ધરમપુરના નવીનગરી પ્રાથમિક શાળા, માલનપાડામાં યોજાયો ત્રિવેણી કાર્યક્રમ

0
235

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નવીનગરી પ્રાથમિક શાળા, માલનપાડામાં યોજાયો ત્રિવેણી કાર્યક્રમ

નવીનગરી પ્રાથમિક શાળા, માલનપાડા, ધરમપુરમાં ગિજુભાઈ બધેકા બાળમેળો કે જેમાં કાગળકામ, માટીકામ, ચિટકકામ, ટોક શો, વાર્તા કથન, નાટક, એકપાત્રિય અભિનય, નૃત્ય અને લાઈફ સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત ડ્રીલિગ, ગિરમીટ વાપરવી , ખીલી ઠોકવી, જેક વાપરવો, કારનું ટાયર ખોલવું- ફીટ કરવું, ફયુઝ બાંધવો, વિવિધ પ્રકારના મિકેનિકલ સાધનો વાપરવા વગેરે જેવી જીવનોપયોગી પ્રવૃત્તિઓ બાળકોએ આનંદ સાથે કરવામાં આવી હતી.

વિશેષમાં આજ રોજ શાળાના ખુબ જ ઉત્સાહિત આચાર્ય મહેન્દ્રસિંહ પરમારના જન્મદિન નિમિત્તે શાળાના દરેક બાળકને તિથિ ભોજન કરાવાયું જેમાં બાળકોને ખુબ જ આનંદિત થઈ ગયા અને શાળાના આચાર્ય અને ઉપાચાર્યના પ્રયત્નો થકી વાપી સ્થિત મૂળ ધરમપુરનાં હરીશભાઈ આર્ટ તેમજ એમનું જૈન મંડળ દ્વારા વાપીના હરિશ આર્ટ ના સહયોગથી શ્રી ભીડ ભજન પશ્વરનાથ જૈન આરાધક સંઘ જી. આઈ. ડી. સી.વાપીના પ. પૂ. યુગ પ્રધાન આચાર્ય સમ ચંદ્ર શેખરની પ્રેરણાથી વાપીના તારાચંદ કે.શાહ, અલ્પેશભાઈ મારુ ,મિતેષ કાંતિલાલ ગુઢકા, મ્યુરભાઈ કેશવજી ગોસરાણી, શાંતિલાલ કે. શાહ, હિરેન અરવિંદભાઈ દોઢિયા , કુંતલભાઇ નેમચંદ શાહ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ઠંડીથી ધાબળા આપવામાં આવ્યા હતા.

શાળાના 225 બાળકોને ઠંડીનાં દિવસોમાં ધાબળા, ચવાણું અને ચોકલેટ મળતાં એસ. એમ.સી. સભ્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળતાં જૈન મંડળ દ્વારા જૈન ધર્મની સુંદર વાતોનું બાળકોએ રસપાન માણ્યું. આવેલા મહેમાનોનું શાબ્દિક તેમજ સ્વનિર્મિત બાળકો દ્વારા બનાવાયેલ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ શાળાના આચાર્ય શ્રી દ્વારા પુસ્તક આપી આભારવિધિ કરતાં ખુબ ભાવમય અને આત્મિય વાતાવરણ સર્જાયું હતું.

Ad..

Flat for sell at Sargasan
Very prime location
3 bhk
New scheme
256 sq.yd
284 sq.yd
287 sq.yd
Call on 9974001993 for more information

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here