ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

0
379

ગુજરાતમાં આજે ફરી વરસાદ જોર પકડી શકે છે, હવામાન નિષ્ણાંતોના મતે આજે ફરી એકવાર રાજ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. હાલમાં જ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આજે ફરી એકવાર સાંજના સમયે કડાકા-ભડકા સાથે વસસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ અગામી સમયમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે પણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

કેરળ પર ચોમાસું પહોંચે ત્યારે ભારતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત ગણાય છે. જે બાદ ભારતના અન્ય વિસ્તારો સુધી ચોમાસું પહોંચે છે.

Ad..

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ગઇ કાલે જે વરસાદ થયો તેને પ્રિ-મોન્સુન એક્ટિવિટી કહેવામાં આવે છે. રાજ્યમાં વિધિવત 4 જૂનથી ચોમાસાની શરુઆત થશે. રાજ્યમાં અગામી બે દિવસ વરસાદ થવાની સંભાવના જોવા છે. આગામી બે દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. અગામી 4 જૂન વરસાદનું રોહીણી નક્ષત્ર છે. જેથી આ નક્ષત્રમાં વરસાદ થવાની ભારે સંભાવના હોય છે.

Ad..

આ વર્ષે રાજ્યમાં ચોમાસું સમયસર શરુ થશે.આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાની સંભાવના જોવા મળી રહી છે. અરબ સાગરમાં વાવાઝોડા સર્જવાની સંભાવના છે જેથી જૂનના પ્રથમ સપ્તાહમાં 4,5 અને 6 જૂન દરમિયાન વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે. વાવાઝોડાને લીધ ભારે પવન ફુકાવાની સંભાવના જોવા મળી રહીછે.

Ad..

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે.પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થશે અને 15 જૂનથી દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ આવી જશે . 10 થી 12 જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થશે. 22-23 અને 24 જૂને ગુજરાતના અનેક ભાગોમાં સત્તાવાર ચોમાસુ શરૂ થશે અને જૂન જુલાઈ માસમાં ગુજરાતમાં સારો વરસાદ નોંધાશે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here