ગુજરાત ફરતે કોરોના વાયરસનો ભરડો દિવસેને દિવસે વધુ મજબૂત થતાં ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૩૫૦ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં ૨૪ મે એટલે કે ૨૨૬ દિવસ બાદ પ્રથમવાર કોરોનાના દૈનિક કેસે ૩ હજારની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧ મૃત્યુ અમરેલીમાં થયું હતું. નવા વર્ષના પ્રથમ પાંચ દિવસમાં જ રાજ્યમાં કુલ ૮૯૧૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.