, હિરેન ગરાસીયા, મયુર ગરાસિયા, કૌશિક પટેલ, યોગીન પટેલ ચેતન પરમાર હિમાંશુ દેસાઈ, વિમલ પટેલ.સાકાર વાચન કુટીરના વાચક મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા ખુબજ પ્રયાસ કર્યો હતો.

AD..

સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેઈન્બો વોરિયર્સ ધરમપુર કો.ઓર્ડીનેટર શ્રી શંકરભાઈ પટેલ, ડૉ.વીરેન્દ્ર ગરાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું.આભાર વિધિ ડુમિયાની કોલેજના પ્રોફેસર ડૉ.ધીરજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું…
AD..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here