- આઠ દેશમાં ઓસ્ટ્રેલીયા, કેનેડા, ફ્રાંસ, ભારત, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, UK અનેUSનો સમાવેશ થાય છે.
- જહાજમાં સવાર યાત્રીઓ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ આ જહાજને પરત જવાના આદેશ આપવામાં આવ્યા હતા.
હોંગકોંગ દ્વારા બુધવાર જાહેરાત કરવામાં આવી છે કે, ઓમીક્રોનના સંક્રમણના પ્રકોપના કારણે 8 દેશની ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ આઠ દેશમાં ઓસ્ટ્રેલીયા, કેનેડા, ફ્રાંસ, ભારત, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, UK અનેUSનો સમાવેશ થાય છે. આ દેશમાં હવાઈ મુસાફરી કરતા કોઈ પણ મુસાફરને હોંગકોંગમાં ઉતારવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને આ દેશોમાં રહેતા લોકોને હોંગકોંગના પ્રવાસ માટેની મંજૂરી આપવામાં આવશે નહીં.હોંગકોંગમાં એક જહાજ પર હાજર રહેલા લોકોને કોરોના ટેસ્ટીંગ દરમિયાના જહાજ પર જ રહેવા માટેની સુચના આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, જહાજમાં સવાર યાત્રીઓ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ આ જહાજને પરત જવાના આદેશ આપવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર અધિકારીઓએ રીયલ કૈરેબિયનના જહાજ સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝ જહાજને બુધવારના રોજ એક દિવસ પહેલા જ પરત આવવાનો આદેશ આપ્યો છે. આ જહાજે રવિવારના રોજ યાત્રા શરૂ કરી હતી અને તે બુધવારે સવારે હોંગકોંગ પહોંચ્યું હતું.
રોયલ કૈરેબિયનને એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, કોરોના સંક્રમિત આવેલા નવ યાત્રીઓને અલગ કરી દેવામાં આવ્યા છે અને જહાજમાં સવાર તમામ લોકો કોરોના સંક્રમિત ન હોવાનું પુષ્ટિ થઇ ગઈ છે. રોયલ કૈરેબિયને નિવેદનમાં કહ્યું હતું કે જહાજમાં સવાર તમામ મુસાફરોને 25% ભાડું પરત આપવામાં આવશે. જહાજની ગુરુવારની તમામ ટ્રીપ પણ રદ્દ કરી દેવામાં આવી છે. જહાજના તમામ કર્મચારીઓનો તમામ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોએ ટ્રીપ બુકિંગ કરી છે કે, તેમને આખું ભાડું પરત આપવામાં આવશે.
હોંગકોંગના નેતા કૈરીલૈમે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલીયા, કેનેડા, ફ્રાંસ, ભારત, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, બ્રિટન અને અમેરિકાથી ઇડતી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ તમામ દેશની ફ્લાઈટ અને મુસાફરોને હોંગકોંગમાં ઉતારવાની મંજૂરી નહીં મળે. આ ઉપરાંત આ દેશમાં રહેતા લોકોને અન્ય ટ્રાન્જિસ્ટ ફ્લાઈટ સહિત હોંગકોંગ આવનારી ફ્લાઈટમાં બેસવાની પણ અનુમતી આપવામાં આવશે નહીં. તો બીજી તરફ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેળા લોકોને શોધવા માટે અલગ-અલગ જગ્યા પર તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત રોયલ કૈરેબિયન જહાજને જલ્દી જ બંદર પર પરત આવવાનો આદેશ આપ્યો છે.છેલ્લા 7 મહિનામાં કોરોના વાયરસથી મુક્ત થયા બાદ છેલ્લા ઘણા અઠવાડિયાથી કોંગકોંગમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઓમીક્રોન વેરિયન્ટના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. જેથી અધિકારીઓ સહિત લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. હોંગકોંગમાં 25 ડિસેમ્બરના રોજ 25 કેસ સામે આવ્યા હતા. એપ્રિલ બાદ આ સૌથી વધારે સંખ્યા છે.ત્યારબાદ જાહેરાત કરી દેવામાં આવી હતી કે હોંગકોંગમાં જીમ, બાર, નાઈટક્લબ સહિત ઇન્ડોર ડાઈનીંગ બંધ કરવામાં આવે. તો બીજી તરફ શાળાઓ શરૂ રહેશે. તો ગત અઠવાડિયે હોંગકોંગની ઘણી ઈમારતોને લોક કરવામાં આવી હતી. તેનું કારણ એ હતું કે આ ઇમારતોમાં ઓમીક્રોનનો કેસ સામે આવ્યો હતો. ઓમીક્રોનના કેસ ઘટાડવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચીનની સાથે-સાથે હોંગકોંગ એવા શહેરોમાંથી એક કે જેમાં કોરોનાની સ્ટ્રેટજીનું પાલન કરવામાં આવે છે.