ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે જેની પ્રતિકલાકની ઝડપ 30-40 રહેવાની અને વધીને 50kmph થવાની પણ શક્યતાઓ છે. પરંતુ આ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાનું છે. ગુજરાતમાં જુન મહિનાના પ્રથમ દસ દિવસમાં એકસાથે બે વાવાઝોડા ટકરાશે તેવી આગાહી કરાઈ હતી.
જ્યમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થઇ રહી છે. રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે. આગામી 5 દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની હવામાન વિભાગની આગાહી છે. અનેક વિસ્તારમાં એવો તો પવન ફૂંકાય છે કે જાણે મીની વાવાઝોડું આવ્યું હોય . ભારે પવનના કારણે વૃક્ષો અને છાપરા તેમજ વીજ પોલ ધરાશાયી થવાની ઘટના બને છે.
આવનાર ૪૮ કલાકમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનશે, જે ધીમે ધીમે આગળ વધશે અને વાવાઝોડામાં ફેરવાશે. વાવાઝોડામાં ફેરવાશે ત્યાર પછી તેમની સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હશે.
અરબી સમુદ્રમાં વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે અને હવાના દબાણનો માર્ગ દેશના પશ્ચિમ તરફ રહેતા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તેની અસર ગુજરાત સહિત રાજસ્થાનોના ભાગો સુધી થવાની શક્યતા રહેશે.
આવનાર દિવસોમાં આ વર્ષનું બીજું અને અરબી સમુદ્રનું પ્રથમ વાવાઝોડું બનશે. બિપોરજોય વાવાઝોડું. હાલના મોડલો મુજબ વાવાઝોડાની સ્પીડ 80થી 100 કિલોમીટર વચ્ચે મેક્સિમમ હોઈ શકે છે. વાવાઝોડું બન્યા પછી મોડલોમાં અને પવનની સ્પીડમાં ફેરફાર થતો હોય છે.
સર્ક્યુલેશન લો પ્રેશર બનશે તે પછી તે વાવાઝોડું બનીને ત્રાટકશે કે નહીં તે નક્કી થતું હોય છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે લો પ્રેશર બન્યા પછી તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તે અંગેનો અભ્યાસ કરવામાં આવશે અને તે પછી તે અંગે આગાહી કરવામાં આવશે.
ભેજના કારણે બનેલી લોકલ કન્વેક્ટિવિટીની અસરના લીધે તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન હતું તેથી રાજ્યમાં વરસાદ થયો હતો. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર હતી. જોકે, હજુ પણ ભેજનું પ્રમાણ વધુ છે અને ગરમી વધશે તેના કારણે લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીના કારણે વરસાદ થવાની શક્યતાઓ છે.