રાજકોટ શહેર-જિલ્લા, કચ્છ અને મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખો બદલાયા

0
380

લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે રાજકોટ શહેર અને જિલ્લા તેમજ કચ્છ અને મોરબી જિલ્લાના પ્રમુખોને બદલીને નવી નિયુક્તિ કરી છે. જેમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે મુકેશભાઇ દોશીની નિયુકિત કરી છે જયારે જિલ્લામાં અલ્પેશભાઇ ઢોલરીયાને જવાબદારી સોંપવામાં આવી છે.

Ad..

ગુજરાત ભાજપમાં સંગઠનમાં ચાલી રહેલા ફેરફારમાં હવે રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત મોરબી અને કચ્છના પ્રમુખ પણ બદલાયા છે. હાલમાં જ પ્રદેશ ભાજપ દ્વારા જે રીતે સંગઠનમાં ફેરફારની અંતિમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Ad..

મુકેશભાઇ દોશી એ લાંબા સમયથી જાહેર જીવન સાથે સંકળાયેલા છે તેઓ શિક્ષણ ઉપરાંત સેવા ક્ષેત્રે પણ કાર્યરત છે. રાજકોટ નજીક દીકરાના ઘર તરીકે ચાલતી સંસ્થાથી તેઓ જાણીતા છે.

કચ્છમાં દેવજીભાઇ વરચંદ અને મોરબીમાં રણછોડભાઇ દલવાણીને જવાબદારી સોંપાઇ છે.

Ad…

ગુજરાત ભાજપમાં સંગઠનમાં ચાલી રહેલા ફેરફારમાં હવે રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત મોરબી અને કચ્છના પ્રમુખ પણ બદલાયા છે. હાલમાં જ પ્રદેશ ભાજપ દ્વારા જે રીતે સંગઠનમાં ફેરફારની અંતિમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે મુકેશભાઇ દોશીની નિયુકિત કરી છે જયારે જિલ્લામાં અલ્પેશભાઇ ઢોલરીયાને જવાબદારી સોંપવામાં આવી છે. કચ્છમાં દેવજીભાઇ વરચંદ અને મોરબીમાં રણછોડભાઇ દલવાણીને જવાબદારી સોંપાઇ છે.

Ad..

સૂત્રોના કહેવા મુજબ હજુ બે દિવસ પહેલા જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટ શહેરના તમામ પદાધિકારીઓને ગાંધીનગર ખાતે બોલાવાયા હતા અને પેજ સમિતિ સહિતના મુદ્દે શહેરના હોદ્દેદારોનો કલાસ લીધો હતો કેટલાક હોદેદારોની કામગીરી અંગે પ્રશ્ન ઉઠાવ્યા હતા. તે બાદ આ ફેરફાર સૂચક છે. મુકેશભાઇ દોશી એ લાંબા સમયથી જાહેર જીવન સાથે સંકળાયેલા છે તેઓ શિક્ષણ ઉપરાંત સેવા ક્ષેત્રે પણ કાર્યરત છે. રાજકોટ નજીક દીકરાના ઘર તરીકે ચાલતી સંસ્થાથી તેઓ જાણીતા બન્યા છે અને તેમની છબી બીન વિવાદાસ્પદ અને સૌને સાથે રાખીને ચાલનારા છે. કહેવાય છે. કે, પ્રદેશ મોવડીઓ દ્વારા આ નવનિયુકત હોદેદારોને બે દિવસ પહેલા જ તેમની સાથે નવી જવાબદારી અંગે ચર્ચા કરી હતી.

Ad.

રાજકોટ જિલ્લાની જવાબદારીમાં મનસુખભાઇ ખાચરીયાના સ્થાને હવે અલ્પેશભાઇ ઢોલરીયાને જિલ્લા પ્રમુખ બનાવાયા છે. તેઓ ગોંડલ માર્કેટ યાર્ડના પ્રમુખ છે. રાજકોટમાં કમલેશ મિરાણીએ બે ટર્મથી વધુ સમય પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી તેઓએ લોકસભા અને ધારાસભા સહિત સ્થાનિક ચૂંટણીમાં ભાજપને વિજય અપાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી શહેર ભાજપમાં પ્રમુખ તરીકેની ટીમ બદલાશે તે ચર્ચા હતી અને હવે પ્રદેશે નિર્ણય લઇ લીધો છે જેના કારણે આગામી દિવસોમાં શહેરની પૂરી ટીમ પણ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here