પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ચાર દિવસથી પાણીમાં ગરકાવ

0
302

વલસાડ જિલ્લાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કોલક નદી બે કાંઠે ચાર દિવસથી વહી રહી છે.કોલક નદી બે કાંઠે વહેતા અને અરનાલા અને પાટી ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પારડી તાલુકામાં અરનાલા અને પાટી ગામની વચ્ચેથી વહેતી કોલક નદીના કોઝવે ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ હોય છે.

ઉલ્લેખનિય છે કે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીને કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે. અરનાલા અને પાટી ગામ સંપર્ક વિહોણા થઇ જતા હોવાની ઘટના પણ ઘટી છે. પરંતુ તંત્રને ગ્રામજનોની હાલાકી દેખાતી નથી.

વલસાડ જિલ્લાના વાંકલ થી ફ્લાધર ચિંચાઈ નેવરી ધગળમાળ ધોધડકુવા સુખાલા થઈ વાપી જોડતો મુખ્ય માર્ગ હોય પ્રતિરોજ હજારો લોકોની અવરજવર થતી હોય છે.

આ માર્ગ વલસાડ જિલ્લાના ચાર તાલુકાના લોકોને ઉપયોગી વલસાડ, ધરમપુર ,પારડી, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસ વાપી જવા માટે શોર્ટ કટ હોવાથી કામદારો ના વાહન ચાલકો પણ અહીથી પસાર થાય છે.

કોલક નદી પર પારડી અને કપરાડા તાલુકાના અનેક કોઝવે ગરક પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર અટકી ગયો છે.પાણી વધતા અને કોઝવે બંધ થતાં અનેક ગામને અસર થઈ છે .રસ્તા બંધ થયા છે.

સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં વર્ષો પહેલા થી પુલ ની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here