પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ૧૫થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની કરાઈ શરૂઆત

0
178

જીએનએ બનાસકાંઠા:

યાત્રાધામ અંબાજી ખાતે શૈક્ષણિક શાળાઓમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાનું શરૂ થયું

અંબાજી ખાતે સરકારના આદેશ મુજબ 15 વર્ષ થી 18 વર્ષ સુધીના શાળામાં ભણતા બાળકો નો વેક્સિન આપવાનું અભિયાન શરુ થયું.

વડાપ્રધાને દેશમાં જાન્યુઆરી થી બાળકોને પણ રસી આપવાનું જાહેરાત કરી હતી તે અંતર્ગત સરકારે બાળકોને રસી આપવાનું અભિયાન શરૂ કર્યું છે શાળાઓમાં અભ્યાસ કરતા ૧૫ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને આજથી શાળાઓમાં જ કોરોનાનો રસીનું આપવાનું શરૂ કરાયું હતું આ માટે બાળક ના વાલીની સંમતિ પણ ફરજિયાત કરાઈ છે

આરોગ્ય વિભાગના કર્મચારીઓ દરેક શાળામાં જઇને આ વેક્સિનેશન ની કામગીરી કરી રહ્યા છે શાળાના આચાર્યશ્રી અને શિક્ષક ગણ પણ આ વેક્સિનેશન અભિયાનમાં સહભાગી થઈ રહ્યા છે અને ઉમદા કાર્ય કરી રહ્યા છે તેઓ વાલીઓને પોતાના સંતાનોને રસી અપાવવા માટે સમજાવી પણ રહ્યા છે અને બાળકોમાં પણ રસી લેવાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે

Ad……

Resort-Like Residence
2 & 3 BHK Flat Scheme.
Contact for Booking
M.8511952623

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here