આ તસ્વીર છે વલસાડ કોન્વેન્ટ સ્કૂલ ની જ્યાં આજે સવારે વાલીઓ અને બાળકો કોવિડ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે…
વલસાડ જિલ્લામાં પણ ટૂંક સમયમાં કોરોના પોતાનો રુદ્ર સ્વરૂપ ધારણ કરશે અને ફરી ઓનલાઇન શાળાઓ રાત્રિ કર્ફ્યું અને કલમ ૧૪૪ સાથે વિકેન્ડ માં કર્ફ્યું જેવા કડક નિયમો ભોગવવા તૈયાર રહેવું…
ફક્ત કોન્વેન્ટ જ નહીં શહેરની તમામ શાળાઓમાં આ દ્ર્શ્યો સામન્ય રીતે જોવા મળે છે…
શાળામાં પરીક્ષા હોઈ બાળકોને ફરજિયાત શાળામાં પરીક્ષા આપવાની હોય વાલીઓ અને વિદ્યાર્થીઓ નો જમાવડો આપ સ્પષ્ટ જોઈ શકો છો જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ માસ્ક વગર બિન્દાસ દેખાઈ રહ્યા છે…
તકેદારીના ભાગરૂપે કોઈ તકેદારી નહિ…
પછી વાંક કોનો કાઢવો…?
કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહિ અને મોટે ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ માસ્ક પણ યોગ્ય રીતે નથી પહેરી રહ્યા…
આ માહોલ જોતાં વલસાડ જિલ્લામાં પણ ટૂંક સમયમાં કોરોના પોતાનો રુદ્ર સ્વરૂપ ધારણ કરશે અને ફરી ઓનલાઇન શાળાઓ રાત્રિ કર્ફ્યું અને કલમ ૧૪૪ સાથે વિકેન્ડ માં કર્ફ્યું જેવા કડક નિયમો ભોગવવા તૈયાર રહેવું…
અહી એક વાત સ્પષ્ટ કરવી કે શહેરની તમામ શાળાઓમાં શિક્ષકો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે પણ એમની કોઈ વિગત જાહેર કરવામાં નથી આવી રહી જેથી સાવચેત રહેતા વાલીઓ માં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે…
એક તરફ શિક્ષણ જરૂરી અને બીજી તરફ કોરોના કહેરનો ખોફ સ્તીથી તણાવ પૂર્ણ પણ તંત્રની કવાયત મુજબ સબ સલામત…
મિત્રો રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જેમણે ઓનલાઇન ભણવું છે એમને ઓનલાઇન ભણાવવામાં આવે શાળા આ બાબતે કોઇ જબરજસ્તી કરી શકે નહિ ત્યારે વાલીઓ એ સ્તિથ મુજબ નિર્ણયો લેવા જોઈએ એવી અમારી ભલામણ…
સાવચેત રહો…
સુરક્ષિત રહો…
વલસાડ સિટીઝન જર્નાલીસ્ટ …
06/01/2022
જય ભારત…
જય જય ગરવી ગુજરાત…