ગુજરાત અને સંઘ પ્રદેશ માં 9 મી ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે

0
16908

સમગ્ર વિશ્વના આદિવાસીઓ 9 મી ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધામધૂમથી ઉજવણી કરે છે. આદીવાસી પરંપરા મુજબના વસ્ત્રો ધારણ કરી આદિવાસી નૃત્ય કરી જે તે વિસ્તારના આદિવાસીઓ આદિવાસીઓની સંસ્કૃતિ અને એમની કળાને લોકો સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે. પણ વિશ્વ આદિવાદી દિવસ વિશ્વભરમાં 9 મી ઓગષ્ટે જ કેમ ઉજવાય છે એ બાબત પણ જાણવા જેવી છે.

9 ઓગષ્ટે વિશ્વ આદિવાદી દિવસ કેમ ઉજવાય છે?
બીજા વિશ્વ યુદ્ધ પછી આખા વિશ્વમાં શાંતિ સ્થાપવાની સાથે સાથે વિશ્વના દેશોમાં પારસ્પરિક મૈત્રી પૂર્ણ સમન્વય બનાવવા એક બીજાના અધિકારો અને સ્વતંત્રતાને સમાન વધારો કરવો વિશ્વમાંથી ગરીબી તદઉપરાંત શિક્ષા, સ્વાસ્થ્ય પર વિકાસને કેન્દ્રિત કરી તેનો વધારો કરવા 24 ઓક્ટોબર 1945 માં “સયુંકત રાષ્ટ્ર સંઘ ” (UNO) ની રચના કરવામાં આવી હતી

જેમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને ભારત સહિત વર્તમાન સમયમાં જેમાં 193 દેશ જેના સદસ્ય છે તેમનાં ગઠન (સંગઠન)ના 50 વર્ષ પછી સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) એ એવું મહેસુસ કર્યું કે 21 મી સદીમાં વિશ્વના વિભિન્ન દેશોમાં વસવાટ કરી રહેલાં જનજાતિ આદિવાસી સમુદાય તેમની ઉપેક્ષા, ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ, સુવિધાનો અભાવ બેરોજગારી તેમજ ભટકતું જીવન, મજૂરી જેવી સમસ્યાથી પૂર્ણત છે.જનજાતિની ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણ હેતુ વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994 માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.ત્યાર પછી વિશ્વ તેમજ અમેરીકા મહા દ્વિપ, આફ્રિકા મહા દ્વિપ, એશિયા મહા દ્વિપના સયુંકત દેશોમાં 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ખૂબ જોર- શોરથી તેમજ પુરા ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.

આદિવાસીઓને તેમના હકો મળે તેમજ ભારતમાં ખાસ બંધારણ જોગવાઈ મુજબ શિડયુલ એરિયાઓમાં અનુસૂચિ-5 અને 6 લાગુ કરવામાં આવે, તો તેમના હક અને અધિકાર તેમને મળે જળ, જમીન, જંગલ, સંપત્તિ તેઓની પોતાની છે જેની જોગવાઈ આ અનુસૂચિમાં કરવામાં આવી છે.જેની જાણકારી મળે તેના ભાગ રૂપે 9મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વિશ્વમાં 195 દેશો માંથી 90 દેશોમાં 5000 આદિવાસીઓના સમુદાય વસે છે.

ગુજરાત સરકાર છેલ્લા 4-5 વર્ષથી જ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે

1994 માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.ત્યારથી લઈને અત્યાર સુધી આદિવાસી સમાજના વિવિધ સંગઠનો 9 ઓગષ્ટે વિશ્વ આદિવાદી દિવસની ધામધૂમથી ઉજવણી કરે છે.આ દિવસે આદીવાસીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ પુરી કરવા સરકારને રજુઆતો કરે છે.પરંતુ ગુજરાતમાં પણ હવે સરકાર દ્વારા છેલ્લા 3-4 વર્ષથી જ ધામ ધૂમથી વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here