ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, હવે સૂક્ષ્‍‍મ સિંચાઇના ઉપયોગ માટે મહત્તમ 5 હોર્સ પાવરનું અલાયદું ખેત વીજ જોડાણ મળશે

0
345

  • હોજમાંથી પાણી ખેતી સુધી પહોંચાડવા હવે વીજ જોડાણ મળશે
  • સુક્ષ્‍મ સંચાઈ પદ્ધતિ માટે હવે મોટર મારફતે પાણી ખેત સુધી પહોંચશે
  • મહત્તમ 05 હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જોડાણ આપશે

ખેતીવાડી જમીનમાં હોજમાંથી પાણી ઉદ્ધહન કરી સુક્ષ્‍મ સંચાઈ પદ્ધતિથી ખેતી માટે ઉપયોગમાં પાણી લેવા બાબતે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

હોજમાંથી પાણીને ખેતી સુધી પહોંચાડવા હેતુ માટે મહત્તમ 05 હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જોડાણ આપશે.

Ad…

ઉર્જા વિભાગે પરિપત્રમાં શું જણાવ્યું
ઉર્જા વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં જણાવ્યા અનુસાર તા.30-03-2017ના પત્ર મુજબ જે ખેડૂત કૃષિ વીજ જોડાણ ધરાવતો ન હોય પરંતુ અન્ય કોઈ પણ સ્ત્રોત દ્વારા પોતાની જમીનમાં હોજ પાણી ભરે તો તેને સિંચાઈ હેતું ઉપયોગ કરી શકે અને પોતાની પાકની પિયતની જરૂરિયાત પૂરી કરી શકે તે હેતુથી આવા ખેડૂતોને સૂક્ષ્‍મ સિંચાઈ પદ્ધતિ હેતુ મહત્તમ 05 હોર્સ પાવરનું અલાયદુ કૃષિ વીજ જોડાણ આપવા માટે ધારાધોરણો/ શરતો નિયમ કરવામાં આવે છે

ખેત તલાવડી માટે મળશે વીજ જોડાણ
અત્રે તમને જણાવી દઈએ કે, હોજ, સંપ,ટાંકા, ખેતતલાવડીમાંથી પાણી ઉદ્વહન કરી શકશે તેમજ સિંચાઈ વિભાગ દ્વારા નોંધવામાં આવેલ ખેતતલાવડીઓ ઉપરાંત સ્વખર્ચે બનાવેલ ખેતતલાવડીઓને પણ લાગુ રહેશે.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here