Home Blog Page 214

ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ડૉ. મોહલનલાલ પરમાર અને ડૉ. કિરણ આર. દેવમણીને સન્માનવા અને તેમની કૃતિઓને સન્માન્વા  કાર્યક્રમ યોજાયો

0

By: હાર્દિક પટેલ દ્વારા
શરૂઆત સાહિત્ય સંઘના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ડૉ. મોહલનલાલ પરમાર અને ડૉ. કિરણ આર. દેવમણીને સન્માનવા અને તેમની કૃતિઓને સન્માન્વા કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં રાજભાષા આર્ટ્સ કોલેજના અધ્યાપક કનુભાઈ કડોદિયા દ્વારા સાહિત્ય સર્જક એવા ડૉ.મોહનલાલ પરમાર ના જીવન. સંઘર્ષ અને તેમની કૃતિઓ વિષે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્ય રસિકો સાથે ડૉ. મોહનલાલ પરમારની ટૂંકી વાર્તા અને નવલકથાના તમામ પાસાની ડૉ. કનુભાઇએ વિગતે ચર્ચા કરી હતી. સર્જકની હાજરીમાં સર્જકના સાહિત્યના ગુણદોષ નિર્ભિકતાથી ઉજાગર કરી ડૉ.કનુભાઇએ સાહિત્યરસિકોને રસતરબોળ કર્યા હતા. પોતાના પ્રતિસાદ વક્તવ્યમાં પણ ડૉ.મોહન પરમારે હજી વધુ પ્રતિબદ્ધતા સાથે પોતાની રચનાઓ વધુ અસરકારક બની રહે તે માટે પોતે પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું હતું. જાણીતા લેખક – સંપાદક પરીક્ષિત જોશીએ ડૉ.મોહન પરમારને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા.

ગુજરાતી ફિલ્મોમાં “તમે કેવા” નામની ઉત્કૃષ્ઠ સફળ ફિલ્મ આપી નવો ચીલો ચીતરનાર દિગ્દર્શક,લેખક અને નિર્માતા એવા ડૉ.કિરણ આર. દેવમણીએ પોતાના જીવન અને ફિલ્મી કારકિર્દીના સંઘર્ષ અને સફળતા વિષે મુક્તમને રજુઆત કરી હતી. સામાજિક વિષયો રજૂ કરવા માટે ફિલ્મો કઈ રીતે અસરકારક માધ્યમ સાબિત થઇ શકે છે તે તેમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. સમાજના યુવાનોને ફિલ્મ અને મીડિયા ક્ષેત્રમાં પ્રવેશવા તેમણે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું . સ્વપ્નિલ મહેતા દ્વારા ડૉ.કિરણ આર.દેવમણીને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.

આમ, સાહિત્ય અને કલા ક્ષેત્રની પ્રતિભાઓને એક મંચ પર લાવી સન્માનિત કરવાની નવી પહેલ શરૂઆત સાહિત્ય સંઘ દ્વારા આજે આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન “અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર” પુસ્તકના લેખક જીતેન્દ્ર વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે શરૂઆત સાહિત્ય સંઘના કાર્યકારી પ્રમુખ ડૉ.સ્વપ્નિલ મહેતાએ આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. શરૂઆત સાહિત્ય સંઘની આ નવીન પહેલમાં બહોળી સંખ્યામાં કલા અને સાહિત્યપ્રેમી લોકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એવું જીતેન્દ્ર વાઘેલાએ એમની અખબારી યાદીમાં જણાવ્યુ છે.

ઉદ્દેશ્ય : શરૂઆત સાહિત્ય સંઘ

શરૂઆત પબ્લિકેશન, શરૂઆત બુકસ્ટોર, શરૂઆત મેગેઝીન દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરિટીના પ્રશ્નોને વાચા આપતી પ્રવૃત્તિઓ છે. જેમાં આજે એકનો વધારો કરીએ છીએ.

સામાજિક ન્યાય માટેનું સાહિત્ય – કળાનું નિર્માણ, સંરક્ષણ અને સંવર્ધન કરવું.

કેવળ સાહિત્ય જ નહિ.. સાહિત્ય પૈકીની તમામ લલિતકળાઓના દરેક ક્ષેત્રને આવરી લઈને, જ્યાં સર્જનાત્મકતા માટે વિશેષ અવકાશ હોય તેવા તમામ ક્ષેત્રોમાં, તેનો ઉપયોગ સામાજિક ન્યાય માટે કરવો છે. જેમાં, પુસ્તકો, મેગેઝીન, વર્તમાન પત્રો, મેગેઝીન, ઓડિયો-વિડીઓ માધ્યમો, ટીવી, ફિલ્મ, સિરિયલ, વેબ સિરીઝ, બધા જ ડિજિટલ પ્લેટફોર્મ, નાટક, ભવાઈ, પબ્લિકેશન, બુકસ્ટોર માલિક, ડિજિટલ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, વિગેરે એમ સાહિત્ય સહિતની તમામ લલિત કળાના માધ્યમોનો સમાવેશ કરીએ છીએ. આ માધ્યમોનો ઉપયોગ “સામાજિક ન્યાય” માટે કરવાનો રહેશે. સામાજિક ન્યાય માટે ઉપયોગી કૃતિઓ, રચનાઓ, કળાઓ નિર્માણ કરવું, સંરક્ષણ આપવું અને સંવર્ધન કરવાનું રહેશે.

શરૂઆત,
“સામાજિક ન્યાય” માટે જરૂરી સાહિત્યની સાથે તમામ લલિત કળાના પ્લેટફોર્મ, જેની આજસુધી શરૂઆતના થઇ હોય, અથવા સંવર્ધનના થતું હોય, તે તમામની શરૂઆત કરવાનું પ્લેટફોર્મ બનશે. દલિત, આદિવાસી, ઓબીસી, માઈનોરિટીના સાહિત્ય અને કળાનું જતન કરે, એક જ જગ્યાએ બધી કૃતિઓ મળે, તેમની કોઈ એક લાઈબ્રેરી કે જાણકારી માટેની જગ્યા બને, તેવું પ્લેટફોર્મ એટલે શરૂઆત.

સંઘ,
શબ્દ ગૌતમ બુદ્ધના “ભીખ્ખુ સંઘ”માંથી લેવામાં આવ્યો છે. જેમ બૌદ્ધ ભીખ્ખુઓ સાથે રહીને અભ્યાસ કરતા, ભિક્ષાટન કરતા, સાથે જમતા અને વિહારમાં સાથે રહેતા તે જ રીતે “શરૂઆત સાહિત્ય સંઘ”ના સભ્યો એકબીજા સાથે રહી, એકબીજાને પ્રોત્સાહન આપી, એકબીજાને સાહિત્ય અને કળા શીખવાડી, મદદ કરી, માર્ગદર્શન કરી, આ સંગઠન ચલાવવાનું રહેશે.

દલિત, આદિવાસી, ઓબીસી, માઈનોરિટી સમાજના બુદ્ધિજીવીઓમાં સંઘ ભાવનાનું નિર્માણ કરવાની જવાબદારી આ સંગઠનની રહેશે.

“શરૂઆત સાહિત્ય સંઘ”માં સવર્ણ હિંદુઓનું સ્થાન ક્યાં?
આ સંગઠન “સામાજિક ન્યાય”ની લડતમાં ઉપયોગી સાહિત્ય અને કળાના નિર્માણ, સંરક્ષણ અને સંવર્ધન માટે હોઈ, કોઈપણ સવર્ણ હિંદુ કે અન્ય કોઈ જાતિ, ધર્મનો વ્યક્તિ હોય પણ “સામાજિક ન્યાય”ની લડાઈમાં ઉપયોગી હોય, તો તે આ સંઘનો સભ્ય બની શકશે. સંઘની ચૂંટણી લડી શકશે અને પ્રમુખ સુધીના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થઈ જશે.

ગુજરાતમાં “સાહિત્ય અને કળા” ક્ષેત્રે આ નવતર પ્રયોગ છે. આ સંગઠનમાં સામાજિક કાર્યકરો અને સાહિત્ય સાથે નિસ્બત ધરાવનાર લોકો એમ બે નહિ પણ બંને ગુણો ધરાવનાર વ્યક્તિઓને સમાવવામાં આવશે. સામાજિક કાર્યકરમાં સામાજિક નિસ્બત હોવી જરૂરી છે અને એ સામાજિક નિસ્બત સાહિત્ય અને કળા સાથે સંકળાયેલી હોવી જોઈએ. એ જ રીતે સાહિત્યકાર કે કલાકારમાં સામાજિક નિસ્બત હોવી જરૂરી છે, સામાજિક નિસ્બત વગરનો સાહિત્યકાર આ સંગઠનમાં ઉપયોગી થઈ શકશે નહીં, એટલે તેમને સભ્ય બનાવી શકાય નહીં.

ટૂંકમાં,
“શરૂઆત સાહિત્ય સંઘ” એટલે
વંચિત, પીડિત, શોષિત સમાજની સામાજિક ન્યાયની લડતમાં ઉપયોગી સાહિત્ય અને કળાનું નિર્માણ, સંરક્ષણ અને સંવર્ધન કરતું, સંઘભાવનાવાળું સંગઠન.
શરૂઆત સાહિત્ય સંઘ

INS વાલસુરા ખાતે નૌસેના સપ્તાહ 2021ની ઉજવણીના ભાગરૂપે બિટિંગ ધ રીટ્રિટ કાર્યક્રમ યોજાયો

0

જીએનએ અમદાવાદ: નૌસેના સપ્તાહ 2021ની ઉજવણીના ભાગરૂપે 04 ડિસેમ્બર 2021ના રોજ INS વાલસુરા ખાતે બિટિંગ ધ રીટ્રિટ અને સૂર્યાસ્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ‘બિટિંગ ધ રીટ્રિટ’ સદીઓ જૂની પરંપરા છે

જે, સૂર્યાસ્તના સમયે જ્યારે સૈનિકો યુદ્ધવિરામ કરે છે, તેમના શસ્ત્રો મ્યાન કરે છે અને યુદ્ધભૂમિમાંથી પરત ફરે છે જ્યારે એક પ્રકારે મિજબાનીના અર્થમાં અનુસરવામાં આવે છે. સંધ્યા કાર્યક્રમોમાં નેવલ બેન્ડ દ્વારા આત્માને સ્પર્શી જાય તેવા પરફોર્મન્સ ઉપરાંત, ઇવેન્ટના ભાગરૂપે કન્ટિન્યુટી ડ્રીલ, PT અને મશાલ પ્રદર્શન પણ યોજવામાં આવ્યા હતા. નૌસેના છાવણીમાં પરત ફરી તે પહેલાં નેવલ બેન્ડ દ્વારા વગાડવામાં આવેલી કોલોનલ બોગી, વંદે માતરમ્, જય ભારતી, સારે જહાં સે અચ્છા વગેરે કર્ણપ્રિય ધૂનથી પ્રેક્ષકો મોહિત થઇ ગયા હતા.

યુનિટના અધિકારી અને નાવિક તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી અદભૂત કન્ટિન્યુટી ડ્રીલ અને શારીરિક તાલીમના એક્રોબેટ્સથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. જામનગરના કેટલાક અગ્રણી મહાનુભાવો અને ભારતીય નૌસેના, ભારતીય ભૂમિસેના અને ભારતીય વાયુસેનાના ગણવેશધારી કર્મીઓ આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.

ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે એક દિવસીય તાલીમ આપી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું

0

જીએનએ ગાંધીનગર: માહિતી ખાતાના કર્મયોગીઓને આધુનિક સોશિયલ મીડિયા સાથે વધુ માહિતગાર કરવા માટે ધ લીલા, ગાંધીનગર ખાતે ‘સોશિયલ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ’ વિષયક એક દિવસય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિસેફ અને સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (CCCR)- PDEUના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘સોશિયલ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન’ અંગેની તાલીમમાં માહિતીખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી સોશિયલ મીડિયાની કામગીરી અને પ્રવર્તમાન સમયની માંગ સાથે વધુને વધુ કેવી રીતે તાદાત્મ્ય સાધીને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીની વધુ સારી રીતે પ્રચાર પ્રસિદ્ધિ થઈ શકે તે સંદર્ભે વિવિધ ટેકનિકલ સત્રો યોજાયા હતા.

જેમાં માહિતી ખાતાના અધિકારીશ્રીઓ તેમજ ચિત્રલેખાના તંત્રી શ્રી કેતન ત્રિવેદી, કોર્પોરેટર ટ્રેઈનર-પૂર્વ પત્રકાર શ્રી બિનિતા પરીખ તેમજ દેશગુજરાત ડોટકોમના સ્થાપક તંત્રી શ્રી જપન પાઠકે સોશિયલ મીડિયા કોમ્યુનિકેશનના વિવિધ પાસાઓ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

તાલીમના પ્રારંભમાં PDEUના સેન્ટર લીડ ડૉ. પ્રદિપ મલિકે તાલીમની રૂપરેખા તેમજ યુનિસેફના કોમ્યુનિકેશન તજજ્ઞ શ્રી મોરિયા દાવા દ્વારા વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું જયારે તાલીમના અંતમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. ત્યારબાદ CCCRના શ્રી વેદાંત શર્માએ આભારવિધિ કરી હતી.
આ એક દિવસીય તાલીમમાં માહિતી ખાતાની વડી કચેરી તેમજ પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.

અમદાવાદના સંસ્કારધામ ખાતે ઓલિમ્પિક્સમાં ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ 75 શાળાના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

0

જીએનએ અમદાવાદ: ઓલિમ્પિક્સમાં ચંદ્રક વિજેતા ભાલા ફેંક ચેમ્પિયન નીરજ ચોપરાએ મહત્વાકાંક્ષી સંપર્ક કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે, જે ભારતના ટોચના એથલેટ્સને શાળાના બાળકો સાથે જોડવાનું કામ કરે છે. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે અમદાવાદમાં સંસ્કારધામ ખાતે 75 શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

નીરજ ચોપરા વિદ્યાર્થીઓ સાથે વિવિધ પ્રકારની રમતો રમ્યા હતા અને તેમને ભાલા ફેંક (જેવલિન થ્રો)ની રમત વિશે કેટલાક સૂચનો પણ આપ્યા હતા. તેમણે સંતુલિત આહાર, તંદુરસ્તી અને રમતગમતના મહત્વ વિશે પણ વિદ્યાર્થીઓને સંબોધન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્નોના સહજ જવાબો આપીને તેમનામાં રોમાંચ જગાવી દીધો હતો, તેમની વાત કહેવાની અજોડ શૈલીએ સચેત પ્રેક્ષકોમાં તેમને પ્રિય બનાવી દીધા છે.

તેમનું પ્રિય ભોજન કયું છે તેવા પ્રશ્નનો તેમણે ઉત્તર આપતા ઉપસ્થિત લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ ઉત્તરમાં તેમણે કેવી રીતે મસાલા અને તેજાનાનો ઉપયોગ કર્યા વગર વેજિટેબલ બીરિયાની બનાવવાનું અને દહીં સાથે આરોગવાનું તેમને ગમે છે તેનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ એક આરોગ્યપ્રદ, સ્વાસ્થ્યપ્રદ ભોજન છે જેમાં શાકભાજી અને કાર્બોહાઇડ્રેટ્સના યોગ્ય મિશ્રણના કારણે ખનીજતત્વો રહેલા છે.” તેમણે ઉમર્યું હતું કે, “રાંધવાથી તેમનું મન લાંબો સમય તાલીમના સત્રમાં લાગેલા થાકથી અન્ય દિશામાં વળે છે.”

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મૂળ વિચાર સાથે શરૂ કરવામાં આવેલા આ લોકસંપર્ક કાર્યક્રમ દ્વારા તમામ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સના દરેક ખેલાડીઓને બે વર્ષના સમયગાળામાં 75 શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરાવવાનો ઉદ્દેશ છે જેથી યુવાનોને સંતુલિત આહાર માટે અને તંદુરસ્તીને લગતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરી શકાય. આ પહેલ શિક્ષણ મંત્રાલય તેમજ યુવાના બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહી છે.

નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે, “આદરણીય પ્રધાનમંત્રીએ જ્યારે ઓલિમ્પિક્સ પછી તેમની મહેમાનગતિ માટે અમને આમંત્રિત કર્યા ત્યારે તેમણે નવા, આરોગ્યપ્રદ અને તંદુરસ્ત ભારતની દૂરંદેશી વિશે અમારી સાથે વાત કરી હતી. મને શાળાઓની મુલાકાત લેવાની આ વિશેષ પહેલને આગળ વધારવામાં ખૂબ જ ખુશી થઇ રહી છે અને મારી પોતાની રીતે હું કેટલુંક જ્ઞાન શેર કરી રહ્યો છું જે વિદ્યાર્થીઓને વધુ રમતગમતમાં જોડાયેલા રાષ્ટ્ર તરીકેના પ્રધાનમંત્રીના સપનાંના ભારતનું નિર્માણ કરવામાં મદદ કરી શકે છે.”

તેમણે યોગ્ય આહાર, તંદુરસ્તી માટેના સાચા નિયમો અંગે સૂચનો આપ્યા હતા અને જીવનના કેટલાક મહત્વના પાઠ પણ શીખવ્યા હતા. નીરજ ચોપરાએ ફિટ ઇન્ડિયા પ્રશ્નોત્તરી વિશે પણ વાત કરી હતી. આ સૌથી મોટી રમતગમત અને તંદુરસ્તીને લગતી પ્રશ્નોત્તરી છે. તેમણે કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ મને આપેલા કેટલાક પ્રશ્નોના જવાબથી અને જ્ઞાન પર તેમનું પ્રભૂત્વ જોઇને હું અચંબિત છું. યોગ્ય પ્રકારની શિસ્ત અને સમર્પણ દ્વારા તેઓ ઘણી ઊંચાઇઓ સર કરી શકાય છે.”

પ્રારંભમાં, સંસ્કારધામ એજ્યુકેશન સોસાયટી દ્વારા નીરજ ચોપરાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે સમાજ દ્વારા કરવામાં આવતા કાર્યોને બિરદવ્યા હતા અને ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે તેમના સશક્તિકરણની દિશામાં પ્રતિબદ્ધતા અને સમર્પણની પ્રશંસા કરી હતી.

આગામી બે મહિના દરમિયાન તરુણદીપ રાય (તીરંદાજી), સાર્થક ભાંભરી (એથ્લેટિક્સ), સુશીલા દેવી (જુડો), કે.સી. ગણપતિ અને વરુણ ઠક્કર (સેઇલિંગ) દેશના અન્ય ભાગોમાં શાળાઓની મુલાકાત લેશે. પેરાલિમ્પિયન્સમાંથી અવની લેખા (પેરા શૂટિંગ), ભાવના પટેલ (પેરા ટેબલ ટેનિસ) અને દેવેન્દ્ર ઝાઝરિયા (પેરા એથ્લેટિક્સ) આ પહેલમાં નેતૃત્વ સંભાળશે.

વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં.. એલજે કોલેજમાં ફાર્મસીના લાયસન્સ માટે 2 વર્ષથી ખાઈ રહ્યા છે ધક્કા..

0

જીએનએ અમદાવાદ:

અમદાવાદના SG હાઈવે સ્થિવ LJ કોલેજમાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. 50થી વધુ ફાર્મસીના વિદ્યાર્થીઓએ ફાર્માસીસ્ટના રજિસ્ટ્રેશન લાયસન્સ માટે પડી રહેલી હાલાકીના પગલે LJ કોલેજમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, કોલેજ દ્વારા ફાર્મસીનું લાયસન્સ આપવામાં આવે તો જ તેઓ સિવિલમાંથી લાયસન્સ મેળવી અન્ય કોઈ જગ્યા પર નોકરી કરી શકે છે અથવા મેડિકલ સ્ટોર ખોલી શકે છે. આ ફાર્મસી લાયસન્સ માટે 50 વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી ધક્કા ખાઈ પરેશાન થઈ રહ્યા છે પરંતુ કોલેજ તરફથી કોઈ રિસ્પોન્સ મળી રહ્યો નથી.

વિદ્યાર્થીઓએ ઉમેર્યું કે, કોરોના જેવા સંકટમાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે ત્યારે કોલેજ દ્વારા લાયસન્સ ન અપાતા અમે રઝળી પડ્યા છે. માતા-પિતાએ અનેક ખર્ચા કર્યા બાદ અમને ભણાવ્યા છે અને હવે અમે લાયસન્સ વિના કંઈ કરી શકીએ તેમ નથી. ત્યારે અમે મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવી લાયસન્સ ઝડપથી મળે તે માટે રજૂઆત કરીએ છીએ

ભારતનાં માથેથી મોટું સંકટ ટળ્યું ભારતમા ડિસેમ્બરની હાડ થિજવતી ઠંડીની વચ્ચે ચક્રવાતી તૂફાન જવાદનો ખતરો મંડરાઈ રહ્યો હતો જે હવે ટળી ગયો છે.

0

ભારતીય મોસમ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર વાવાઝોડું જવાદ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે અને રવિવારે પૂરી પહોંચતા પહેલા કમજોર પડી જશે તેવી પૂરી સંભાવના છે. મોસમની વિભાગની આ આગાહી બાદ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ જશે વાવાઝોડું જવાદ
હવામાન વિભાગનું માનવું છે કે રવિવારે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ જશે. અને બપોર બાદ પૂરીનાં દરિયાકિનારા સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે આ વાવાઝોડાનું નામ સાઉદી આરબ દ્વારા જવાદ રાખવામાં આવ્યું હતું જેનો અર્થ થાય છે ઉદાર અથવા દયાળુ.

મોટો ખતરો ટળ્યો
30 નવેમ્બરનાં રોજ આ વાવાઝોડું પેદા થયું હતું અને શુક્રવારે ચક્રવાતમાં ફેરવાઇ ગયું હતું જે બાદ ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું હતું. ઓડિશાન કેટલાક ગામડાઓ પણ ખાલી કરાવવાની નોબત આવી હતી. ત્યારે હવે ચક્રવાત ત્રાટકશે નહીં તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

અતિભારે વરસાદની આગાહી
જોકે તેની અસર પૂર્વનાં રાજ્યોમાં જોવા તો મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટિય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રવિ અને સોમવારે આસામ, મેઘાલય, ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે અને દરિયામાં માછીમારો ન જવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

શનિવારે નાગાલેન્ડના (Nagaland) મોન (Mon) જિલ્લામાં કથિત રીતે સુરક્ષા દળો દ્વારા ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા

0

નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ લોકોને શાંતિની અપીલ કરી અને કહ્યું કે આ ઘટનાની તપાસ વિશેષ તપાસ ટીમ (SIT) કરશે.

શનિવારે નાગાલેન્ડના (Nagaland) મોન (Mon) જિલ્લામાં કથિત રીતે સુરક્ષા દળો દ્વારા ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા, જેના પગલે આ વિસ્તારમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના મોન જિલ્લાના ઓટીંગ (Oting) ગામમાં બની હતી, જ્યાં પીડિત ગ્રામીણ પીક-અપ ટ્રકમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ઘટનામાં માર્યા ગયેલા ગ્રામજનો સમયસર ઘરે ન પહોંચી શક્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.લોકોના મૃતદેહ જોઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી આની પુષ્ટિ કરવામાં આવી નથી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ લોકોને શાંતિની અપીલ કરી અને કહ્યું કે આ ઘટનાની તપાસ વિશેષ તપાસ ટીમ (SIT) કરશે.

આ ઘટનાની નિંદા કરતા મુખ્યમંત્રીએ આજે સવારે ટ્વીટ કર્યું, “મોન કે ઓટિંગમાં નાગરિકોની હત્યાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અત્યંત નિંદનીય છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ઉચ્ચ સ્તરીય SIT મામલાની તપાસ કરશે અને કાયદા મુજબ ન્યાય કરવામાં આવશે. હું તમામ વર્ગોને શાંતિની અપીલ કરું છું.’

રાજ્યના IPS અધિકારી રુપિન શર્માએ ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું કે ઓટિંગ ગામમાં ઘણા નાગરિકોના મોતના અહેવાલ છે. જેમાં સુરક્ષા દળોનો પણ સમાવેશ થાય છે. જોકે, બાદમાં તેણે વીડિયો ડિલીટ કરી દીધો હતો. તેણે વાહનોમાં લાગેલી આગની તસવીરો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે ઘટના બાદ સ્થાનિક લોકોએ સુરક્ષા દળોના કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી.

નિરાધાર દીકરીઓના સમૂહલગ્ન થઈ શક્યા ન હતા, પરંતુ આ વખતે જો સ્થિતિ સામાન્ય છે જેથી ફરી વાર સમુહલગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

0

કોરોનાના(Corona ) કારણે ગત વર્ષે નિરાધાર દીકરીઓના સમૂહલગ્ન થઈ શક્યા ન હતા, પરંતુ આ વખતે જો સ્થિતિ સામાન્ય છે જેથી ફરી વાર સમુહલગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ખાતે 4 અને 5 ડિસેમ્બરના રોજ 300 દીકરીઓના સમૂહલગ્ન યોજાશે.

જેમાં હિન્દુ-મુસ્લિમ, શીખ ખ્રિસ્તી ધર્મની દીકરીઓનો સમાવેશ થાય છે.

કોરોનાને કારણે સમૂહ લગ્નમાં દીકરીઓને ભેટ, ઘરવપરાશની વસ્તુઓ અને ટુર પેકેજમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. કોરોના પહેલા દીકરીઓને આપવામાં આવતી કુલ્લુ-મનાલીનું ટુર પેકેજ, ઘરગથ્થુ વસ્તુઓ આ વખતે પણ આપવામાં આવશે. આ વખતે પણ જે આ પ્રસંગ પાર પાડવાના છે તે મહેશ સવાણી લગ્ન કરાવી દીધા બાદ પણ પોતાની જવાબદારીમાંથી મુક્ત નથી થતા.

સોશિયલ મીડિયા પર તેમણે તમામ દીકરીઓ અને જમાઈઓનું ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપ દ્વારા દરેક વ્યક્તિ એકબીજાના સંપર્કમાં રહે છે. જો કોઈ દીકરી માટે કોઈ અસામાન્ય પરિસ્થિતિ ઊભી થાય તો ગ્રુપના તમામ લોકો પાંચસો રૂપિયા ફાળો આપીને આર્થિક મદદ કરે છે. અત્યાર સુધીમાં બે દીકરીઓને મુશ્કેલીના સમયમાં આ રીતે મદદ કરવામાં આવી છે.

વર્ષમાં એકવાર દીકરીઓના ઘરની મુલાકાત
તેઓ વર્ષમાં એક વાર દીકરીઓના ઘરે ચોક્કસ જાય છે, કહેવાય છે કે લગ્ન પછી દીકરી પારકુ ધન બની જાય છે. આવી સ્થિતિમાં, ઘણા સાચા પિતા પણ તેમની સંભાળ રાખવામાં સક્ષમ નથી. પરંતુ મહેશ સવાણી એ દીકરીઓને જીવનદાન આપે છે જેમના લગ્ન સામૂહિક રીતે થાય છે. દીકરીની પહેલી ડિલિવરીનો ખર્ચ પણ તે ઉઠાવે છે. વર્ષમાં એક દિવસ તે દીકરીના ઘરે ચોક્કસ જાય છે. દરેક દીકરીને મોબાઈલ પર ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજ મોકલો. એટલું જ નહીં, તે વર્ષમાં એક વખત કુલ્લુ-મનાલીની 10 દિવસની ટૂર પણ કરે છે. જો કોઈ દીકરીને કોઈ ઈમરજન્સી મદદની જરૂર હોય તો તે પૂરી કરે છે.

10 વર્ષમાં 3 હજાર દીકરીઓના લગ્ન કરાવ્યા
સવાણી ગ્રુપ દ્વારા 10 વર્ષમાં 3000 લગ્નો કરનાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે તેઓ માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં નિરાધાર દીકરીઓના લગ્ન કરાવે છે. તેમણે છેલ્લા 10 વર્ષમાં 3000 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. તેઓ 4446 દીકરીઓના તેઓ પાલક પિતા છે. રાજ્યના દર 10 કિમીએ એક દીકરી મળશે. આ વખતે 300 દીકરીઓમાં 9 મહારાષ્ટ્રની, 2 યુપીની, 1 પંજાબની અને એક દિલ્હીની છે.

જે દીકરીઓને બહારના રાજ્યોમાંથી સુરત આવવું મુશ્કેલ છે, તેઓ જ્યાં રહે છે ત્યાં તેમના લગ્ન કરવામાં આવશે. માતા અને ભાઈ નહીં પરંતુ 103 દીકરીઓના પિતા મહેશ સવાણીએ જણાવ્યું કે ગયા વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થઈ શક્યું નથી. આ વખતે જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર સમૂહ લગ્નના આયોજનની માહિતી શેર કરી ત્યારે 500 જેટલી દીકરીઓની અરજીઓ આવી. આમાંથી વિવિધ ધર્મની 300 દીકરીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 103 એવા છે જેમના માતા-પિતા કે મોટા ભાઈમાંથી કોઈ નથી. કેટલાક એવા હોય છે જેમના પિતા કે માતા હોતા નથી.

ગુજરાતના રાજ્યપાલશ્રીની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ

0

જીએનએ ગાંધીનગર:

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે 03 ડિસેમ્બર 2021ના રોજ ગાંધીનગરમાં રાજભવન ખાતે ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી હતી. એર માર્શલે એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે હોદ્દો સંભાળ્યા પછી રાજ્યપાલ સાથે તેમની પ્રથમ મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને રાજ્ય સરકારને તમામ સહાયતા કરવાની ખાતરી આપી હતી.

વ્યમ રક્ષામઃ ભારતીય જળસીમાની અમોઘ રક્ષા કરતું જહાજ સજગ. ICGના જહાજ સજગનું દરિયામાં દિલધડક ઓપરેશન

0

જીએનએ અમદાવાદ:

સમુદ્રના પાણીમાં દરિયાઈ સીમામાં અનૈતિક પ્રવૃત્તિને ડામવા ભારતીય તટ રક્ષક દળનું અડીખમ ઉભું રહેતું જહાજ *સજગ* જે આકાશ અને જળમાર્ગ પર બાજ નજર રાખી અવનવા ઓપરેશનને અંજામ આપી સુરક્ષા પ્રદાન કરે છે આવો જોઈએ સજાગ અને અડીખમ રહેતા જહાજ સજગનું કેવું હોય છે દિલધડક ઓપરેશન..

દેશના લાંબા કિલોમીટરમાં પથરાયેલ દરિયાના પાણીમાં દેશ માટે કરવામાં આવતી અનૈતિક પ્રવૃત્તિને ડામવા મધ દરિયામાં ઉછળતા સમુદ્રના મોજામાં ભારતીય તટ રક્ષક દળનું વજ્ર ગણાતું જહાજ એટલે કે સજગ. આશરે 150 ક્રુ ના સભ્યો અને અધિકારીઓ સાથે દરિયામાં આકાશ અને દરિયાઈ માર્ગ પર પોતાની બાજ નજર રાખતું હોય છે. દૂર દૂર સુધી ફેલાયેલ અંધારામાં શંકાસ્પદ હિલચાલ કે ઘૂસણખોરી કરતી દુશ્મન દેશની બોટને કે રસ્તો ભટકી ગયેલ માછીમારોને બચાવવા દિલધડક ઓપરેશન દ્વારા તેઓ કાર્યને અંજામ આપે છે. સટીક નજર, વિશેષ દુરસંચાર સાથે અત્યાધુનિક ટેકનોલોજીનો સંગમ, ફાયર સૂટ, લાઈફ જેકેટસ, મીની બોટ, અત્યાધુનિક ઝડપી ગતિએ માર કરતી મશીનગન જેવા ભારે હથિયારો સાથે દરિયાનો રાજા ગણાતું સજગ જહાજ આશરે 27 નોટીકલ માઇલની ગતિ સાથે દરિયાઈ સીમાની સુરક્ષા કરવાનું કાર્ય સચેત રહી નિભાવે છે. સજગ અને સાર્થક જેવા વિશાળ અડીખમ જહાજો મધ દરિયામાં માં ભારતીની રક્ષા કાજે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક તૈનાત જોવા મળે છે.

મધ રાત્રે મધ દરિયામાં જ્યાં દૂર દૂર સુધી અંધકાર જોવા મળે છે અને કોઈ શંકાસ્પદ બોટના ઘૂસવાના મેસેજ મળે છે ત્યારે સજગ જહાજ પર ભારતીય તટ રક્ષક દળના ચુસ્ત તાલીમ પામેલા જાંબાઝ કમાન્ડો અને અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવી જાય છે અને ઓપરેશનને એકસહ અંજામ આપવામાં આવે છે.

તટ રક્ષકના ઉચ્ચ અધિકારી દ્વારા સૂચના અને આદેશ અપાય છે અને કમાન્ડો દ્વારા રોકેટ લૉન્ચરમાંથી એક કાન ફાડી નાખે તેવા અવાજ સાથે ફાયર કરવામાં આવે છે જે આકાશમાં એક છત્રીરૂપે ખુલી 3 લાખ જેટલી મીણબત્તીનો પ્રકાશ આપતો ભારે ઉજાસ દરિયાઈ પાણી પર ફેલાવે છે જેના આધારે અને પ્રકાશ દ્વારા શંકાસ્પદ બોટ કે દુશ્મનને ઓળખી પકડી પાડવામાં આવે છે. તો બીજી તરફ જહાજના ઉપરના મુખ્ય ભાગ પર લાગેલ એમએમજી મશીનગન જે એક સાથે 30 થી 50 રાઉન્ડ ગોળીઓનો મારો ચલાવી દુશ્મનને પરાસ્ત કરવા અને તેમના હાજા ગગડાવવા માટે સજ્જ જોવા મળતી હોય છે. જ્યારે બીજી તરફ સેવાકીય કાર્ય જેવા કે મધ દરિયામાં બોટમાં ફસાયેલ માછીમારો માટે જહાજ પર રહેલ સામગ્રીને તાત્કાલિક હેલિકોપટર દ્વારા તેમના સુધી મોકલવામાં પણ સજગ મહત્વનો ભાગ ભજવે છે. સજગ જહાજની અને તેના પર ડ્રિલ રૂપે યોજાયેલ ઓપરેશનની તમામ સચોટ માહિતી અને માર્ગદર્શન ડીઆઈજી અનિકેત સાહેબ, કોસ્ટ ગાર્ડ દિલ્હી દ્વારા આપવામાં આવ્યું હતું.

પોતાના સ્વજનોથી મહિનાઓ સુધી દૂર મધ દરિયામાં સતત પાણીમાં રહેતા ભારત દેશના જાંબાઝ તટ રક્ષક દળના જવાનો જેઓ વહેલી સવારે સ્ફૂર્તિ અને ફિટ રહેવા સજગ જહાજ પર દોરડા ખેંચ જેવી રમત રમી પોતાને હળવા મુડમાં લાવી અને ફરી સજ્જ બની સુરક્ષા કરવા માટે તૈયાર હોવાનું મનોબળ કેળવતા હોય છે. તેમના આ અગમ્ય સાહસ, બાજનજર ધરાવતી ચપળતા, દેશ પ્રત્યે સુરક્ષાની જવાબદારી, ના કારણે આજે ભારતના દરેક નાગરિકની છાતી ગદગદ ગર્વથી ફૂલે છે જે શાનની વાત કહી શકાય જેમના લીધે મારી દરિયાઈ સીમા સુરક્ષિત છે.. સલામ છે ભારતની દરિયાઈ સીમાનું રક્ષણ કરતા જહાજ સજગ અને તેના જાંબાઝ તટ રક્ષક દળના જવાનોને..

Ad….