ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે.

0
195

  • તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે.
  • અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે.
  • ભારતમાં આજે 90 હજારથી વધુ કેસ સામે આવ્યા
  • દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ખતરનાક રીતે વધી રહી છે.

ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે.

પુન:કંટ્રોલ રુમ કાર્યરત થશે
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્રએ કમર કસી છે.મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં 10 નોડલ ઓફિસર,આરોગ્ય અધિકારીઓ સહિતના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.આગામી સમયમાં ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે કોરોનાને લઈને પુન:કંટ્રોલ રુમ કાર્યરત કરાશે.આ સાથે તંત્રને ટેકનિકલી અપડેટ રહેવા માટે પણ સૂચના અપાઇ છે.સારી આરોગ્ય સુવિધા સહિત ડિજિટલી એક્ટિવ રહેવા પર ભાર મૂકાયો છે.

ભારતમાં આજે 90 હજારથી વધુ કેસ સામે આવ્યા
દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ખતરનાક રીતે વધી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગત 24 કલાકમાં 56 ટકાના વધારા સાથે 90 હજાર 928 લોકો સંક્રમિત થયા છે. આની પહેલા બુધવારે 58 હજાર મામલા સામે આવ્યા હતા. ગત 24 કલાકમાં હજારો લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 2630 થઈ ગઈ છે. જેમાંથી 995 લોકો સાજા થયા છે. દિલ્હીની વાત કરીએ તો ખરાબ વાત એ છે કે અહીં 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જે ચિંતાજનક છે. રિકવરી દર પણ ગત દિવસોની સરખામણીએ ઘટીને 97. 81 ટકા રહી ગયો છે.

કઇ તારીખે કેટલા કોરોના કેસ નોંધાયા

3350 કેસ-5 જાન્યુઆરી 2022
2265 કેસ- 4 જાન્યુઆરી 2022
1259 કેસ- 3 જાન્યુઆરી 2022
968 કેસ- 2 જાન્યુઆરી 2022
1069 કેસ- 1 જાન્યુઆરી 2022
654 કેસ – 31 ડિસેમ્બર 2021
571 કેસ – 30 ડિસેમ્બર 2021

કઇ તારીખે કેટલા ઓમિક્રોન કેસ નોંધાયા

50 કેસ -5 જાન્યુઆરી 2022
02 કેસ- 4 જાન્યુઆરી 2022
16 કેસ- 3 જાન્યુઆરી 2022
0 કેસ- 2 જાન્યુઆરી 2022
23 કેસ- 1 જાન્યુઆરી 2022
16 કેસ – 31 ડિસેમ્બર 2021

Ad…

Flat for sell at Sargasan
Very prime location
3 bhk
New scheme
256 sq.yd
284 sq.yd
287 sq.yd

Call on 9974001993 for more information

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here