લેણ – દેણના સંબંધ ….

0
2

.

*” લેણ – દેણના સંબંધ “*

*એક વડીલની સાથે હું બેઠો હતો ,*
*અચાનક મોબાઈલમાં જોતા જોતા તેઓ હસી પડ્યા…*

*રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા .*

*મે તેમની સામે જોઈને હસવાનું કારણ પૂછ્યું .*

*વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા ,*

*” દિલની વાત કરું છું…”*

*આ મારો છોકરો , જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી ,”*

*ત્યારે કહેતો ,*

*” આટલું વજન મારા એકલાથી ના ખસેડાય , તું મદદ કરાવ…”*

*” મારો બેટો હનીમૂન કરવા ગયો છે , તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે .”*

*” પાછો લખે છે ,*

*” તેરે બીના ભી ક્યાં જીના “*

*” સાહેબ મને એ કહો કે -“*

*LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..?*

*” આ યુવાન વર્ગ લાગણી ને સમજે છે શુ ? “*

*” લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય .”*

*બે મિનિટ ચૂપ થઈ ,*

*ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે ,*

*” તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા .”*

*” કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા .”*

*” આટલા વખતમા એક વખત પણ તેણે અમને આવા શબ્દો કીધા હોત કે ,”*

*” તેરે બીના ભી ક્યાં જીના “.*

*” સાહેબ સોગંદપૂર્વક કહું છું .”*

*(વડીલ ભાવ વિભોર થઈ મારો હાથ પકડી લીધો )*

*” આખી જીંદગીનો અમારો થાક ઉતરી જાત .”*

*” આ તો ,*
*તમારી સાથે દિલ મળી ગયું છે એટલે વાત કરાય .”*

*” સાહેબ ,”*

*” મોટા છોકરા ને ભણાવીને વિદેશ મોકલ્યો ,”*

*” લગ્ન કરી તેના પરિવાર સાથે ખુશ છે .”*

*” પણ સાહેબ ,”*

*” એક વાત નો જવાબ આપો ,*
*ભણાવી ગણાવી કમાતો કર્યો ,*
*તેના પગાર અને મોભાનો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે ,”*

*” તેની પ્રગતીનો જશ્ન તેઓ મનાવે છે ,”*

*” તે નાદાન ને ક્યાં ખબર છે કે ,*
*તારા પગાર અને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરિયાએ હા પાડી છે .”*

*” પથ્થરમાંથી શિલ્પ માબાપ બનાવે છે ,”*
*” અને “*
*” એ પથ્થર દિલના સંતાન માબાપની આંખની ભાષા પણ ના વાંચી શકે ત્યારે દુઃખ થાય .”*

*વડીલ ની આંખમાં*
*પોતાના સંતાન પ્રત્યે ની ફરિયાદ અને દુઃખ હતુ .*
*પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું .*

*સ્વસ્થ થઈ તેમણે મને પુછયુ ,*
*” તમારે સંતાન કેટલા ?*

*મેં કીધું, ” એક .”*

*મને કહે ,*

*” સાહેબ ,”*
*” સંતાનો નો વાંક નથી ,”*
*તે તો આ સમાજ વ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ ગયા છે .”*

*” વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપેક્ષા રાખી સંતાનને મોટા કરીએ છીએ .”*

*” સાહેબ ,”*
*” મારા અનુભવ ઉપરથી એક સલાહ આપું છું ,”*

👇
*” ફક્ત લેણ – દેણના સંબંધ સમજીને જ સંતાનને મોટા કરજો .”*
*” તો જ જિંદગી આનંદથી જશે .”*

👆 *તમારા ઘરમાં બાળકો હોય તો આ સ્ટોરી અવશ્ય વાંચજો અને વંચાવજો .*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here