કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ વાપી થી શામળાજી અને નાસિક જતા નેશનલ હાઈવે નંબર 56 ની હાલત પણ ખખડધજ

0
151

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાના મોટાભાગના રસ્તાઓની હાલત ખરાબ થઈ છે. તેવામાં ઔદ્યોગિક નગરી વાપી થી શામળાજી અને નાસિક જતા નેશનલ હાઈવે નંબર 56 ની હાલત પણ ખખડધજ થઈ છે.

Ad..

વાપીના ડુંગરા અને કરવડ થી પસાર થતો હાઇવે દર વર્ષે ભર ચોમાસાના પહેલા વરસાદમાં જ ધોવાઈ જાય છે .આથી અસંખ્ય વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વર્ષે પણ ચોમાસાના પ્રથમ તબક્કામાં જ આ નેશનલ હાઈવે તૂટવાની શરૂઆત થઈ હતી અને અત્યારે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. ચણોદ થી ડુંગરા અને કરવડ સુધીના નેશનલ હાઈવે પર મસ મોટા ખાડા પડ્યા છે. આથી આ નેશનલ હાઇવે છે કે ખાડા તે જ ખબર નથી પડતી રસ્તામાં પડેલા મોટા ખાડાઓ માં વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહનચાલકો ને ખાડો ન દેખાતા પટકાય છે અને અકસ્માતો સર્જાય છે.

ખરાબ રસ્તાઓને કારણે કલાકો સુધી આ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે. આથી દર વર્ષે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વર્ષે પણ વરસાદી માહોલમાં આ રસ્તો તૂટી જતા અસંખ્ય વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે આ રસ્તા નું રીપેરીંગ કરવામાં આવે અને દર વર્ષે રસ્તો ખરાબ થવાથી સર્જાતી સમસ્યા થી છુટકારો મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here