કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનાર પેટા આરોગ્ય કેન્દ્રનું જીતુભાઇ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત

0
253

વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા વિસ્તારમાં કપરાડા તાલુકાના વડખંભા પારડી તાલુકાના અરનાલા અને ધગળમાળ ગામે રૂા. 31 લાખના ખર્ચે નિર્માણ થનાર પેટા આરોગ્ય કેન્દ્રના મકાનનું ખાત મૂર્હત જીતુભાઇ એચ. ચૌધરી ધારાસભ્ય કપરાડા વિધાનસભા પૂર્વ રાજ્યકક્ષા મંત્રીશ્રી,કલ્પસર, મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો),નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા ના હસ્તે કરવામાં આવ્યું હતું.

જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઘર આંગણે આરોગ્ય- તબીબી સુવિધા અને માર્ગદર્શન મળે તો માટે સવિશેષ કાળજી સરકાર દ્વારા લેવામાં આવેલ છે. જ્યારે બાળક તંદુરસ્ત હોય તો ઘર તંદુરરસ હોય પરિવાર અને પરિવાર હોય તો ગામ અને ગામ હોય તો રાજ અને રાજ તંદુરસ્ત હોઈ છે. ત્રણ જગ્યા 31 લાખ રૂપિયાનું મકાનો મંજુર કરવામાં આવ્યા છે. પેટા આરોગ્ય કેન્દ્ર માં સગર્ભા હોય ત્યારથી સરકારે ચિંતા કરે કે એનું બાળક તંદુરસ્ત આવે કે બાળક બાળક તંદુરસ્ત આવે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.

જિલ્લા આરોગ્ય અધિકારી રાઠોડ દ્વારા આરોગ્ય ની સેવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
એક જ છતને નીચે તમામ પ્રકારની સેવાઓ લાભાર્થીને મળી જાય એનો જે અભિગમ છે એના માટે પેટા આરોગ્ય કેન્દ્ર મકાનના ખાતમુરત પ્રસંગ છે દરેક વ્યક્તિ પોતાના જીવનનો આનંદ લઇ શકે એ માટે સરકાર કટિબંધ હોય છે કોઈ પણ સ્થળ પર જન્મ થાય ત્યારથી તેને છેલ્લે સુધી તબક્કા વાર સરકાર મદદ રૂપ થાય છે.આજે ગ્રામ્ય લેવલે છે અને 110 પ્રકારની દવાઓ રોગોની સારવાર આપણે કરીએ છીએ સાત પ્રકારની લેબોરેટરી સર્વિસ આપણે આપીએ છીએ રસીકરણ કરવાનું અને રસીકરણ પછી બાળક શાળામાં જ્યારે આવે ત્યારે જે પોષણ સંબંધી સુધી વૃદ્ધાવસ્થામાં આવે ત્યાં સુધી તંદુરસ્ત રીતે પગ પર ઉભા રહીને પોતાનું જીવન સારી પસાર કરે એના માટે આપણી સરકાર સેવા માટે તત્પર રહે છે.

પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે પારડી તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા શૈલેષભાઈ પટેલ ,પૂર્વ સરપંચ સરિતા પટેલ, ગામના અગ્રણીઅને સામાજિક કાર્યકર રોહીન સૂઈ, સતિષ પટેલ, હસમુખભાઈ પટેલ, દલપતભાઈ પટેલ મહિલા પ્રમુખ ભાજપ પારડી કલ્પના પટેલ, પૂર્વ સરપંચ શરદભાઈ ગાંગોડા, રાજુભાઈ આહીર, જીજ્ઞેશભાઇ, ધગળમાળ સરપંચ અંકિતાબેન ,શાળાના આચાર્ય , તલાટી કમ મંત્રી, આરોગ્ય વિભાગના કર્મચારીઓ,ગામના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here