આદિવાસી સમાજ માટે હોળી એટલે.. આનંદ ઉલ્લાસ સાથે કુદરતના નવા રંગરૂપ ને સ્વાગત કરવાનો દિવસ !

0
130

  • આદિવાસી સમાજ માટે હોળી એટલે..
  • આનંદ ઉલ્લાસ સાથે કુદરતના નવા રંગરૂપ ને સ્વાગત કરવાનો દિવસ !
  • આદિવાસી સમાજ માટે હોળી એટલે..
  • આનંદ ઉલ્લાસ સાથે કુદરતના નવા રંગરૂપ ને સ્વાગત કરવાનો દિવસ,
  • પાનખર ઋતુ પછી વૃક્ષ,ઝાડ પાન,વનસ્પતિના નવા પર્ણો ફુટવાનો આનંદ.
  • લણણી પુર્ણ કર્યાનો આનંદ સાથે સમાજમાં પ્રાકૃતિક ઉત્સાહ આપતો સામાજિક ઉત્સવ
  • ચોમાસું પાકનાં વાવેતર પછી આઠ મહિના જેટલી આકરી મહેનત પછી માર્ચ થી જુન વિવિધ સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન,સગાઇ,નવા ધરના બાંધકામની શરૂઆત,
  • ખેતરમાં સારો પાક ઉતરશે એવી આશા સાથે નવું ધાન્ય ચઢાવવાનો રિવાજ,
  • આદિવાસીઓનાં આરાધ્ય દેવી દેવતાઓની ખાસ પૂજા.

મુકેશભાઈ પટેલ સરપંચ નાનાપોઢા હોળી પર્વ વિશેસ માહિતી આપતા જણાવ્યું કે નાનાપોઢા ગામમાં વર્ષોથી એકજ હોળી બનાવવામાં આવે છે.મહત્વ પવનની દિશાથી આવનારું વર્ષ નક્કી થાય છેઃ ખાસ કરીને વડીલો અને વૃદ્ધો હોય છે. તે આવનારું વર્ષ એક હોળી પ્રગટાવ્યા બાદ તેના પવનની દિશાથી આવનારું વર્ષ નક્કી કરતા હોય છે, જેમાં ચાર દિશા અને ચાર ખૂણા પરથી આવનારું વર્ષ નક્કી કરવામાં આવશે, જેમાં અલગ અલગ સ્થળે અલગઅલગ પવનની દિશા જોવા મળતી હોય છે. આમાં અગ્નિ, પૂર્વ, ઉત્તર, વાયવ્ય દિશામાં જાય તો સામાન્ય રીતે વેપારી અને આર્થિક દ્રષ્ટિએ આવનારું વર્ષ સારું ગણવામાં આવે છે. જ્યારે ઉપર પવન જતો હોય તો આવનારા વર્ષમાં વરસાદ સારો થવાની પણ આશા જોવા મળે છે. જ્યારે દક્ષિણ, નૈઋત્ય દિશામાં જાય તો રાજકીય અવરોધ આવી શકે છે. જ્યારે પશ્ચિમ દિશામાં જાય તો પાણીની તંગી કે અનાજની અછત ઉદ્ભવી શકે છે.

✍️ફાલ્ગુની વસાવડા….

હોલી ખેલે રઘુવીરા અવધમે હોલી ખેલે… એ ગીતના બોલ મુજબ.. બાલક રામ પણ હોલી રમશે!

ફાગણ સુદ પુનમ એટલેકે હોળીનો તહેવાર આવે છે, તો સૌને હોળી ધુળેટીનાં રંગ ભર્યા તહેવારની ખૂબ ખૂબ વધાઈ. હોળીની પૌરાણિક કથાથી આપણે સૌ વાકેફ છીએ, એટલે કે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ નાનપણથી જ વિષ્ણુ ભક્ત હતો, અને તેને વિષ્ણુ ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી. જ્યારે હિરણ્યકશ્યપ એક દાનવ કુળમાંથી હતો, અને રાક્ષસી વિચાર ધારા હોવાથી, તે પોતાની જાતથી વધુ કોઇ શ્રેષ્ઠ છે, એવું સ્વીકારી શકતો નહીં. તેણે પોતાના પુત્રને પણ કહ્યું કે ભગવાન જેવું કંઇ હોતું નથી, તું મને સંસારનો શ્રેષ્ઠ માની અને મારી ભક્તિ કર, એટલે કે મારાં કહ્યા મુજબ તું જીવ. પરંતુ પ્રહલાદે તેની વાત માની નહીં, અને એને કારણે હિરણ્યકશ્યપ એ પોતાના સગા પુત્રને મારવા માટે ખૂબ બધી કોશિશ કરી, અને છતાં તે કામયાબ થયો નહીં, ત્યારે તેની બહેન હોલિકા, કે જેને અગ્નિ બાળે નહીં તેવું વરદાન હતું, તેણે કહ્યું કે ભાઈ હું એને મારા ખોળામાં લઇને અગ્નિ ઉપર બેસીશ, એટલે તે ભસ્મ થઇ જશે. પરંતુ એવું કંઈ થયું નહીં, હોલિકા ને વરદાન હોવા છતાં તે બચી નહીં, અને ભક્ત પ્રહલાદ આબાદ રીતે બચી ગયો,અને પછી પણ હિરણ્યકશિપુ માન્યો નહીં એણે તેનાં દિકરાને કહ્યું કે જો તું કહે છે એમ ઈશ્વર કણ કણ માં હોય તો આ અગન તપતા થાંભલાને બાથ ભરી બતાવ! હું પણ જોઉં છું તને કોણ બચાવવા આવે છે? અને આપણે સૌ જાણીએ છીએ કે એ થાંભલામાંથી ભગવાન નૃસિંહ બહાર આવીને હિરણ્યકશિપુની છાતી ચીરીને એનો વધ કરે છે. નૃસિંહ જયંતી વૈશાખ સુદ ચૌદસે છે, એટલે હોલીકા બચી નહીં, છતાં હિરણ્યકશિપુની આંખ ઉઘડી નહીં! પણ આ દિવસ હોલિકા દહનને નામે ઓળખાય છે, અને અધર્મ પર ધર્મનો કે સત્યનો વિજય થયો, એટલે બીજા દિવસને આનંદ ઉલ્લાસથી ઉજવવા માટે સૌ ગુલાલ ઉડાડીને ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે.

પહેલા રાજાઓ ઘણી રાણી રાખતાં હતાં, અને હિરણ્યકશ્યપ ને પણ ઘણી રાણી હતી. એમાંની એક રાણી ના પુત્ર તરીકે ભક્ત પ્રહલાદનો જન્મ થયો. માનીતી અને અણમાનીતી રાણી તરીકે ઓળખાતી આ સ્ત્રીઓ પાસે ઘણી વાર તો રાજા એકવાર જાય, અને પછી ક્યારેય જાય પણ નહીં. એ જ રીતે પ્રહલાદની માતા પાસે પણ તેના પિતા આવતા નહોતાં,અને તેની માતા દુઃખી થઈ જતી. પોતાની માતાનું દુખ જોઈ ભક્ત પ્રહલાદ, ભગવાન તે આવું શું કામ કર્યું ?એમ પ્રાર્થના અથવા તો ફરિયાદી સંવાદથી ભગવાન સાથે જોડાયાં, અને પછી તો નાની-મોટી બધી જ વાત તે ભગવાનને કહેતાં, અને તેનું નિત્ય સ્મરણ કરતાં. તેનાથી તેને ઘણું સારું લાગતું, અને તેની મુસીબત સમયે ભગવાન તેની મદદ કરતાં તેમજ બળ બુદ્ધિ પણ વધવા લાગ્યાં. આ ઉપરથી તેને ભગવાન નામનું કોઈ તત્વ છે, અને તે કાયમ મારી રક્ષા કરે છે, તેવો ભરોસો દ્રઢ થઇ ગયો હતો, અને આપણે સૌ જાણીએ છીએ, તેમ ભક્ત પ્રહલાદના રક્ષણ અને ભગવાન કણકણમાં છે,એ સત્ય પુરવાર કરવા માટે ભગવાને નૃસિંહ સ્વરૂપ ધારણ કર્યું અને હિરણ્યકશ્યપનો વધ કર્યો.

આપણી શ્રદ્ધા પ્રહલાદ જેટલી પ્રબળ નથી માટે આપણને ઈશ્વર હોવાનાં પ્રમાણો મળતાં નથી! પણ લગભગ બધાંનો અનુભવ હશે કે જ્યારે ચારેબાજુથી સમસ્યાઓ એ ભરડો લીધો હોય અને હવે કંઈ જ થઈ શકે એમ નથી! એવું લાગે એકદમ નિરાશા વ્યાપી જાય , ત્યારે કંઈક એવું થાય અને ક્યાંક આશા કિરણ દેખાય કોઈ હાથ પકડે ! કે પછી કોઈ ખભો થાબડી ને આશ્વાસન આપે! ટૂંકમાં એવી કોઈ ઘટના ઘટે જે જીવન પ્રત્યે વધુ એકવાર સકારાત્મક બનાવે અને બમણાં જોશથી આગળ વધવા મક્કમ બનીએ ! બસ એ જ તો ઈશ્વર તત્વ છે જે આપણને એમ તૂટવા દેતું નથી. ભક્તિ એ ભાવનાનો પ્રદેશ છે, એટલે ઈશ્વર છે, અને એ મારું સાંભળે છે,એવો ભાવ રાખીને જો તેને પોકારવામાં આવે તો એ વ્હેલો મોડો સાંભળે છે! પ્રહલાદ આગળ આપણે ભક્ત એવું એક વિશેષણ લગાડીએ છીએ, અને ભક્તિ માટે કોઈ ઉંમર નક્કી કરેલી નથી,પણ આપણે ત્યાં લગભગ ઘરની વડીલ સ્ત્રીઓ પૂજા રુપે ભક્તિ કરતી હોય છે,અને કંઈ ના આવડે તો એ ભગવાન સાથે સંવાદાત્મક રીતે વાતો કરતી હોય છે, તેની સાથે કાલીઘેલી ભાષામાં વાત કરી અને તે પોતાનો ભાવ વ્યક્ત કરે, અને તેની સાથેનું જોડાણ મજબૂત બનાવે છે. પ્રહલાદ ની આટલી આટલી આકરી કસોટી થઈ અને એ પણ નાની ઉંમરમાં છતાં એમનો ઈશ્વર તત્વમાંથી ભરોસો ઓછો થયો નથી! અને આપણે રહ્યા ભોગી! એટલે જરા અમથું આમતેમ થાય ત્યાં આપણી ભરોસાની નાવ ડગમગ ડગમગ થવા લાગે છે એ સત્ય પણ નકારી શકાતું નથી.

હોળી ને બીજે દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે, હોળી ધુળેટી એટલે રંગોનો તહેવાર. જીવનનાં કેટલાએ રંગો હોય છે, પરંતુ ધુળેટી એ જીવનમાં ખુશીનો રંગ ઘોળે છે. આપણે ત્યાં રાધાકૃષ્ણ પણ વૃંદાવનમાં હોળી રમ્યા હતાં એવા ચિત્રો દ્વાપર યુગના ઈતિહાસમાં હતાં.આજે પણ વ્રજની લઠ્ઠામાર હોલી પ્રસિદ્ધ છે. ઘૂળટી આવતાં જ બધે તહેવારની ઉજવણીના ભાગ રૂપે રંગ, ગુલાલ, પીચકારી અને ભાંગ વગેરેની તૈયારી કરવા લાગે છે. એમાં પણ પ્રિયપાત્ર સાથે હોળી રમવાનો લ્હાવો જુદો હોય છે. સામાન્ય રીતે ભાંગ એ વર્તમાન પરિસ્થિતિના બધા જ દુઃખ દર્દ કે સમસ્યા ભૂલી અને માત્ર હોલીની ખુશી મનાવવા માટે પીવામાં આવે છે, ભાંગમાં અફીણના ડોડવા ઘૂંટવામા આવે છે. એટલે એક અલગ પ્રકારની મસ્તી કે નશો મન-મગજમાં છવાઈ જાય છે, અને સઘળા દુઃખદર્દ ભૂલી જવાય છે, એવું બધાં કહેતા હોય છે. આમ હોલી એટલે ઉમંગ, ઉત્સાહ, અને પ્રેમની મસ્તીનો તહેવાર છે, અને નાનાથી માંડી મોટા સુધી દરેક ઉંમરની વ્યક્તિનો એ પ્રિય તહેવાર છે. આપણે ત્યાં ફિલ્મોમાં પણ હોળીના તહેવારને દર્શાવી અને ઉત્તમ ગીત સંગીત પીરસવામાં આવે છે, હોલીના તહેવારની ઉજવણીના ભાગરૂપે એ બધા ગીતો પણ વગાડવામાં આવે છે. શોલે પિક્ચર માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીનુ ગીત હોલી કે દિન ખીલ જાયેંગે… સીલસીલા પિક્ચરનું રંગ બરસે ભીગે ચુનરવાલી, અને બાગબાન ફિલ્મનું હોલી ખેલે રઘુવીરા અવધમે હોલી ખેલે… એ ગીતના શબ્દો મુજબ આ વખતે બાલ રામ અવધમા હોલી રમશે! આ બધા જ ગીતો લોકમાનસમાં હોલી ધૂળેટીના તહેવાર રૂપે જડાઈ ગયા છે.

રંગ શબ્દ આવતાં આપણાં સૌના માનસમાં મેઘધનુષ છવાઈ જાય છે, જા,ની,વા,લી, પી, ના, રા,આ ઉપરાંત નિશાળમાં ભણતા ત્યારે શીખવેલું,લાલ પીળો ને જાંબલી મૂળ રંગ કહેવાય,બાકી બધા તો મેળવણીથી થાય, એટલે મેઘધનુષ રંગની ઉત્પત્તિનું મુખ્ય કારણ છે. રંગ એક કલ્પના હતી, એમાંથી વાસ્તવિકતા બની, અને રંગો થકી આજે આપણા સૌના જીવન રંગીન બન્યા છે, અથવા રંગોનો મહત્વનો ફાળો છે એમ કહી શકાય. જરા વિચારીએ તો કે આ રંગ ન હોત તો આપણી જિંદગી આટલી રંગીન હોત ખરી! ભાવને દર્શાવવા માટે પણ આપણે ત્યાં રંગનો ઉપયોગ કરવામાં આવે છે, જુદા જુદા રંગોનો જુદો જુદો ભાવ પણ હોય છે, જેમકે યુવાનીનો રંગ ગુલાબી છે, પ્રેમીઓ પોતાના પ્રેમનો ઇજહાર કરતી વખતે લાલ કે ગુલાબી રંગનું ગુલાબ આપે છે, અને પ્રેમભાવ દર્શાવવા માટે આપણે ત્યાં લાલ કે ગુલાબી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ હરિયાળી, ક્રાંતિ, અને શાંતિની નીવ પર ઉભી છે, એવું દર્શાવવા માટે રાષ્ટ્ર ધ્વજ માં પણ ત્રણ રંગ છે. આપણો તિરંગો સૌને જાનથી પ્યારો છે, અને એ ત્રણ રંગમાં બાકીના બધા રંગ ફિક્કા પડી જાય એવી રાષ્ટ્રભક્તિ આપણી હોવી જોઈએ. જય હિન્દ.

લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here