કપરાડા ના સુખાલા અને પારડી તાલુકાના ગોઇમા બે તાલુકાના ગામોને જોડતો કોલક નદી પર કોઝવે ધોવાણ થઈ ગયો.

0
443

વલસાડ જિલ્લાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કોલક નદીમાં ત્રીજી વખત ભારે પુરની સ્થિતિમાં મોડી રાત્રે કોલક નદી બે કાંઠે વહેતા અને કપરાડા ના સુખાલા અને પારડી તાલુકાના ગોઇમા બે તાલુકાના ગામોને જોડતો કોઝવે ધોવાણ થઈ ગયો.

લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પારડી તાલુકામાં અરનાલા અને પાટી ગામની વચ્ચેથી વહેતી કોલક નદીના કોઝવે ઉપર પાણીનો ધસમસતો પ્રવાહમાં કિનારો ધોવાણ થઇ ગયો છે.

ઉલ્લેખનિય છે કે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીને કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે.
ગોઇમા થી સુખાલા થઈ વાપી જોડતો મુખ્ય માર્ગ હોય પ્રતિરોજ હજારો લોકોની અવરજવર થતી હોય છે.

કપરાડામાં મોસમતો ૯૩.૫૬ ઇંચ વરસાદ નોંધાઇ ગયો
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલરૂમ તરફથી પ્રાપ્ત મોસમના કુલ વરસાદના આંકડા મુજબ વલસાડમાં ૬૨.૧૬ ઇંચ, ધરમપુરમાં ૬૫.૦ ઇંચ, ધરમપુરમાં ૭૦.૭૬ ઇંચ, કપરાડામાં ૯૩.૫૬
ઇંચ, ઉંમરગામમાં ૮૦.૦ ઇંચ અને વાપીમાં ૮૦.૪૪ ઇંચ વરસાદ નોંધાઇ ગયો છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here