Home Blog Page 2

દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં ધરમપુરના ખાંડા ગામે મોરારીબાપુની 934મી રામકથાનું ભવ્ય અયોજન

0

સત્ય – પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારીબાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા કથાકાર મોરારીબાપુની 934મી રામકથા યોજાવાની છે. આગામી 9મી એપ્રિલ 2024થી પ્રારંભ થનારા હોય આ કથાની વિશેષતા અંગે કથાકાર શ્રી આસિષભાઈ વ્યાસ ધરમપુર દ્વારા તેમજ જિલ્લાના લોકો કથા અંગે માહિતગાર થાય તેવા ઉદેશથી ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્રના ગામ ખાંડામાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારી બાપુ દ્વારા રામકથા ધરમપુર-કપરાડા વિસ્તારમાં પ્રથમ વખત થવા જઈ રહી છે.

સત્ય – પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારીબાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે. ખાંડા ગામ ધરમપુર તાલુકા (જિ. વલસાડ)ના અંતરિયાળ વિસ્તારમાં પૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે.ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં તા. 9મી એપ્રિલ 2024, મંગળવારથી તા. 17મી એપ્રિલ 2024, બુધવાર દરમિયાન (નવ દિવસ) રામકથાનું ગાન ખાંડા ગામની ભૂમિ પર મોરારીબાપુ કરશે. રામકથાના પ્રથમ દિવસ તા. 9મી એપિલ 2024ના દિવસે સાંજે 4-00 કલાકે રહેશે. જ્યારે તા. 10-04-2024 થી તા. 17-04-2024ના રામકથાની સમય સવારે 10 થી 1 નો રહેશે. રામકથા દરમિયાન પ્રભુપ્રસાદ (ભોજન)ની વ્યવસ્થા રાખેલ છે. સૌને કથાશ્રવણ કરવા અને પ્રભુપ્રસાદ લેવા હાર્દિક નિમંત્રણ છે.2019 પછી કોરોના અને અન્ય કારણોના લીધે કથાનું આયોજન લંબાયું હતું એ રામકથાનો પ્રેમયજ્ઞ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ ખાંડામાં તા. 09 એપ્રિલ થી 17 એપ્રિલ, 2024 ચૈત્ર નવરાત્રી દરમિયાન થવા જઈ રહ્યો છે. મોરારી બાપુ ખાંડા ગામમાં જ નવ દિવસ રોકાશે અને સૌને પ્રેમથી મળશે.તુલસીકૃત રામાયણની પંક્તિ છે કે, “રામ હી કેવળ પ્રેમ પિયારા’ એ નાતે રામકથાનો પ્રેમયજ્ઞ યોજાયો છે ત્યારે સૌના પ્રિય મોરારીબાપુના શ્રીમુખે યોજાયેલ રામકથામાં પધારવા આયોજકોએ સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

Ad.

આજે અમદાવાદમાં યોજાશે રજવાડી રાજસ્થાનનો સંગમ ફાગ મહોત્સવ*

0

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજસ્થાનની હોળી-ધુળેટીના તહેવારની રંગની મહિમા અનોખી હોય છે. દૂર દૂર સુધી પોતાના માદરે વતનથી ધંધા તેમજ અન્ય કામ અર્થે આવેલ રાજસ્થાની લોકો દૂધમાં સાકર ભળે તેમ જે તે વિસ્તાર શહેરમાં ભળી જતા હોય છે પરંતુ રાજસ્થાનની સંસ્કૃતિ, તહેવારો ક્યારેય હૃદયમાંથી ન વિસરાય.. આવો જ એક રાજસ્થાની ઉત્સવ ફાગ મહોત્સવ રાજસ્થાન યુવા મંચ દ્વારા અમદાવાદમાં 31 મી માર્ચે થવા જઈ રહ્યો છે.

વિવિધ જગ્યાએ યોજાઈ રહેલ મહોત્સવમાં રાજસ્થાન 500 થી વધુ લોકો હોળી મનાવવા અમદાવાદ આવશે. એક સપ્તાહ સુધી મહોત્સવનું આયોજન થતું હોય છે જેમાં આ આખાય મહોત્સવ દરમ્યાન રાજસ્થાનની પરંપરા, સંસ્કૃતિના સમન્વયનો એક અલગ અંદાજ જોવા મળશે.

અમદાવાદ શહેરમાં વસતા રાજસ્થાન સમાજના વિવિધ જ્ઞાતિના લોકો અલગ અલગ વિસ્તારમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે..

અમદાવાદના સરકીટ શાહીબાગ ખાતે આવેલ સરદાર પટેલ સ્મારક ભવન ખાતે આજે સાંજે 6.30 કલાકે આ ફાગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ વિશે રાજસ્થાન યુવા મંચના સંયોજક ભવાનીસિંહ શેખાવતે જણાવ્યું હતું કે હોળી, ધૂળેટીની ઉજવણી સાથે સાથે રાજસ્થાન સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજસ્થાની તેમજ બૉલીવુડ કલાકારો સહિતનો જમાવડો જોવા મળશે. આ ઉપરાંત કાબેલિયા, ઘુમર જેવા નૃત્યો અને ગેર સંસ્કૃતિનો અનેરો સમન્વય અહીં જોવા મળશે. જેમાં અમદાવાદ અને રાજસ્થાન થી મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

iKhedut Portal | બાગાયતી યોજનાઓ 2024 | નર્સરી યોજના  | આઈ ખેડૂત પોર્ટલ યોજના

0

પ્લગ નર્સરી યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

iKhedut Portal | બાગાયતી યોજનાઓ 2024 | નર્સરી યોજના | આઈ ખેડૂત પોર્ટલ યોજના

આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. જેને ધ્યાને રાખીને ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે બનાવેલ છે. રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ઘણા વિભાગ કામ કરે છે. રાજ્યમાં વન પ્રદેશનો વિસ્તાર વધે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેને ધ્યાને રાખીને ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.

Ikhedut Portal પર જુદી-જુદી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેમાં મફત છત્રી યોજના, તાર ફેન્‍સીંગ સહાય યોજના, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના, પ્લગ નર્સરી યોજના વગેરે યોજનાના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પર સ્વીકારવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા પ્લગ નર્સરી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

પ્લગ નર્સરી યોજનાનો હેતુ
પ્લગ નર્સરી બનાવવા માટેની પાત્રતા
આ યોજનાનો લાભ મેળવવા માટેની કેટલીક શરતો અને નિયમો
પ્લગ નર્સરી હેઠળ મળવાપાત્ર લાભ
Document Required for Plug Nursery Scheme 2024 | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?
How to Online Apply Plug Nursery Scheme 2024 | પ્લગ નર્સરી યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
Ikhedut પર ઉપલબ્ધ આ યોજના બાગાયતી વિભાગની યોજના છે. જેને વનબંધુ યોજના તરીકે પણ ઓળખી શકાય છે. આ યોજનાને પ્લગ નર્સરીના નામે ઓળખી શકાય છે. રાજ્યમાં વન વિસ્તાર વધારવાના માટે આવી નર્સરીઓ બનાવવા પર સબસીડી આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ નર્સરીઓ બને અને વૃક્ષોનું વાવેતર થાય.

યોજનાનું નામ Plug Nursery Schemes 2024
ભાષા ગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશ પ્લગ નર્સરી બનાવવા માટે સહાય
લાભાર્થી ગુજરાતના એસ.ટી જ્ઞાતિના ખેડૂતોને
સહાયની રકમ યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે. ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૭૫ %, વધુમાં વધુ રૂ.૨૨.૫૦લાખ/ હે. ની મર્યાદામાં સહાય
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી Click કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ 11/05/2024

Read More: કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના 2024 । Vermicompost Subsidy Scheme 2024

પ્લગ નર્સરી યોજનાનો હેતુ
ગુજરાતના ખેડૂતો અને નાગરિકો આ વનપ્રદેશ વધારે તે અત્યંત જરૂરી છે. જેને ધ્યાને રાખીને બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના 14 જિલ્લામાં પ્લગ નર્સરી બનાવવા માટે ખેડૂતો કે બનાવનારને સીધી સબસીડી આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ વનબંધુની આ યોજનાનો લાભ લઈને પ્લગ નર્સરી બનાવી શકે.

પ્લગ નર્સરી બનાવવા માટેની પાત્રતા
ગુજરાત રાજ્યમાં Bagayati Vibhag દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવે છે. જેમાં નીચે મુજબની પાત્રતા ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
પસંદ થયેલા 14 જિલ્લાઓમાંથી એસ.ટી જાતિનો હોવો જોઈએ.
ખેડૂત જમીન કે ટ્રાઈબલ લેન્‍ડ ધરાવતો હોવો જોઈએ.
પાસે બેંક એકાઉન્‍ટ હોવી જોઈએ.

આ યોજનાનો લાભ મેળવવા માટેની કેટલીક શરતો અને નિયમો
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમો નક્કી થયેલા છે. જે નીચે મુજબ છે.

એક હેકટરની પ્લગ નર્સરીમાં હાઇટેક ગ્રીનહાઉસ (૧૦૦૦ ચો.મી.), નેટહાઉસ (૧૦૦૦ ચો.મી.), વોટર સ્ટોરેજ ટેંક, કંમ્પોસ્ટીંગ યુનિટ, ફાર્મ મશીનરી, સ્ટોર કમ ઓફિસ લગાવવાની રહેશે.
1 હેકટરની પ્લગ નર્સરીમાં પ્લગ ટ્રે, મલ્ચીંગ, નર્સરી મિડીયા/ કેમીકલ, જરૂરી હોય તેવા પાકોમાં મધર બ્લોક (મીની. ૦.૫૦ હે.) આ ઉપરાંત હાલમાં પ્લગ નર્સરીમાં ઉપયોગમાં લેવાતાં મીડીયા મીક્ષીંગ, પ્લગ ટ્રે ફીલીગ મશીન, બેગ ફીલીંગ મશીન, જર્મીનેશન ચેમ્બર જેવા સબ ઘટકોનો સમાવેશ કરવાનો રહેશે.
એક હેકટર કરતા ઓછા વિસ્‍તારની પ્લગ નર્સરી માટે હાઇટેક ગ્રીન હાઉસ / નેટ હાઉસનો વિસ્‍તાર નર્સરી વિસ્‍તારને અનુરૂપ સપ્રમાણ ગણવાનો રહેશે.
નર્સરી ઓછામાં ઓછા ૦.૨૦ હેકટર તથા વધુમાં વધુ ૧ હેકટરના વિસ્તારમાં બનાવવાની રહેશે.
ઉપરોક્ત ઘટકોમાંથી ઓછામાં ઓછા પાંચ ઘટકમાં જરૂરીયાત મુજબ કામગીરી કરવાની રહેશે.
પ્રોરેટા બેઝ મુજબ સહાય આપવાની રહેશે.
નર્સરીનું એક્રીડેશન કરાવવાનું રહેશે.
ખાતાદીઠ ફક્ત એક જ વખત લાભ મળશે.

પ્લગ નર્સરી હેઠળ મળવાપાત્ર લાભ
આ યોજના હેઠળ નર્સરી બનાવનાર ખેડૂતોને ઘણા બધા લાભ થાય છે. જે નીચે મુજબ છે.

ક્રમ સ્કીમ કોડ મળવા પાત્ર લાભ
૧ HRT-3
(અનુસુચિત જનજાતિ માટે ) યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે.
જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે.
ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૭૫ %, વધુમાં વધુ રૂ.૨૨.૫૦ લાખ/ હે. ની મર્યાદામાં સહાય
૨ HRT-2 યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે.ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૫૦ %, વધુમાં વધુ રૂ.૧૫.૦૦ લાખ/હે. ની મર્યાદામાં સહાય
૩ HRT-4
(અનુસુચિત જાતિ માટે ) યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે.ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૭૫ %, વધુમાં વધુ રૂ.૨૨.૫૦લાખ/ હે. ની મર્યાદામાં સહાય
Document Required for Plug Nursery Scheme 2024 | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?
ikhedut Portal પર ચાલતી કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

લાભાર્થી ખેડૂતની 7/12 ની જમીનની નકલ
અરજદારનું આધારકાર્ડની નકલ
જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
રેશનકાર્ડની નકલ (Ration Card)
જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
મોબાઈલ નંબર
Read More: કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024 । Banana Tissue Culture Plants Scheme in Gujarat

Plug Nursery Scheme 2024 | પ્લગ નર્સરી યોજના 2024
How to Online Apply Plug Nursery Scheme 2024 | પ્લગ નર્સરી યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
પ્લગ નર્સરી યોજનામાં ઓનલાઈન અરજી કરવાની થાય છે. ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
Bagayati Yojana 2024
ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
How to Online Apply Plug Nursery Scheme 2024 | પ્લગ નર્સરી યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
“બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં “બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે” નામના મેનુમાં જાઓ.
ત્યારબાદ ક્રમ નંબર-5 પ્લગ નર્સરી પર ક્લિક કરવું.
જેમાં “પ્લગ નર્સરી” માં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
Plug Nursery Scheme 2024 Online Form
લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
પ્લગ નર્સરી યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા: 12/03/2024 થી 11/05/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની બંધ થઈ જશે.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
1. પ્લગ નર્સરી યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની રહેશે?
જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

2. Plug Nursery Scheme 2024 ઓનલાઈન અરજી માટે છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની તા-11/05/2024 છેલ્લી તારીખ છે.

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે સુખવંતની હવેલીમાં પુરાયેલા સાર્થકને ઓચિંતાનું ખુલ્લુ આકાશ મળ્યું હોય તેમ તે અહીં વીણા માસીના ફાર્મ હાઉસમાં ઉછળ કૂદ કરતો હતો, અને એમાંથી એને વાગી ગયું! માથામાંથી નીકળતું લોહી જોઈને વીણા માસીની અનુભવી નજર ને સમજાઈ ગયું કે, કેસ વધુ સિરિયસ છે, આથી એમણે તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કર્યો, અને ગામના ડોક્ટરે પણ તાત્કાલિક ટ્રીટમેન્ટ આપી. બરાબર શ્રીદેવી અને વીણા માસી તેમજ સાર્થક ને લઈને જતી એમ્બ્યુલન્સ બહાર નીકળી, ત્યારે સુખવંતની જીપ ગામમાં પ્રવેશી અને અખિલેશ પણ પાર્વતીને લઈને અહીં જ આવતો હતો, પણ એણે સુખવંતની જીપ જોઈ લીધી, એટલે તે ગામ તરફ વળ્યો નહીં. પાછળ પેલો તાંત્રિક હતો પણ સુખવંત કરતા તો એને પહોંચી વળવું સહેલું છે, એવું તેને લાગ્યું હશે! તો આ બાજુ સુધીર દત્ત પણ કિલ્લોલ બંગલામાં આખરે શું થાય છે, તેની તપાસ માટે ત્યાં પહોંચ્યો, અને તેણે તેના પાડોશીની જ આ બધી રમત છે, અને રિમોટ કંટ્રોલથી તે બંગલોની અંદર જુદાં જુદાં અવાજો ઊભા કરે છે, પડછાયા તેમજ મૂજરાનું સંગીત પણ વગાડે છે, જેને કારણે આ બંગલોથી લોકો દૂર રહે અને એ માટે તે નક્કી આ બંગલામાં સ્મગલિંગનો સામાન છુપાવતો હશે, એવું અનુમાન સુધીર દતે લગાવ્યું! તો અનંત ભાટીયા એ સુરેખા નું સ્ટેટમેન્ટ લીધું, અને સુધીર દતે આરોપી ચાલાક છે, તે વાત કહી એટલે તેને આ આત્મહત્યાના કેસમાં ઊંડા ઉતરવાનું નક્કી કર્યું! પરંતુ હાલ તો શ્રીદેવી અને વીણા માસી સાર્થક ને બચાવી શકશે કે કેમ? અને શ્રીદેવી સુધીરને આ એક્સિડન્ટ વિશે કઈ રીતે જાણ કરશે? એ હોસ્પિટલે પહોંચશે કે પાર્વતી ને બચાવવા! કે પછી કિલ્લોલ બંગલો માં આખરે શું પ્રવૃત્તિ ચાલી રહી છે, એની તપાસમાં જશે! અને અખિલેશ ભલે પેલા વૃદ્ધાના પુત્રની નજર અંદાજ કરે, પણ જો અખિલેશ અને પાર્વતી પકડાય જાય તો કોઈની બલિ અને કોઈની હત્યાં કંઈ પણ થઈ શકે! તો સુખવંત પાર્વતી નહીં, અહીં શ્રીદેવી હતી એ સત્ય જાણશે! તો શું ચાલ ચાલશે કે જેનાથી પાર્વતી આપોઆપ સરન્ડર કરે! કે પછી શ્રીદેવી ને પરેશાન કરશે કે સાર્થક ને ગાળિયો પહેરાવી સુધીર દત્ત સુધી પહોંચશે, અને હારેલી બાજી જીતી જશે? આ બધા જ સવાલોના જવાબ મેળવવા વાંચો આગળ….

શ્રીદેવી અને વીણા માસી સાર્થક ને લઈને શહેરની હોસ્પિટલમાં આવી પહોંચ્યા. વિનાયક હોસ્પિટલના હેડ ડોક્ટર મિતેશ વછરાજાની એ સાર્થક ને તપાસીને કહ્યું કે નાના મગજ પર થોડી ચોટ આવી હોવાથી હેમરેજની અસર પણ હોઈ શકે, ઇન્ટર્નલ હેમરેજ હશે તો તે કોમામાં પણ જઈ શકે, અને ડેડ પણ થઈ શકે! અને ખાલી કપાળના મૂઢ મારને કારણે બેહોશ થઈ ગયો હશે તો આઠથી દસ કલાકમાં નોર્મલ પણ થઈ શકે. પરંતુ સીટી સ્કેન અને એમ આર આઈ રીપોર્ટ આવે પછી, પાકે પાયે નક્કી થાય કે સાર્થક ને શું થયું છે! શ્રીદેવી અને વીણા માસી ભગવાનને પ્રાર્થના કરતા બેઠા હતાં, ત્યાં શ્રીદેવી ને વિચાર આવ્યો કે સુધીર દત્ત ને આ વાત કરી દઉં! શહેરભરમાં એને ઓળખાણ છે! એટલે કોઈ ને કોઈ રીતે કામ આવશે, અને શક્ય છે ઓપરેશન કરવું જોઈએ, કે ઓપરેશન ટાળી શકાય એમ હોય તો એનું પ્રેશર પણ સુધીર દત્ત દ્વારા કરાવી શકાય! આવું બધું વિચારીને શ્રીદેવી એ સુધીર દત્તને ફોન કર્યો, અને સાર્થક કેવી રીતે પડી ગયો, અને વીણા માસી સાથે એ શહેરની વિનાયક હોસ્પિટલમાં આવી છે, એ જણાવ્યું,અને ડોક્ટર એ સાર્થકને શું શું થવાની શક્યતા છે, એ પણ બધું કહ્યું. સુધીર દત્ત એ કહ્યું કે તું ચિંતા કરતી નહીં! હું હમણાં જ ત્યાં પહોંચું છું! અને શ્રીદેવીને થોડીક નિરાંત થઈ.

લગભગ વીસ મિનિટ થઈ હશે ત્યાં તો સુધીર દત્ત વિનાયક હોસ્પિટલમાં પહોંચી ગયો! શ્રીદેવી એ જોયું અને તે દોડીને વળગી પડી, અને સાર્થકને સારું થઈ તો જશે ને? એમ રડતાં રડતાં પૂછવા લાગી. સુધીર દત્ત એ તેને આશ્વાસન આપતા કહ્યું, કે અહીંના બધા ડોક્ટરો સાથે મેં આવતા આવતા જ વાત કરી લીધી છે, અને બધાનું કહેવું એમ જ છે કે માત્ર મૂઢ માર જ દેખાય છે, પણ તે છતાં એમ આર આઈ રિપોર્ટ આવ્યાં પછી ખબર પડે! પણ જે કંઈ હશે તે બધું જ સરખું થઈ જશે! સુધીર દત્ત એ કહ્યું, પણ પાર્વતી બોલવા લાગી અને અખિલેશ સાથે સુખવંતની તાનાશાહી માંથી ભાગી નીકળી છે, એ જણાવ્યું. હવે એ લોકો ક્યાં રોકાય છે, એનું લોકેશન મોકલશે એટલે હું એ બંને ને લઈ આવીશ. કિલ્લોલ બંગલોમાં શ્રીકાંત દેખાયાની કમ્પ્લેન આવી હતી એ વાત સુધીર દત્ત એ જાણી જોઈને શ્રીદેવીને જણાવી નહીં, કારણકે એક બાજુથી એને સાર્થકનું ટેન્શન અને એમાં શ્રીકાંત જીવે છે, એવું કોઈ એ કહ્યું કહેવામાં ખતરો હતો. શ્રીદેવી સુધીરના ખભા પર માથું ઢાળીને બેઠી હતી, ત્યાં જ ડોક્ટર એ ચેમ્બરમાં બોલાવ્યા અને કહ્યું રિપોર્ટ આવી ગઈ છે, અને અમને જે શંકા હતી એ‌ જ બન્યું છે! એટલે કે સાર્થક ને નાના મગજ પર ચોટ‌ આવી છે. એટલે એ ભાનમાં નથી આવ્યો હવે એ સોજો ઉતરી જતાં નોર્મલ પણ થઈ જાય ! અને ન પણ થાય એટલે કે કોમામાં સરી પડે! અથવા યાદદાસ્ત ચાલી જાય ! પેરેલેટિક એટેક આવી શકે! આંખે દેખાતું બંધ થઈ શકે કે પછી બોલવાનું પણ બંધ થઈ શકે! અને એમને પાર્વતી યાદ આવી ગઈ! અને બંને ખૂબ ચિંતિત થઈ ગયાં. શ્રીદેવી માટે સાર્થક જ તેની મુલ્યવાન સંપત્તિ હતી, એનાથી વધુ તેને કંઈ જોઈતું નથી, એવું એણે દરેકને કહી દીધું હતું. એણે ડોક્ટરને કહ્યું એ બધું કરી છૂટવા તૈયાર છે, પણ સાર્થક ને કંઈ થવું ન જોઈએ! ડોકટર એ તેને સાંત્વના આપતા કહ્યું કે મીસિસ શ્રીકાંત અમે અમારાથી બનતા બધાં પ્રયત્નો કરીશું, પણ આખરે અમે ડોક્ટર છીએ, કોઈ ભગવાન નથી! અમારી એક મર્યાદા હોય છે. સુધીર એટલી વારમાં ગુગલ સર્ચ કરીને કહ્યું કે, ડો શ્રદ્ધા વિલિયમ્સ ઈઝ આ બેસ્ટ ન્યુરો સર્જન! વ્હાય આઈ એમ નોટ ટ્રાય! અને આપણા માટે સદભાગ્યની વાત છે કે એ આજે આપણા ટાઉનની નજીકના પ્લેસમા કોઈ ફંકશન માટે આવ્યા છે. તમે કહો તો હું મારા કોન્ટેક્ટનો ઉપયોગ કરી, એનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું! ડોક્ટર એ સામ સામે જોયું એને થયું કે આને કેમ કહેવું કે ડો શ્રદ્ધા વિલિયમ્સ એમ કંઈ આવીને ઓપરેશન કરે નહીં! એને ત્યાં તો કન્સલ્ટિંગ માટે પણ એપોનમેઈન્ટ હોય છે! પણ છતાં પેશન્ટનાં સગાંની ભાવના સમજી એણે હા પાડી!

સુધીર દત્ત એ ડોક્ટર શ્રદ્ધા વિલિયમ્સનો કોન્ટેક્ટ કરવા માટેનું ચક્કર ચલાવ્યું અને એમાં એ કામિયાબ પણ થયો. ડોક્ટર શ્રદ્ધા વિલિયમ્સ એ સાર્થકને તપાસવાની હા પાડી, અને એકાદ કલાકમાં હોસ્પિટલમાં આવશે એમ જણાવ્યું!; ડોક્ટર મિતેશ વછરાજાની આશ્ચર્ય ચકિત થઈ ગયાં, કે આવડી મોટી ડોક્ટર એમ દસ મિનિટમાં આવવાં તૈયાર થઈ ગઈ! એ ઉભા થયા અને પોતાના ઓપરેશન થિયેટરમાં જઇને બધું બરાબર છે કે નહીં એ ચેક કરવા લાગ્યાં. એને એક બાજુથી આટલી મોટી ડોક્ટર પોતાના ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરશે એ વિચારીને અને બીજી રીતે કંઇક કહેશે તો એ વિચારીને પણ પ્રેશરનો અનુભવ થતો હતો.
અંતે એ ઘડી આવી ગઈ અને ડોક્ટર શ્રદ્ધા વિલિયમ્સ બરાબર એક કલાક પછી આવી પહોંચ્યા!; એને જોઈને એમ થાય કે આટલી નાની ઊંમરે એણે કેટલી મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. ડોક્ટર શ્રદ્ધા વિલિયમ્સ ને ડોક્ટર મિતેશ વછરાજાની પોતાના કોરીડોરમાં લઈ ગયા, અને સાર્થકનો કેસ સમજાવે છે, શ્રીદેવી અને સુધીર દત્ત પણ એની સાથે હોય છે,બરાબર એ જ સમયે સુધીર દત્તનાં ફોનમાં સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવે છે, અને ઇન્સ્પેક્ટર ભાટિયા એ એવું કંઈક કહ્યું કે સુધીર ચિંતિત થઈ ગયો..

અખિલેશ પાર્વતી ને લઈને હવે છુપાવું ક્યાં એમ વિચારતો હતો કે છેવટે બે ત્રણ દિવસનો સમય મળી જાય તો સુખવંત પણ શાંત થઈ જાય, અને પછી સુધીર દત્ત કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલી આપશે! આવા બધા વિચારોમાં બાઈક આગળ ચાલતી હતી, પાર્વતી પણ અખિલેશ સાથે કોઈ પહાડી ઇલાકામાં સુંદર જીવવા મળશે! અને બંનેની વિચાર યાત્રા ને જાણે પંચર પડ્યું હોય એમ બાઈક એકદમ બંધ પડી ગઈ!: સાચે જ બાઇકમાં પેટ્રોલ ખલાસ થયું હશે કે પછી કોઈ બીજા કોઈ કારણસર પણ બાઈક બંધ પડી ગઈ!; પાર્વતી એકદમ ડરી ગઈ, અને હવે શું થશે? એમ વિચારીને એ દુઃખથી વ્યથિત થઈ ગઈ, અને કોઈ બચાવો કોઈ બચાવો એમ રાડો પાડવા લાગી. રોડ પર એક તો બાઈક બંધ પડી ગઈ એનું ટેન્શન ઉપરથી પાછળ પેલો યુવક હરીશ આવે છે એ પકડી પાડશે, એ ટેન્શન અને ઉપરથી પાર્વતીની રાડ સાંભળીને રોડ પરથી પસાર થતાં મુસાફરોને એમ થયું કે આ યુવક આ સ્ત્રીને હેરાન કરતો હશે! આ બધું એટલું ઝડપથી બની ગયું કે હવે શું કરવું એ નક્કી થતું નહોતું! પાર્વતી એ માંડ માંડ બધાને સમજાવ્યું કે આ યુવકથી નહીં, પાછળ આવે છે એનાથી ખતરો છે, અને આ બાઈક બંધ થઈ ગયું છે, હવે શું થશે! એ મને પકડી લેશે અને પોતાના લગ્ન થાય એટલે મારી બલિ ચડાવી દેશે! એમાંના એક મુસાફરે પોતાના વાહન માંથી થોડું પેટ્રોલ આપ્યું અને નજીકમાં જ પેટ્રોલ પંપ છે ત્યાંથી પૂરાવી લેવા તાકીદ પણ કરી ! દસ મિનિટનાં આ ખેલમાં પેલો યુવકનુ બાઈક દેખાયું ત્યાં અખિલેશની બાઈક સ્ટાર્ટ થઈ, અને મુસાફરો રોડ વચ્ચે ઉભા રહ્યા એમાંનો એક પોલીસ વાળો પણ હતો, અને તેણે એની પૂછપરછ કરવાની શરૂઆત કરી અને આમ દસ પંદર મિનિટ રોકી રાખ્યો, તેમજ પાછા જવા સમજાવ્યો. એને થયું કે પોલીસ સાથે સીધી દુશ્મની વહોરી લેવી એ મૂર્ખામી છે, એટલે એણે પણ પાછા ફરવાનું નાટક કર્યું અને જેવું ટોળું વિખરાયુ ત્યાં મોકો જોઈ ફરી પાછો શહેર તરફ આગળ વધ્યો. જોકે આ વખતે એણે કાલા જાદુનો પ્રયોગ કરી એને વશમાં કરવાનું નક્કી કર્યું,અને સાથે આવેલા તાંત્રિક એ કહ્યું કે કાલા જાદુ કોની પર કરવાનો છે, એ વ્યક્તિ અથવા એનો ફોટો તો જોઈએ!આપણી પાસે બે માંથી એક પણ નથી, એટલે એના સુધી પહોંચ્યા વગર કંઈ શક્ય નથી, એટલે મોટર બાઈકની ઝડપ વધારી દીધી.

સુખવંતની ઝીપ વીણા માસીના સુંદર મજાના સુંદરવન નામના ગામમાં પ્રવેશી, અને એક વડીલ ગૌતમ કાકા એ એનો રસ્તો રોકતા પુછ્યું, ભાઈ તમારે કોનું કામ છે? તમે પહેલીવાર અમારા ગામમાં આવ્યા છો, એટલે તમે ગામમાં ભૂલા પડી જશો! સુખવંત ને બહુ ગુસ્સો આવ્યો, પણ એણે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લીધો અને કહ્યું હું ગામના સરપંચ ને મળવા આવ્યો છું. અમારું ગામ નજીકમાં જ છું અને, અમારા ગામમાં ચાલું વર્ષે દુષ્કાળ જેવું ગયું છે તો સાંભળ્યું છે કે, આ ગામમાં બહુ મોટા જ્યોતિષ રહે છે, એટલે કંઇ વિધી વિધાન કરવું પડે તો કરી લેવું! કારણ કે પ્રજાનુ દુઃખ જોવાતું નથી. એ વડીલનું ઘર ગામમાં પ્રવેશતાં જ આવતું હતું, એટલે વીણા માસી એ અગમચેતી વાપરી એને કહ્યું હતું કે ખુલ્લી જીપમાં હિટલર જેવું કોઈ આવે તો પુછ પરછ કરીને અંદર આવવા દેવા, અથવા બંને તો ટાઢા પાણી એ ખસ જાય એવું કરવાનું છે. ગૌતમ કાકા સમજી ગયા કે એ બહાને એ ગામમાં આવે છે, એણે કહ્યું આપને કદાચ નામ સમજવામાં ભૂલ થઈ છે! અમારા ગામમાં એવું કોઈ રહેતું નથી, સામે ગોમતી નગરમાં રાઘવજી વૈદ્ય રહે છે એ જ્યોતિષ છે અમારું તો ખેડુતો નું ગામ છે! અહીં આપને નિરાશા મળશે! આ તો આપ ગામથી અજાણ્યા છો, અને ક્યાં ક્યાં શોધો પછી મળે નહીં! તો આપનો સમય બરબાદ થાય એટલે મારી ફરજ છે. ઉપરથી અમારા સરપંચ પણ ગામમાં છે નહીં! હમણાં જ એક વ્યવહારિક પ્રસંગે બહાર ગયા છે. સુખવંત કંઈ ઓછી માયા નહોતી, એ સમજી ગયો કે એને અહીંથી કાઢવાં માંગે છે, એટલે એનો મતલબ એમ થયો કે અખિલેશને પાર્વતી અહીં જ હશે! જોકે એનાં મગજમાં શ્રીદેવી વિશે કોઈ ખ્યાલ નહોતો આવ્યો એ હકીકત હતી. એણે કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર, તમે ખરેખર મારો સમય બચાવી લીધો, પણ હવે આવી જ ગયો છું તો ચા પીવી પડશે, રસ્તામાં ઝીપ અટકી એમાં ક્યાંય સુધી રોડ પર ઉભા રહેવું પડ્યું, અને પવન લાગવાથી માથું જકડાઈ ગયું છે! એમ કરો મને ચા વાળો ક્યાં હશે એ બતાવી દ્યો! ગૌતમ કાકાને થયું ચા વાળો બંધુ કહી દેશે તો! એના કરતાં સાથે જ જાઉં અથવા મારા ઘરે લઈ જાઉં પણ થયું ના ઘરે તો પોતાની જુવાન અને સુંદર દીકરી રેણુકા હતી, આ માણસની નિયત ખરાબ છે એટલે ઘરે તો નહીં જ! ગૌતમ કાકા એને વાલજીની ચાની કીટલી પર લઈ આવ્યાં, અને કહ્યું કે વાલજી બે સ્પેશિયલ ચા બનાવ મહેમાન આવ્યા છે, અને તારાં કાકી ઘરે નથી એટલે તારે જ ચા પીવરાવવી પડશે, મહેમાન નો થાક ઉતારે એવી. વાલજી એ હમણાં જ ગૌરી કાકીને જોયાં હતાં, છતાં ગૌતમ કાકા આમ કેમ બોલે છે? નક્કી કંઈક કહેવાનું નહીં હોય, અને પાછા ગૌતમ કાકા બે વાર સ્પેશિયલ સ્પેશિયલ એમ બોલ્યાં એટલે અફીણના ડોડવા વાળી ચા બનાવવાની છે, એટલું તો સમજાય ગયું. એણે ચા ઉકાળવા મુકી અને પાંચ મિનિટમાં આખાં વાતાવરણમાં ચાની એકદમ લિજ્જતદાર ખુશ્બુ ફેલાઈ ગઈ, અને સુખવંત એક નહીં પણ ત્રણ ચા પી ગયો. સુખવંત તો ચરસ ગાંજાનો બંધાણી હતો, એટલે એક થી એને અસર ન થાય! ધીરેધીરે એનું માથું ભમવા લાગ્યું અને એને તરત સમજાઈ ગયું કે પોતે આ વડીલની ચાલમાં ફસાઈ ગયો છે, એણે કહ્યું વડીલ આપનો ખૂબ ખૂબ આભાર પણ હવે મારે જવું પડશે અને એણે ઝીપ સ્ટાર્ટ કરી અને જેમ આવ્યો હતો એમ ખાલી હાથે સુંદરવન માંથી પાછો ફર્યો, પણ વિચારતો હતો કે એણે આ શું ચા માં નાખ્યું, કે મારી પર અસર કરી ગયું, અને આ વિચારમાં રસ્તા પરનો ખાડો દેખાયો નહીં, અને એની ઝીપ સ્લીપ થઈ ગઈ, અને ઝીપનુ એક વ્હીલ ઝાડીમાં ભરાઈ ગયું! એને થયું કે શું કામ ઝીપ બંધ પડી હતી, એમ ખોટું બોલ્યો! અને એ કોઈ મુસાફર નીકળે તો એની મદદથી ઝીપ બહાર નીકળી શકે એમ વિચારતો ઉભો‌ રહ્યો.

સૌ પ્રથમ તો ડોક્ટર શ્રદ્ધા વિલિયમ્સ સાર્થકનું ડાયોગનાઈઝ બરાબર કરશે, અને એ પહેલાં જેવો નોર્મલ થઈ જશે કે કેમ? અખિલેશ અને પાર્વતી સુખવંત તેમજ તાંત્રિકથી સુરક્ષિત રહી શકશે! અને કિલ્લોલ બંગલોમાં જવા પહેલા જ સાર્થક પાર્વતી અને સુરેખા ના કેસમાં અટવાઈ ગયો, તો ત્યાં એ પાડોશી કે જેનું નામ નવનીતલાલ છે, એને આખું ષડયંત્ર ફરીથી સેટ અપ કરવાનો સમય મળી જશે અને હોસ્પિટલમાંથી છેલ્લા ફોન કોલમાં એવું શું કહ્યું કે સુધીર દત્ત થોડો ચિંતિત થઈ ગયો,અને એ સાર્થક વિશે વિચારતી શ્રીદેવીના સવાલો તરફ બેધ્યાન થઈ ગયો! આ બધું જ જાણવા માટે હજી થોડું થોભો અને વધુ આવતા અંકે…

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

10 વર્ષની માનવી નામની છોકરીનું તેના બર્થડેના દિવસે જ મોત

0


પંજાબના પટિયાલામાં 10 વર્ષની માનવી નામની છોકરીનું તેના બર્થડેના દિવસે જ મોત થતાં માતમ પ્રસર્યો હતો. બર્થડેની કેક ખાધા બાદ માનવીની તબિયત બગડી હતી અને સવારમાં તેનું મોત થયું હતું.

બર્થડેના દિવસે ભયાનક ઘટના

માનવીના મોતની ઉપરાંત કેક ખાનારા પરિવારના 4 સભ્યોની પણ તબિયત ખરાબ થઈ હતી.

પટિયાલાના અમન નગરની રહેવાસી કાજલે પોલીસને જણાવ્યું હતું કે 24 માર્ચે તેની પુત્રી માનવીનો જન્મદિવસ હતો. પરિવારે ઝોમેટોથી કાન્હા કેક શોપમાંથી કેકનો ઓર્ડર કર્યો હતો જે પછી સાંજે તેનો બર્થડે ઉજવાયો હતો. બર્થડેના દિવસે માનવીએ કેક કાપ્યાં બાદ ખાધી હતી જે પછી તેને ઉલટીઓ થવા લાગી હતી તથા પરિવારના 4 સભ્યોની પણ તબિયત ખરાબ થઈ હતી. રાત સુતા બાદ વહેલી સવાર 4 વાગ્યે માનવીનું શરીર ઠંડું પડી ગયું હતું પરિવાર તેને લઈને હોસ્પિટલ દોડ્યો પરંતુ તેટલીવારમાં તેનું પ્રાણપંખેરુ ઉડી ચૂક્યું હતું.
link

વીડિયોમાં કેક કાપતી દેખાઈ માનવી
માનવીનો કેક કાપતી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પરિવારે માનવીના જન્મદિવસ માટે ઓનલાઈન 352 રુપિયા ચુકવીને કેક મંગાવી હતી અને તે કેક ઝેરી હોવાનું જણાવાઈ રહ્યું છે. વીડિયો એવું પણ જોઈ શકાય છે માનવી ખૂદ કેક ખાતી હતી અને ઘરનાને પણ ખવડાવતી હતી. માનવીની માતા કાજલે કહ્યું કે માનવી ભણવામાં ખૂબ હોંશિયાર હતી, હવે તેની નાની બહેન એકલવાયી બની ગઈ છે.

કેક ઝેરી બની હોવાની સંભાવના
આ ઘટનામાં ખાધા ખાધ મોત અને તબિયત બગડી હોવાનું અનુમાન લગાવી શકાય કે કેક ખરાબ અથવા ઝેરી હોઈ શકે અથવા તેને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોઈ શકે.

પોલીસે કેક શોપના માલિક સામે ગુનો નોંધ્યો
પોલીસે તેના પરિવારની ફરિયાદ પરથી બેકરીની દુકાનના માલિક સામે ગુનો નોંધ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે.

જ્યાં સુધી સામ્રાજ્ય વાદ સમાપ્ત નહીં, થાય ત્યાં સુધી સત્તા માટે કોઈ ને કોઈની શહીદી ચડતી રહેશે! : ફાલ્ગુની વસાવડા.

0

જ્યાં સુધી સામ્રાજ્ય વાદ સમાપ્ત નહીં, થાય ત્યાં સુધી સત્તા માટે કોઈ ને કોઈની શહીદી ચડતી રહેશે!

માર્ચ મહિનામાં ઘણા બધાં દિવસ આવે છે, એટલે કે ચકલી દિવસ, જળ દિવસ, કવિતા દિવસ, અને શહીદ દિવસ.

જેમાં દરેકનું પ્રકૃતિમાં કોઈને કોઈ મહત્વ છે.પણ 23 માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને ખાસ કરીને એ આપણા દેશને તેમજ દેશવાસીઓને લાગુ પડતું હોવાથી, એની પ્રત્યે આપણને સહજ વધું ભાવ હોય. જોકે ભારતમાં મહાત્મા ગાંધીનાં બલિદાન દિવસને એટલે કે 30 જાન્યુઆરીને પણ શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમણે અહિંસાની લડતથી ભારતમાં આઝાદી આવે એવા પ્રયત્નો કર્યા હતાં, અને એવી ચળવળની આગેવાની સ્વીકારી હતી. જ્યારે ભારતના જ અમુક યુવાનોએ ક્રાંતિકારી રીત અપનાવી હતી, અને ખાસકરીને લાલા લજપતરાયનાં મૃત્યુ તેમજ જલિયાંવાલા બાગમાં થયેલ હત્યાકાંડને કારણે તેવો એ અંગ્રેજોને જડબાતોડ જવાબ આપવા માટે નુકસાન કરવાનો‌ માર્ગ અપનાવ્યો હતો. એમણે એટલી હદે અંગ્રેજોના નાકે દમ લાવી દીધો, કે અંતે લાહોરમાં કૃષ્ણલાલ વર્માની કોર્ટમાં એમની પર કેસ દાખલ થયો, એમાં 16 ક્રાંતિકારીની ધરપકડ થઈ, અને એમને ત્રણ ફાંસીની સજા થઈ હતી! આજે પણ જ્યારે એ દિવસો યાદ કરીએ કે અંગ્રેજોની ગુલામીમાં આપણો ભારત દેશ જકડાયેલો હતો, અને ગુલામીની આ જંજીર તોડવા માટે દરેક ભારતવાસીઓએ કમર કસી હતી. દરેકે પોતપોતાની રીતે કોઈને કોઈ યોગદાન દીધું હશે, એટલે એ સૌને વંદન, પણ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને 24 માર્ચે ફાંસીની સજા એનાયત કરવામાં આવી હતી. પરંતુ લોક જુવાળ એટલો બધો હતો કે અંગ્રેજો ડરી ગયા, અને તેને 23ના રાત્રે જ ફાંસી આપી દીધી હતી, અને સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ! એમ કરી 1931 ની સાલમાં માત્ર 23 વર્ષની ઉંમરે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ એ હસતાં હસતાં ફાંસીની સજા સ્વીકારી હતી, અને લગભગ દરેકના મનમાં પોતાની ફાંસી માટે કોઈ રંજ નહોતો!

પણ 22 તારીખથી ચેન્નાઈ ખાતે આઈપીએલની ધમાકેદાર શરૂઆત થઈ, અને આપણે સૌ જાણીએ છીએ કે આજકાલની યુવાનીને ક્રિકેટ કેટલી પ્રિય છે. ખેલાડીઓ અને અભિનેતાઓને યુવાનો રોલ મોડેલ માનવાં લાગ્યા છે! કોઈ પણ વ્યવસાયમાં સચ્ચાઈ અને નિષ્ઠા હોય તો યુવાનો એને આદર્શ માને તો એ કંઈ ખોટું નથી! પણ વારંવાર મેચ ફિક્સિંગ અને એનાં પુરાવાઓ મળે છે, અને એમાં પણ આઈપીએલમાં તો રુપિયા માટે રમવાનું હોય સૌ મોં માંગ્યા દામ પણ માંગે છે. બહુ વિચારવા જેવી વાત છે કે, જેની માટે રુપિયાથી ઉપર કંઈ જ ન્હોય એને આદર્શ કંઈ રીતે માની શકાય! છતાં પણ એને આદર્શ માની આજકાલની યુવાની ભૂલ કરી રહી છે. સ્ટેડિયમમાં જોઈએ તો પોતે કંઈ ટીમને સપોર્ટ કરે છે, એ માટે એના ધ્વજ, એનાં ટીશર્ટ અને બીજુય કેટલું.. અધધધધ રુપિયા વાપરે છે! રુપિયા એનાં પોતાના હોય, જ્યાં વાપરવા હોય ત્યાં વાપરે, આપણે કંઈ જ ન કહી શકીએ! મારી પોતાની દીકરી પણ ગઈ હતી! પણ આ બધું દેશભક્તિ ને નામે તો ન જ થવું જોઈએ! કારણકે, જ્યાં દેશ સૌથી ઉપર નથી એ હકીકત આજના યુવાનો એ સમજવાની જરૂર છે. આદર્શ તો એવો હોવો જોઈએ કે, જેનું સ્મરણ થતાં એમનાં બલિદાન આગળ વગર કહે આપણું મસ્તક નમે! અને એવાં હતાં એ ક્રાંતિકારી જવાનો! કે જેણે અંગ્રેજો ને પણ ડરાવી દીધાં હતાં! અને એમનાં વિશે આજનાં યુવાનો એ જાણવું જરૂરી છે.

સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા બાદ,
દેશની આઝાદી માટે બહાદુર પુત્રો ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવે બલિદાન આપ્યા હતા. બ્રિટિશ શાસન સામે અવાજ ઉઠાવતા, તેમણે જાહેર સુરક્ષા અને વેપાર વિતરણ બિલના વિરોધમાં સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ફાંસીની સજા આપવામાં આવી હતી. 23 માર્ચ એ જ દિવસ છે જ્યારે બ્રિટિશ સરકારે દેશના ત્રણ બહાદુર સપૂતોને ફાંસી આપી હતી, જેને વિષે જરાક જોઈએ.

ભગત સિંહ*” માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લાલપુરમાં થયો હતો. ચંદ્રશેખર આઝાદ અને અન્ય પક્ષના સભ્યો સાથે મળીને, ભગતસિંહે ભારતની આઝાદી માટે અભૂતપૂર્વ હિંમત સાથે શક્તિશાળી બ્રિટિશ સરકાર સામે હિંમતભેર લડત આપી હતી. તેઓ માર્ક્સના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ભગત સિંહનું સૂત્ર ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ખૂબ પ્રખ્યાત છે. આ સૂત્રએ દેશવાસીઓને ઉત્સાહથી ભરી દેવાનું કામ કર્યું. 1928માં સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જને કારણે લાલા લજપત રાયનું મૃત્યુ થયું. લાલાજીના મૃત્યુએ ભગતસિંહને ભારે ક્રોધ અને દુ:ખથી ભરી નાખ્યા. તેમણે લાલાજીના મૃત્યુ માટે જવાબદાર પોલીસ અધિક્ષક સ્કોટની હત્યા કરવાની યોજના બનાવી અને લાહોરમાં રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ સાથે મળીને એસપી સાન્ડર્સની ગોળી મારીને હત્યા કરીને સનસનાટી મચાવી. તે જેલમાં 63 દિવસ અનસન પર રહ્યા હતા અને જેલમાં કરેલા ઉપવાસ ખરાબ ભોજન સુધારણા માટે હતાં.

શહીદ સુખદેવ*” સુખદેવનો જન્મ 15 મે, 1907ના રોજ પંજાબના લાલપુરમાં થયો હતો. ભગતસિંહ અને સુખદેવના પરિવારો લાલપુરમાં એકબીજાની નજીક રહેતા હતાં અને બંને વીરો વચ્ચે ગાઢ મિત્રતા હતી. એટલું જ નહીં બંને લાહોર નેશનલ કોલેજના સ્ટુડન્ટ પણ હતા. સુખદેવે સોન્ડર્સ મર્ડર કેસમાં ભગતસિંહ અને રાજગુરુનું સમર્થન કર્યું હતું.

શહીદ રાજગુરુ*” શહીદ રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ, 1908ના રોજ પુણે જિલ્લાના ખેડા ખાતે થયો હતો. રાજગુરુ શિવાજીની ગેરિલા શૈલીના પ્રશંસક હોવા ઉપરાંત, લોકમાન્ય બાળ ગંગાધર તિલકના વિચારોથી પણ પ્રભાવિત હતા.

શહીદોના સન્માનમાં ભારતમાં દર વર્ષે કુલ સાત શહીદ દિવસ મનાવવામાં આવે છે. તેઓ જુદી જુદી તારીખો અને મહિનાઓ પર પડે છે. આ સાત દિવસ છે 30 જાન્યુઆરી, 23 માર્ચ, 19 મે, 21 ઓક્ટોબર, 17 નવેમ્બર, 19 નવેમ્બર અને 24 નવેમ્બર. જો આપણે 30 જાન્યુઆરી અને 23 માર્ચે મનાવવામાં આવતા શહીદ દિવસની વાત કરીએ, તો આ બંને વચ્ચે તફાવત છે. હા, 30 જાન્યુઆરી, 1948 ના રોજ, ભારતને આઝાદી મળ્યાના માત્ર પાંચ મહિના પછી, નથ્થુરામ ગોડસેએ નવી દિલ્હીના બિરલા હાઉસ સંકુલમાં મહાત્મા ગાંધીની છાતી અને પેટમાં ત્રણ ગોળીઓ મારી હતી. બીજી તરફ, શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને 23 માર્ચ 1931ના રોજ યાદ કરવામાં આવે છે, જ્યારે અંગ્રેજોએ તેમને ફાંસી આપી હતી.

ક્રાંતિકારીના જીવનનો એક માત્ર ઉદ્દેશ્ય ભારતને ગુલામીની બેડીમાંથી મુક્ત કરવાનો હતો. તેમણે અંગ્રેજોના અમાનુષી અત્યાચારો સહન કર્યા, અને અસંખ્ય યાતનાઓ સહન કરી હતી, પણ ક્યારેય રુપિયાને કે પરિવાર પ્રેમને દેશથી વધુ મહત્વ આપ્યું નહોતું.

જેલમાં એ લોકોએ ઉચ્ચ અભ્યાસ કર્યો, આ ઉપરાંત બે ક્રાંતિકારી સામાયિક શરૂ કર્યા, અને દેશના યુવાનોને આઝાદીની ચળવળમાં જોડાવા માટે આહવાન કર્યું.વિશ્વના મોટા ભાગ પર જેમનું નિયંત્રણ હતું, એક એવું સામ્રાજ્ય જેના વિશે એવું કહેવામાં આવે છે કે તેમના શાસન હેઠળ ક્યારેય સૂર્ય આથમતો નથી, આટલું શક્તિશાળી શાસન માત્ર 23 આસપાસની યુવાનોથી ડરી ગયું. આજના આધુનિક યુવાનો જે નાની નાની સમસ્યાઓમાં પણ હતાશ થઈ જાય છે, માનસિક વિકૃતિઓથી ઘેરાઈ જાય છે, જેઓ સહેજ સંઘર્ષને કારણે ડિપ્રેશનમાં આવવા લાગે છે, તેવાં યુવાનોએ આ શહીદોના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.

એમણે કહ્યું કે ક્રાંતિનો અર્થ આખરે એવી સામાજિક વ્યવસ્થાની સ્થાપના છે, જેમાં માત્ર વિદ્રોહ ન્હોય પણ શ્રમજીવીની સર્વોપરિતાને સાર્વત્રિક રીતે સ્વીકારવામાં આવે. જ્યાં સુધી માણસ દ્વારા માણસનું શોષણ થાય છે, અને એક રાષ્ટ્ર દ્વારા બીજા રાષ્ટ્રનું શોષણ, જેને સામ્રાજ્યવાદ કહે છે, તે સમાપ્ત નહીં થાય ત્યાં સુધી માનવતા શરમજનક સ્થિતમાં જ રહેશે. તેઓ કહેતા હતા, “ક્રાંતિનો અમારો અર્થ અન્યાય પર આધારિત વર્તમાન સામાજિક વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન છે.

તો આપણાં યુવાનો ને આવાં રોલ મોડેલ તરીકે રાખવા જોઈએ જેનાથી તે પણ પોતાનું નામ આ રીતે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવી શકે, અથવા તો જેનું લખાયું છે એના સમર્થક રહ્યાનો સંતોષ થાય.જય હિન્દ.

લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

વિધાતાની વિચિત્રતા!!

0

ગયા અંકમાં આપણે જોયું કે રમેશ સાવંત અને સુધીર દત્તની ચાલનો સુરેખા ભોગ બની અને સિદ્ધાર્થને માથામાં ન માર્યું હોવા છતાં, એના ગુનામાં જેલમાં ગઈ. રમેશ સાવંત ને ન ઓળખવાનું કારણ એ જ હતું, કે તે દિલીપ ચાવડાને એના જ માણસ તરીકે ગવાહી આપે, તો સરકારી વકીલને વધુ ભરોસો થાય! આ ઉપરાંત કુવાની ધાર પરથી પડતાં પાર્વતીની ચાલી ગયેલી વાંચા પાછી આવી, અને તે રણચંડી નું રૂપ લઈ સુખવંતને મારવા દોડી. આ તકનો લાભ લઇ અખિલેશ પણ સુખવંત પર ઘસી ગયો, અને ગામ લોકોએ એ બંનેને ભાગી જવા કહ્યું. અખિલેશની મોટર સાયકલ પર બંને બાકી છૂટ્યા તો કહાની ના નવા વણાંક તરીકે કિલોલ બંગલામાં શ્રીકાંતનું દેખાવું, અને મુજરો સંગીતની વાતનો પરદો ફાસ્ટ કરવાં સુધી દિલીપ ચાવડા સાથે વાત કરે છે, કે આપણે આજે રાત્રે જઈએ! પણ ભૂત બાબતે ડરી ગયેલો ઇન્સ્પેક્ટર ના પાડે છે, અને સુધીરદતની નકલી પોલીસની ટીમ કિલ્લોલ બંગલે પહોંચે છે!: પરંતુ શ્રીદેવી અને સાર્થક વિશે ગયા એપિસોડમાં કઈ સુરાગ મળ્યા નથી, તો શું એ સુરક્ષિત હશે કે કેમ? તો બીજી બાજુ સુરેખા ને લાગ્યું કે હવે કોઈપણ રીતે આ ચાર્જમાંથી હું છૂટી શકું એમ નથી! માટે તેણે પોતાના જ કપડા પોતે ખેંચ્યા પોતાના શરીરને ઈજા પહોંચાડી અને ઘેનની ગોળીઓ ખાઈને, આત્મહત્યાની કોશિશ કરી, અને સુસાઇડ નોટમાં પોલીસ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ તેમજ સુધીર દત્ત ભળેલા છે, અને એ લોકોને કારણે મારે આત્મહત્યા કરવી પડી છે, એવું સ્પષ્ટપણે લખ્યું. સુરેખાએ 30 ગોળીની ડબ્બી માંથી માત્ર 15 ગોળી રાખી અને બાકીની ગોળી લઈ લીધી છે, એવું સાબિત કરવા બીજા હાથમાં ગોળીની ડબ્બી પણ પકડી હતી. હવે આ બધા પ્રશ્નોની ગૂંચ ઉકેલાશે કે કેમ એ જાણવા માટે વાંચો આગળ….

Ad..

સુધીર દત્ત પોતાની નકલી પોલીસની ટીમ સાથે જીપ લઈને કિલ્લોલ બંગલા પાસે આવી પહોંચે છે, અને બાજુવાળા કે જેમણે શ્રીકાંતને રાતમાં જોયાનો દાવો કર્યો હતો, તેમ જ બંગલામાંથી મુજરાનું સંગીત વાગે છે, એવી પણ ફરિયાદ કરી હતી. એમની જીપ કમ્પ્લેન કરવાવાળા બંગલા પાસે ઊભી રહી, અને અંદાજો લગાવ્યો કે આ બંગલામાં રહેતા વ્યક્તિને કિલ્લોલ બંગલાની હરકત ખબર પડે કે કેમ? એમને અવાજ સંભળાય કે કેમ? અને ત્યાં રહેતું માણસ આ લોકો ઓળખી શકે કે કેમ? આ બધા જ સવાલો સામે તે એક પછી એક તર્ક મુકતા હતાં અને મનોમન બધા જ તર્ક ખારીઝ થવા લાગ્યા. પરંતુ છેલ્લો તર્ક તેમના મગજની આરપાર નીકળી ગયો, એટલે કે જે તે વ્યક્તિના બંગલોની કિલ્લોલ બંગલા સામે ન કોઈ બાલકની હતી, કે ના કોઈ બારી હતી. ફ્રન્ટ ટુ ફ્રન્ટ બંગલોમાં કઈ રીતે એમણે શ્રીકાંતને જોયો? મ્યુઝિક તો હજી પણ સંભળાય, પણ કોઈ વ્યક્તિના દેખાવાનો સંદર્ભ બુદ્ધિ સ્વીકારી શકતી ન હતી. આ ઉપરાંત અત્યારે તો કિલ્લોલ બંગલામાં કોઈપણ જાતનો અવાજ પણ નહોતો. તેમજ લગાડેલું સીલ પણ એમને એમ જ હતું એટલે અંદર જવાનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો. તેમજ જે પાડોશી એ આ કમ્પ્લેન લખાવી છે, એમને કહેવાનો પણ અર્થ નહોતો! બની શકે છે કે તે પોતે જ આમાં ભાગીદાર હોય, અને જો એને જાણ થાય કે અહીં પોલીસ આવી હતી, તો તેની આગળની ચાલ તે બદલી પણ શકે! અને એ રીતે ફરી પાછા પોલીસને ગુમરાહ કરવાની એ વ્યક્તિ વિચારે! પરંતુ જે કોઈ હોય એને સુધીર દત્તના મગજની કરામત વિશે ક્યાંથી ખ્યાલ હોય! એટલે એણે વિચાર્યું કે કદાચ રાત સંગીન થતા ગુનેગારો જાગૃત થાય છે, તેમ અહીં પણ કોઈ નાટકનો સીન અવશ્ય ભજવાશે આથી એમણે પાછા જવાનું નક્કી કર્યું. કારણ કે કોઈને કોઈ જાણભેદુ અવશ્ય અહીં છુપાયેલ હશે, અને એના દ્વારા આજે આ બંગલો પાસે એમના સગા આવ્યાં, છે એવી વાત પણ બહાર પડશે! પરંતુ જીપ હજી તો અડધો કિલોમીટર ગઈ હશે, ત્યાં એમને જીપ રોકી દેવાની સૂચના આપી! અને તે જીપમાંથી ઉતરી ગયાં આજુબાજુ કોઈ જોતું નથી, એ પાકુ કરી લીધા પછી એ નીચે ઉતર્યા. આમ તો એણે આજે એક સરદારનો વેશ પહેર્યો હોવાથી, એ રીતે પણ કોઈ ઓળખી ન શકે. સુધીર દત્તે વિચાર્યું જ હતું, કે કિલ્લોલ બંગલામાં 90% તો અત્યારે શાંતિ હશે, અને એટલે કંઈ જ હાથ આવશે નહીં. આથી એમને પહેલેથી જ નોર્મલ કપડા પહેર્યા હતાં. તેઓ થોડે દૂર આવેલી ચા ની કીટલી પર ગયાં, અને પોતાની માટે એક ચા ઓર્ડર કરી. બે ત્રણ જોક્સ કરી અને એમણે ચા ની કીટલી પરનું ઓડિયન્સ પોતાનું કરી લીધું, અને કિલ્લોલ બંગલો તરફ ચાલવા લાગ્યા! એટલે ચા ની કીટલી વાળો બોલ્યો, સરદારજી ઇધર તો ભૂત રહેતા હૈ, આપ મત જાના! જાણે પોતે સાચે જ ડરી ગયાં હોય, એ રીતે એકદમ દોડીને પાછા આવ્યાં અને પૂછ્યું આપકો કેસે પતા! એટલે એણે કહ્યું કે એની બાજુના બગલમાં રહેનારા એ કહ્યું. હકીકતમાં એના પાડોશી એ જ આવી હવા ફેલાવી હોવાનું સુધીર દત્ત ના મનમાં પાકું થઈ ગયું. પરંતુ હજી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નહોતો, અને છેવટે એ વાતમાં કેટલું સત્ય છે, એ જાણવા તેઓ હજી ત્યાં રોકાવા માંગતા હતાં! પણ કંઈ રીતે! થોડીવારમાં જ એક બીજો માણસ આવ્યો, અને તેણે ચાની કીટલી વાળાને ત્યાં ચા પીધી અને કિલ્લોલ બંગલામાં પોતે ગઈકાલે રાતે ત્રણવાર ભૂત જોયું છે એવી વાત કરી. ચા ના ₹10 ની બદલે એણે કીટલી વાળાને 500ની નોટ આપી દીધી, એટલે એ ત્યાં ભેગા થયેલા તમામને અહીં ભૂત છે એવું કહી ડરાવતા હતાં! સુધીર દત્ત સમજી ગયો કે એ વ્યક્તિની વિરુદ્ધમાં જવાથી કંઈ પરિણામ મળશે નહીં! આથી તેમણે એ વ્યક્તિને હાથ મેળવતાં કહ્યું અચ્છા હુઆ આપને બચા લીયા, વર્ના મેં તો આજ ગયા હી સમજો! ક્યુકી મેરે કો ઇસ પતે પે આને કો બંગલો મેં સે હી કિસીને બોલા થા, વહાં પે લાઈટ કી કોઈ ઈમરજન્સી સર્વિસ કરની હૈ એસા કહા થા! મગર‌ આપકો કૈસે પતા ચલા? એમ કરીને ધીમેકથી પુછી લીધું! પણ એણે જે ઇન્સ્પેક્ટર ને કહ્યું હતું એ જ કહ્યું! સુધીર દત્ત એ સાવ અજાણ્યા થઈ ને કહ્યું અચ્છા અચ્છા તો આપ ઈસકે બગલમે રહે તે હો! ઉસને કહા બિલકુલ પાસ હી! હવે ઈનવેસ્ટીગેશન નો રાઉન્ડ શરૂ થયો! અને એણે પુછ્યું કે ઓહ! તો તો આપ ઉનકો જાનતે હોંગે! સુના હૈ ઉસ બંગલો કે માલિક કા મર્ડર હુઆ હૈ! યકીનન ઉનકા ભૂત હોગા! આપને અચ્છા કિયા બતા દિયા! વર્ના મેરે છોટે છોટે બચ્ચે હૈ! મગર ઉનકી બીવી…. સુના હૈ ઉસકે આશિક કે સાથ ભાગ ગઈ! કયું! પુરાના યારાના!! આજકાલ કી લડકિયા બહુત ચાલાક હોતી હૈ! અપને હી પતિ કો મરવા કે અપના રાસ્તા સાફ કર દિયા!

Ad..

હાહાહાઆઆ! સુધીર એ કહ્યું, ના ના યાર!, સાયદ ઈતની ભી કમીની નહીં થી, મેં ઉનસે મિલા થા, બડી સયાની ઔર ઈજ્જતદાર લગતી થી! નહીં! મેં નહીં માનતા, આપકો જરૂર કોઈ ગલતફહેમી હુઈ હૈં! ઉસને કહા અચ્છા તો ચલો અપની આંખો સે દેખ લો! ઔર કાનો સે સુન ભી લો! સુધીર આ જ મોકા ની તલાશ માં હતો! એણે કહ્યું વૈસે મેં ઇતના ભી ડરપોક નહીં હું! ચલો આજ તો ફેંસલા કરકે હી રહેંગે! આમ કહીને બંને કિલ્લોલ બંગલો તરફ ચાલવા લાગ્યાં, લગભગ બસો મીટરની દૂરી હતી ત્યારે બંગલો સાવ સુમસામ દેખાતો હતો, અને એમાં કોઈ લાંબા સમયથી રહ્યું ન હોય એવું જ જણાતું હતું. પરંતુ એકાએક એ માણસ જાણે પડી ગયો હોય એમ લડથડ્યો અને નીચો થયો, ત્યારે એણે કંઈક કર્યું અને એ બંગલો માંથી એકાએક મુજરાનું સંગીત વાગવા લાગ્યું અને લાઈટ ચાલુ બંધ થવા લાગી! તેમજ કોઈનાં પડછાયા પડતા હોય, એવું લાગતું હતું. સુધીર દત્ત વિચારતો હતો કે એવું તે શું થયું કે એકાએક આ બધું શરું થયું? પણ અત્યારે તો ડરી ગયો હોય એમ ભાગવાની એકટીંગ કરવી બહુ જરૂરી હતી! એમને બિલકુલ શંકા પડે એ પોષાય તેમ ન્હોતું, એટલે એણે કહ્યું ચલો! ચલો! યહાં તો સચ મેં ભૂત હૈં! આપ સચ કહ રહે‌ થે! એમ કરીને એનો હાથ પકડી, ઉંધી તરફ દોડવા લાગ્યો, અને થોડેક આગળ ગયા પછી, એને ખબર ન પડે, એમ એનાં પગ આડે પગ નાખી, એને પાડ્યો! એટલે એનાં ખિસ્સાં માંથી પાકીટ ફોન વગેરે બહાર આવ્યું, અને એની સાથે સાથે કંઈક કાળા કલરનું ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટ પણ બહાર આવ્યું! એણે બધું ઝડપથી અંદર નાખી દીધું. સુધીર દત્ત ને જે જોવું હતું એ એણે જોઈ લીધું! અને એ બાય યાર! હેપ્પી ટુ મીટ યુ..ફિર મિલેંગે કહી બહાર નીકળી ગયાં.

Ad..


સુરેખા ને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી, અને ડોક્ટર એને તપાસીને ટ્રીટમેન્ટ શરૂ કરી! થોડીવારમાં એ ભાનમાં આવી. ડોક્ટર એ છૂટ આપતા પોલીસ ઇન્સ્પેક્ટર અનંત ભાટિયા સ્ટેટમેન્ટ લેવાં આવ્યાં અને સુરેખા એ કહ્યું કે મેં સ્યુસાઈડ નોટમાં જે લખ્યું છે એ જ સત્ય હકીકત છે! એ પોલીસ સ્ટેશનમાં આરોપી સાથે બહુ એરેસમેન્ટ થાય છે! તમને વિશ્વાસ ન આવતો હોય તો આ જ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ સિદ્ધાર્થનો કેસ સ્ટડી કરજો!: ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા એ સુરેખા વિશે જાણ કરતાં તરત જ સુધીર દત્ત એ ઇન્સ્પેક્ટર અનંત ભાટિયાને ફોન કર્યો, અને કહ્યું કે આરોપી બહુ ચાલાક છે, અને મારા ઘરમાં ઘૂસવાનો ચાર્જ લાગ્યો હોવાથી, આ રીતે છટકવા માંગે છે! આ ઉપરાંત શ્રીકાંત મર્ડર કેસમાં મહત્વની ભૂમિકા ભજવી છે, અને શહેરમાં હોટેલ‌ બીઝનેસને નામે કેસિનો પણ ચલાવે છે અને દુબઈ પોલીસને પણ ચકમો દઈ ત્યાંથી છટકી આવી છે! સિદ્ધાર્થ એનો સાગરિત છે, અને એનાં દરેક ગુના વિશે સરકારી ગવાહ બનવા તૈયાર થયો એટલે એને પણ જાનથી મારી નાખવાની કોશિશ કરી!: ઇન્સ્પેકટર અનંત ભાટિયા એ કહ્યું ઓહ આઈ સી! હવે તો સાચે આત્મ હત્યા કરે એવું કંઈક કરવું પડશે!

પાર્વતી અને અખિલેશ બંને હાઈવેથી ડાબી બાજુએ આવેલ એક ગામમાં ઘુસી ગયા અને ત્યાં એક ઘરમાં આશરો લીધો ઘરમાં એક વૃદ્ધ ડોશી અને એનો દિકરો બંને એકલા જ રહેતા હતાં. સુખવંત ભોંયરા આસપાસ ચક્કર લગાવતો રહ્યો અને કંટાળીને પોતાની જીપ લઈને હાઈવે ની જમણી તરફના ગામમાં એ બંને ને શોધવા ગયો, કે જ્યાં પાર્વતી અને અખિલેશ તો નહોતાં પણ શ્રીદેવી અને સાર્થક હતાં! આમ પણ પાર્વતી જાણતી હતી કે સુખવંતની જાળમાંથી આટલું આસાનીથી છટકી શકાય એમ નથી, છતાં જેટલું બચી શકાય એટલો પ્રયત્ન તો કરવો જ પડે! એણે પોતાના ભાઈ સુધીર દત્ત ને ફોન કર્યો અને સુધીર ને તો વિશ્વાસ જ નહોતો આવતો કે પાર્વતી બોલે છે! અખિલેશે આખી વાત ટૂંકમાં કહી ત્યારે એણે સાચું માન્યું! એણે કહ્યું કે તમે જરાય ચિંતા કરશો નહીં, હવે હું બધે પહોંચી વળીશ! પાર્વતી અને અખિલેશ ને ઉપરનો ઓરડો રહેવા આપ્યો હતો. બંને જણાં ઓરડાના ઝરુખા માંથી બહાર જોતા હતાં. દિવસ ઢળવા આવ્યો અને એ વૃદ્ધાના ઘરમાં એક પછી એક તાંત્રિક આવવા લાગ્યા! પાર્વતી એ અખિલેશ સામે જોયું કે આ શું માજરો છે? એણે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું. થોડીવારમાં નીચેથી વિચિત્ર અટ્ટહાસ્યના અવાજો આવવા લાગ્યાં,અને એમને થયું કે આ જગ્યા જોખમી છે! એ બંને જણા ત્યાંથી ભાગવા માટે ઓરડાનું બારણું ખોલ્યું તો ઓરડો બહારથી બંધ હતો! એમણે એ લોકોની વાત સાંભળી તો વૃદ્ધાનો દીકરો કુંવારો હતો અને એની ગ્રહ દશા પ્રમાણે તાંત્રિકોએ તેને કહ્યું હતું કે કોઈ યુવાન સ્ત્રીની બલી ચઢાવવામાં આવે તો એના પણ કોઈ સુંદર સ્ત્રી સાથે લગ્ન થાય! અને એ મરે પણ નહીં! પાર્વતી અને અખિલેશને સમજાઈ ગયું કે આ કોઈ મોટું કાવતરું રચાઇ રહ્યું છે, અને તેણે પાર્વતીને ચૂપ રહેવા તેમજ અવાજ ન કરવાં માટે જણાવ્યું એ વગડાની પાછળની બાજુએ એક નાનકડી એવી બારી હતી ત્યાંથી બંને જણાએ ભાગી જવાનું નક્કી કર્યું, અને પાર્વતી સાડીનો છેડો પકડી ધીરે ધીરે નીચે ઉતરી ગઈ, ત્યારબાદ અખિલેશ બારી સાથે સાડી બાંધીને નીચે ઉતરી ગયો. પરંતુ મોટર બાઈક આગલા ફળિયામાં પડી હોવાથી, એને લેવા જઈ શકાય તેમ નહોતું હવે શું કરવું એની તજવીજમાં હતાં, અને ત્યાંથી એક માણસ નીકળ્યો એટલે તેને આગલા ફળિયામાંથી મોટરસાયકલ લઈ આવવા કહ્યું, એણે કહ્યું કે એ તો ચોરી કહેવાય! પરંતું અખિલેશ એ કહ્યું કે એ મોટર બાઈક મારી જ છે, એ ચોરી નથી. તેમ છતાં એણે માન્યું નહીં, એટલે આખી લેશે થોડા રૂપિયાની થપ્પી એના ખિસ્સામાં મૂકી દીધી, અને એ માણસ ધીરેથી ફળિયામાં જઈ મોટરસાયકલ ચાલુ કરી, અને બહાર આવ્યો! મોટર બાઈકનો અવાજ આવતાં વૃદ્ધાનો દીકરો કે જેણે આટલાં બધાં તાંત્રિકોને ભેગા કર્યા હતાં, તે એકદમ બહાર આવ્યો, અને બાઈકની પાછળ દોડ્યો. પરંતુ એ પહેલા મોટર બાઈક બહુ દૂર નીકળી ગઈ, અને પાર્વતી તથા અખિલેશ એની પર ત્યાંથી પણ ભાગી ગયાં. વૃદ્ધાનાં દીકરાને આવતો જોયો એમાં પાર્વતીની સાડી પણ ત્યાં લટકતી રહી ગઈ, અને સામાનનો થેલો પણ ત્યાં જ રહી ગયો! અને પાર્વતી ચણીયો બ્લાઉઝ પહેરેલી જ હતી.અખિલેશે પોતાનો કોટ એને પહેરાવી દીધો અને આગળ જઈ એક સાડી લઈ લેશું એમ પણ કહ્યું.

વીણા માસીનાં ફાર્મ હાઉસમાં શ્રીદેવી અને સાર્થક આરામથી દિવસો વિતાવતા હતાં, પરંતુ સાર્થક કેટલાય દિવસ સુધી પુરાયેલો રહ્યો હોવાથી, ખુલ્લાં મેદાનમાં દોડાદોડ કરતો હતો, અને આજે પડી જતા તેને માથામાં જોરદાર પથ્થર વાગ્યો,એના માથામાંથી ધક ધક કરતું લોહી નીકળતું હતું. શ્રીદેવીને તો એ જોઈને ચક્કર આવી ગયાં, પરંતુ વીણા માસી ઉંમરમાં પાકટ હોવાથી એમણે તાત્કાલિક એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને તે દરમિયાન સાર્થકની પ્રાથમિક સારવાર માટે ગામના એમબીબીએસ ડોક્ટર જયેશ ઠક્કરને, પણ બોલાવી લીધા જયેશ ઠક્કરે તાત્કાલિક ટીટાનસનું, ઇન્જેક્શન આપ્યું, અને મલમપટ્ટી કરી લોહી બંધ કરવા માટે પાટો બાંધી દીધો. પરંતુ ઘણું વાગ્યું હોવાથી પાટો બાંધ્યો હોવા છતાં, ધીમું ધીમું લોહી નીકળતું હતું. થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ, અને વીણા માસી તથા શ્રીદેવી સાર્થક ને લઈને એમ્બ્યુલન્સમાં બેસી શહેરની સિવિલ હોસ્પિટલ તરફ જવા રવાના થયાં. ગામમાંથી એમની એમ્બ્યુલન્સ બહાર તરફ જતી હતી, બરાબર ત્યારે જ સુખવંતની જીપ ગામમાં પ્રવેશી એમ્બ્યુલન્સ તરફ સુખવંત નું ધ્યાન ન્હોતું તેમજ એ તરફ શ્રીદેવીનું પણ ધ્યાન ન્હોતું. કારણ કે સાર્થકમાં જ તેનો જીવ ચોટેલો હતો! પણ અખિલેશની મોટર બાઈક એ સુખવંતની જીપને ગામમાં જતાં જોઈ! અને તેણે ગામ તરફ વાળેલી બાઈકને જોરથી બ્રેક મારી! બાઈકનું ટાયર રોડ સાથે ઘસતાં જોરથી કર્કશ અવાજ આવ્યો! જાણે કે મોટર બાઈક પણ કહેતી હોય કે સુખવંત રુપે એક શેતાન ગામમાં પ્રવેશી ગયો છે. અખિલેશે માટે હવે આગળ કૂવો ને પાછળ ખાઈ એવી સ્થિતિ હતી, પેલી વૃદ્ધાનો દીકરો પણ એમની પાછળ પડ્યો હતો! પાર્વતી બોલી હે ભગવાન સુખવંત એક ઓછો હતો, તે આ બીજો દુશ્મન ઉભો કર્યો! અખિલેશે ભગવાનનું સ્મરણ કરીને મોટર બાઈક આગળ ચલાવી.

શું સુરેખાની ચાલ કામિયાબ નીવડશે? સાર્થક ને લઈને એમ્બ્યુલન્સ સમયસર સિવિલ હોસ્પિટલ પહોંચી જશે? અખિલેશ અને પાર્વતી સુખવંતની નજરથી બચી શકશે કે કેમ! અને કિલ્લોલ બંગલોમાં વાગતા મૂજરા ના સંગીત અને શ્રીકાંત નાં ભૂત માટે આખરે કોનું ષડયંત્ર હશે? અને શું આ બધી સમસ્યા ને સુધીર દત્ત સુલઝાવી શકશે કે કેમ? એ જાણવા માટે હજી થોડું થોભો અને રાહ જુઓ વધુ આવતા અંકે….

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

વિધાતાની વિચિત્રતા!!

0

ગયાં અંકમાં આપણે જોયું કે સુધીર દત્તે કઈ સિફ્તથી સુરેખા અને સિદ્ધાર્થને બંદી બનાવ્યાં, અને પોતાના ડોક્યુમેન્ટની ચોરીના ઈલ્ઝામમાં એ લોકોને જેલની સજા થશે, એવું કહી ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાને ફોન કર્યો, તો શું સાચે એ લોકો જેલ ભેગા થશે? રમેશ સાવંતે પોતાની રિવોલ્વરનો ઘા કરી અને આ આખું દ્રશ્ય ક્લિયર કર્યું, તો સુધીર અને રમેશની આગળની ચાલ શું હશે? બહાદુર નંબર ટુ નું દુબઈમાં શું થયું હશે? શું સુરેખા સાચે ચરિત્રના ભોગે પોતાની જાતને છોડાવી શકી? સિદ્ધાર્થે પણ કહ્યું કે સાહેબ હું સરકારી ગવાહ બનવા માંગુ છું, તો શું એ સાચે…. તો પાર્વતી એકદમ દોડી અને કુવા પાસે પહોંચી ગઈ, અખિલેશ એની પાછળ દોડ્યો અને એની પાછળ સુખવંત! જોરદાર ધબાકો થયો શું પાર્વતી… અખિલેશ શું પાર્વતી ને કૂવામાં પડતી બચાવી શકશે. પણ સૌથી વધુ ખતરનાક મોડ તો કિલ્લોલ બંગલોના પાડોશીનો ઇન્સ્પેકટર દિલીપ ચાવડાને ફોન કરે છે, કે એમાં એમણે કહ્યું કે કોઈ શ્રીકાંત જેવું દેખાયું! પોલીસ એ સીલ મારી દીધું હોવા છતાં એમાં કોણ છે? શું પોલીસ એમાં ભળેલી હશે! કે પછી કંઈક બીજું હશે! અને શ્રીદેવી અને સાર્થક વીણા માસીને ઘેર સુરક્ષિત ક્યાં સુધી રહી શકશે? હવે આ બધી સમસ્યાઓ સામે સુધીર દત્ત એકલો કઈ રીતે જ જુએ છે એ જાણવા વાંચો આગળ…

દિલીપ ચાવડા ને ફોન કર્યા બાદ સુધીર દત્ત જ્યારે એની પ્રતીક્ષા કરી રહ્યા હતાં, ત્યારે સિદ્ધાર્થ એને વારંવાર કહી રહ્યો હતો કે સાહેબ હું સુરેખાનો સાથ છોડવા માંગુ છું, તમે મારું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી લો, હું તમને બધી જ સાચી હકીકત જણાવી દઈશ, અને બીજી બાજુ સુરેખા જોર જોરથી રાડો પાડતી હતી કે, યુ બ્લડી રાસ્કલ, બેવફા, નાલાયક હું તને છોડીશ નહીં! સાહેબ તમે એની વાત નહીં સાંભળતાં આ બધાં જ કાંડમાં એ બિલકુલ બરોબરનો ભાગીદાર છે! એટલે કે જે કંઈ મળે એમાંથી 50/% નો ભાગ એનો રહેશે એ શરત પર જ એણે આમાં હામી ભરી છે! અને ઉપરથી મને પણ એક વર્ષથી ભોગવે છે! સિદ્ધાર્થ એ કહ્યું તે મે એકપણ વખત જબરજસ્તી નથી કરી! તું તારી મરજીથી મારી સાથે… સુધીર દત્ત એ રાડ પાડી અને કહ્યું ચૂપ… આ કંઈ કોઈ તમારી બદનામ ગલી નથી! તે બંને જણાં ગમેતેમ બોલો છો! મને કોઈ નું સાંભળવું નથી, મને હવે કોઈ પર ભરોસો નથી. હવે તો જે થશે એ કોર્ટમાં..

થોડી વારે ઇન્સ્પેકટર દિલીપ ચાવડાનો ફોન આવ્યો, અને કિલ્લોલ બંગલાના પાડોશી એ કરેલી વાત એમણે જણાવી, અને કહ્યું કે શ્રીકાંત કંઈ રીતે જીવી શકે,? શું શ્રીકાંત નું ભૂત હશે? ઇન્સ્પેકટર દિલીપ ચાવડાની ભૂત વાળી વાત સાંભળીને એકદમ હસ્યા, શું તમે પણ આ યુગમાં આવી વાત કરો છો! ઇન્સ્પેક્ટર એ કહ્યું કે તો શું શ્રીકાંત જીવતો હશે ? સુધીર દત્ત એ કહ્યું કે મેં ભી પોસિબલ! પરંતુ જે રીતે એક્સીડન્ટ થયો હતો, એ બતાવે છે કે શ્રીકાંતનું બચવું ના મુમકીન છે. પરંતુ શક્યતા બીજી રીતે વિચારી શકાય એટલે કે જે લાશ એની અંદર ગોઠવવામાં આવી હતી તે શ્રીકાંતની ન હોય એવું બની શકે, અને કોઈ મર્ડર થયેલી વ્યક્તિને એમાં રાખી હોય! એમણે કહ્યું કે તો પછી મુજરાનાં સંગીતનું કારણ શું હોય શકે ? અને એ જીવતો હોય તો અત્યાર સુધી પોતાની જાતને છુપાવી શું કામ રાખે છે? એ પણ એક પ્રશ્ન છે, કારણ કે એ પણ શ્રીદેવીને ખૂબ જ પ્રેમ કરે છે, અને પોતાની પત્નીને આમ દરદર ભટકતી ક્યો પતિ જોઈ શકે? એટલે કિલ્લોલ‌ બંગલોમાં શ્રીકાંતનું દેખાવું એ પોલીસ ને ગુમરાહ કરવા માટેની કે કોઈ બીજી તરફ દોરવા માટે રચાયેલી કોઈ સાજીશ હોય શકે! એવું મારું માનવું છે. હકીકતમાં શું હોઈ શકે, એ વિશે આપણે પછીથી વિચારીશું. પણ અત્યારે તો આ બંને જણાને જેલ ભેગા કરવા એ મારી માટે સૌથી મહત્વનો અને પ્રાથમિક પ્રશ્ન છે, માટે તમે જેમ બને એમ જલ્દી આવી અને બંનેને એરેસ્ટ કરી લો!

દિલીપ ચાવડાનો ફોન ચાલતો હતો, અને એ ફોનમાં વાત કરતાં કરતાં સહેજ બહાર બાલ્કની નીકળી ગયાં હતાં, અને ત્યાં જ રુમમાં જોરથી અવાજ આવ્યો! અને સુધીર દત્ત દોડીને અંદર આવ્યાં. અંદર આવીને જોયું તો સિદ્ધાર્થનાં માથા માંથી લોહી નીકળતું હતું! સુધીર દત્તને કંઇ સમજાયું નહીં કે શું થયું? તો રમેશ સાવંત જોરજોરથી હસતો હતો, અને કહ્યું કે લે હવે! તો આજીવન કેદ થશે, અને સુરેખા રાડો પાડી પાડીને કહેતી હતી,અને કહેતી હતી કે મેં કંઈ નથી કર્યું! સુધીર દત્ત એ કહ્યું કે તો કોણે કર્યું? અને બીજા ને સિદ્ધાર્થ સાથે શું દુશ્મની હોય? એ ચાર્જ તો હવે તારે માથે જ ચડશે! એમ કરીને સુધીર દત્ત પણ જોરજોરથી હસવા લાગ્યાં! સુધીર દત્ત એ કહ્યું સુરેખા આ તે બહુ મોટી ભૂલ કરી સિદ્ધાર્થ ને જો કંઈ થશે તો તું એટર્મ ટુ મર્ડર ના ચાર્જમાં ફાંસી એ પણ લટકી શકે છે! મારવું હતું તો પગે મારવું હતું! કે પેટમાં! કે પછી હાથે ! કે પછી વાંસામાં મારવું હતું, આમ માથામાં નહોતું મારવું! સુરેખા કહી રહી હતી કે પ્લીઝ મારી વાત માનો મેં નથી માર્યું! તો પછી આ હોકી સ્ટીક તારાં હાથમાં શું કામ છે? એણે હોકી સ્ટીક ફેંકી દીધી પણ સુધીર દત્ત એ કહ્યું કે હવે શું? એની પર તારાં ફીંગર પ્રીન્ટ તો છે! પોલીસ અને કોર્ટ બંને જગ્યાએ સબૂતની જ ભાષા બોલાય છે. સુરેખા બિચારી કાપો તો લોહી ન નીકળે એવી થઇ ગઈ. રમેશ સામે જોઈને કહ્યું સાહેબ ઇસકા ક્યા કરના હૈ, બસ અભી પોલીસ આતી હી હોગી, કરના હૈ વો પુલીસ કો હી કરના હૈ! ઔર યાદ રખના તુ સુરેખા ઓર સિદ્ધાર્થ કા આદમી થા, ઓર તુને યે સબ કુછ અપની આંખો સે દેખા હૈ! રમેશ સાવંત વિચારતો હતો, કે તો સાહેબે અત્યાર સુધી મને એટલે જ ઓળખવાની ના પાડી હતી. થોડીવારમાં એમ્બ્યુલન્સ સાથે દિલીપ ચાવડા આવી ગયાં, સુરેખા વિચારતી હતી કે ઇન્સ્પેક્ટરને કેમ ખબર કે સિદ્ધાર્થના માથામાં હોકી વાગી છે?? તો શું એ પણ આ આખા કાવતરાના ભાગીદાર હશે! હવે તો હું કેમ એ કરીને બચી નહીં શકું. મેં શું કામને હાથે કરીને સુધીર દત્તનાં ઘરમાં આવવાનું વિચાર્યું! હે ભગવાન મારી મતિ મારી ગઈ હતી. ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાએ સુરેખા પર બે ત્રણ જાતના ચાર્જ લગાવ્યાં, એક તો સુધીર દત્તના ઘરમાં ઘૂસી અને તેના કીમતી સામાનની ચોરી કરવાનો, અને બીજો સિદ્ધાર્થના માથામાં હોકી મારી તેનું મર્ડર કરવાનો, તેમજ દુબઈ પોલીસ એ પણ સુરેખા પર સ્મગલિંગનો ચાર્જ લગાવ્યો, અને એટલે જ એ રાતોરાત અહીંથી ભાગી ગઈ હતી, એવું કહ્યું. એટલે ઇન્ટરનેશનલ ગુનેગાર હોય એને તો અમે અહીંથી દૂર એવી એક જેલમાં મોકલીએ છીએ, કે જ્યાં કોઈ એટલે કોઈ આવી જઈ શકતું નથી, અને અંધારી કાળી કોટડીમાં એને દિવસો વિતાવવાના હોય છે. સુરેખા રડતી રડતી બોલતી હતી ઇન્સ્પેક્ટર પ્લીઝ મને છોડી દો, આમાંનું એક પણ કૃત્ય મેં કર્યું નથી. બિલકુલ નિર્દોષ છું અહીં આવી એ મારી સૌથી મોટી ભૂલ છે, પણ મેં એના ડોક્યુમેન્ટ ચોર્યા નથી મેં સિદ્ધાર્થના માથામાં હોકી પણ મારી નથી, અને દુબઈથી કોઈ વસ્તુની સ્મગલિંગ કરીને પણ હું આવી નથી. ત્યાંથી હું નિર્દોષ સાબિત થઈને જ અહીં આવી છું, પણ એનું કોણ સાંભળે? ઇન્સ્પેક્ટર એ એના હાથમાં હાથકડી પહેરાવી દીધી અને સિદ્ધાર્થને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધો. રમેશ સાવંત તરફ જોઈને કહ્યું કે તારી માથે પણ એકાદ ચાર્જ તો લાગશે જ અઠવાડિયું તો તારે પણ જેલની હવા ખાવી પડશે. રમેશ સાવંત હસતો હસતો બોલ્યો ઓકે નો પ્રોબ્લેમ! અને તેના હાથમાં પણ હથકડી પહેરાવી દીધી. સુરેખાએ જતા જતા સુધીર સામે કાતર મારતી નજરે જોવાની બદલે એકદમ રડમસ નજરે જોયું, અને કહ્યું પ્લીઝ મને બચાવો, મને કંઈક મદદ કરો, પણ સુધીર દત્ત ના મગજમાં ત્યારે કિલ્લોલ બંગલાની ઘટના નું દ્રશ્ય આંટા મારવા લાગ્યું હતું.

પાર્વતી પાર્વતી કરીને અખિલેશ દોડીને ત્યાં પહોંચવા જતો હતો, ત્યાં જ દબાક કરતો કુવામાં પડવાનો અવાજ આવ્યો. પરંતુ એ પાર્વતી નહોતી એણે જોયું તો પાર્વતી તો હજી કુવાની કોર પર ઉભી હતી. કારણ કે મરવાની વાત કરવી, અને મરી જવું એ બંને વસ્તુમાં ઘણો ફેર છે. છેલ્લી ઘડીએ સુખવંત નો વિચાર બદલાય અને એ રહેમ નજરે જોઈ મને ના પાડશે, એવી આશાએ તે પગ ઊંચો કરીને ઉભી હતી. પરંતુ સુખવંતે પાર્વતી ને ડરાવવા માટે પિસ્તોલ ની ગોળી છોડી અને જે ઝાડ નીચે કૂવો હતો ત્યાંથી પક્ષી સાથે ઝાડની એક મોટી ડાળી કુવામાં પડી અને એનો અવાજ આવ્યો! અખિલેશ ને ખ્યાલ આવી ગયો કે સુખવંત નું આ એક નાટક છે, અને તે પાર્વતી ને ગમે ત્યારે ગોળી મારી શકે તેમ છે, માટે તેના પગ ઢીલા પડી ગયાં, અને તે જ્યાં પહોંચ્યો હતો ત્યાં જ ઉભો રહી ગયો. પાર્વતીને પણ થયું કે હવે તો બચવાના કોઈ ચાન્સ નથી, હવે મારે કુવામાં કુદકો મારવો જ પડશે! પરંતુ જેનું કોઈ નથી એનો ઈશ્વર છે, એમ બરાબર એ જ સમયે જ્યાં પાર્વતી ઉભી હતી કૂવાની પાળી પિસ્તોલ ના અવાજથી હલબલી ગઈ, અને પાર્વતી અંદરની બદલે બહારની બાજુએ પડી અને એને માથામાં એ જ જગ્યાએ વાગ્યું,અને એની ચાલી ગયેલી વાંચા પાછી આવી અને તે એકદમ બોલવા લાગી,અને “સુખવંત હવે હું તને નહીં છોડું” તું તારા મનમાં સમજે છે શું? એમ એના મોઢા માંથી પહેલું વાક્ય નીકળ્યું, એક મિનિટ માટે તો સુખવંત પણ સ્તબ્ધ થઈ ગયો! કારણકે આવું પણ કંઈક થઈ શકે એવું તો એણે વિચાર્યું જ નહોતું! પાર્વતી મા દુર્ગાનો અવતાર હોય એમ સુખવંતનાં જ માણસ પાસેથી ધારદાર કટારી ખેંચી અને સુખવંત તરફ એકદમ વેગથી દોડી. સુખવંત પાર્વતીનું રુપ જોઈને બે ડગલાં પાછળ હટી ગયો! આ તકનો લાભ લઈને અખિલેશ પણ બીજા એક માણસ પાસેથી તલવાર લઈને સુખવંત તરફ દોડ્યો! આમ જુવો તો આખું ગામ એનાં ત્રાસથી ત્રાહિમામ પોકારી ઊઠ્યું હતું, એટલે સૌ સુખવંત ને મારવા માટે પોત પોતાના હથિયાર લઇને એની તરફ વેગથી ધસ્યા! સુખવંત સમજી ગયો કે હવે મરવું એની કરતાં ભાગવું એ હિતાવહ છે! અને એ પોતાની જીપમાં બેસીને ગામ લોકો ને ચકમો આપીને ભાગ્યો! પરંતુ ગામ લોકો જાણતા હતા કે સુખવંત એટલી ઝડપથી હાર માની લે એ માનો નથી, માટે એમણે પાર્વતી અને અખિલેશ ને કહ્યું કે તમે લોકો આ તકનો લાભ લઈને અહીંથી ફરાર થઈ જાઓ. સુખવંત આવશે તો અમે ફોડી લેશું, અને તમે લોકો નીકળી ગયા છો, એ જાણ્યા પછી એ વધી વધીને કરી પણ શું શકે! પાર્વતીએ અખિલેશ સામે જોયું અખિલેશે કહ્યું કે ગામ લોકોની વાત સાચી છે, આવી તક જિંદગીમાં વારેવારે આવતી નથી માટે ચાલને! સુખવંત જાણતો હતો કે અખીલેશ ભાગે તો પણ એના ઘરના ભોયરા માંથી હાઇવે પર નીકળશે, પરંતુ અહીં પાર્વતીએ કહ્યું કે સુખવંત કદાચ આપણી ત્યાં જ રાહ જોતો હોય એવું પણ બને, આપણે કોઈ બીજો માર્ગ શોધવો પડશે, અને તેઓ અંદરના રસ્તેથી બીજા ગામમાં નીકળાય, એ રસ્તે અખિલેશની મોટર બાઈક પર બે ચાર જોડ કપડાં અને થોડા રૂપિયા લઈને નીકળી ગયાં!

સુધીર દત્ત કિલ્લોલ બંગલામાં આખરે કોણ હોઈ શકે, અને એ પણ બીજું કંઈ નહીં ને મુજરાનું સંગીત વાગતું હતું, એ શું દર્શાવે છે?આ બંને વચ્ચેનું કનેક્શન શોધવાની માટે ખૂબ જ ઊંડું વિચારી રહ્યો હતો, અને તરત જ એને લાઈટ થઈ ગઈ, કે સુરેખા બદનામ ગલી માંથી આવી હોવાથી, આ બદનામ ગલી વાળા કોઈ આ બંગલાનો ઉપયોગ કંઈક બીજા કાર્ય માટે કરી રહ્યા હોય, અને પોલીસ તેમજ અન્ય લોકોની નજરથી બચવા માટે શ્રીકાંત જેવું મોહરું પહેરીને કોઈ ફરતું હોય! જેના કારણે લોકોની નજરમાં તેમજ પોલીસની નજરમાં ધૂળ નાખી શકાય, અને ત્યાં તો ભૂત છે! ભૂત છે! અથવા તો શ્રીકાંત જીવે છે, એવી હવા કે ચર્ચા સમાજમાં બની રહે! બસ આ એક તર્ક સૌથી વધુ યોગ્ય લાગતો હતો. કારણ કે શ્રીકાંત તો 99% એક્સિડન્ટમાં જ ગુજરી ગયો છે, અને સુરેખા, સિદ્ધાર્થ, શ્રીદેવી, સાર્થક, બહાદુર નંબર ટુ, બધા જ જ્યારે કે કિલ્લોલ બંગલામાંથી બહાર નીકળી ગયાં, ત્યારે આસાનીથી કોઈએ પોતાનો ગેરકાનૂની વહીવટ માટેનો અડ્ડો બનાવી લેવો, એવું વિચાર્યું હોય. હવે આ અંદરની વાત મોટેભાગે સુરેખા ના રિલેશન વાળા જ કોઈને ઝડપથી ખબર પડી હોય, બાકી શહેર વાસીઓને ત્યાં આગળ આ પ્રકારનું દ્રશ્ય ઊભું કરવાનું કોઈ કારણ નથી. હા કોઈને બંગલો પચાવી પાડવો હોય તો, એ વાત અલગ છે, અને એવી કોમ પણ સમાજમાં છે જ! એટલે એવું પણ થઈ શકે. પરંતુ શ્રીકાંતને ત્યાં આગળ દેખાડવાનું મુખ્ય કારણ પોતાના ધંધાને સમાજની નજરથી બચાવવાની વાત હોઈ શકે. સુધીર દત્તે વિચાર્યું કે એ આજે રાત્રે પોતે કિલ્લોલ બંગલા પાસે જઈ અને ઇન્વેસ્ટીગેશન કરશે, જરૂર પડે તો પોલીસને પણ સાથે લઈ જશે, કારણ કે પોતાને કાનુન હાથમાં લેવાનો અધિકાર નથી! એ વાત એ સારી રીતે જાણતો હતો, અને સીલ કરેલા બંગલોમાં તેનું જવું એટલે એ કાનૂન તોડવાની વાત હતી! એને થયું કે સુરેખાનો પણ આ પ્લાન હોઈ શકે! માટે ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાને સુરેખા ના રિમાઇન્ડરમાં આ વાત પૂછવાનું પણ જણાવી દઉં, એમ કરીને એમણે ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાને ફોન કર્યો, અને સુધીર દત્ત હજી તો કંઈ બોલે, એ પહેલાં જ એણે કહ્યું કે, સાબ બહોત બડા લોચા હો ગયા! સુરેખા એ ઘેનની ગોળી ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે, અને એને હોસ્પિટલાઈઝ કરવી પડી. એને પોતાના હાથમાં એક સુસાઇડ નોટ પણ રાખી હતી, અને જે એનાં વકીલના હાથમાં આવી ગઈ છે. એણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે, વગર કારણે મને જેલમાં ધકેલવામાં આવી, અને એની માટે આટલાં આટલાં જણ જવાબદાર છે. એ ઉપરાંત હું એક સ્ત્રી હોવા છતાં આ લોકોએ મારી સાથે સાલુકી ભર્યા વ્યવહાર કર્યા નથી. મારા શરીર પર ચાબુકથી માર મારવામાં આવ્યો છે, મારા કપડાં ખેંચી નાખવામાં આવ્યાં, અને જેલમાં મને નિર્વસ્ત્ર જેવી હાલતમાં રાખવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર મને હથકડી પહેરાવીને ગમે ત્યાં અડીને ચેનચાળા કરે છે, વગેરે વગેરે લખ્યું, અને આવું બધું હવે મારાથી વધુ વખત સહન થાય એમ નહોતું એટલે મેં આત્મહત્યા કરી! સુધીર દતે કહ્યું કે સુરેખા બહુ ચાલાક છે, સિદ્ધાર્થને કંઈ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે, એણે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં જ્યાં સિદ્ધાર્થ છે ત્યાં જ સુરેખા પણ પહોંચી ગઈ છે. સુરેખાએ કેટલી ગોળી લીધી, એના જવાબમાં દિલીપ ચાવડાએ કહ્યું કે અંદાજે બોટલમાં 30 ગોળી આવે છે, અને ગોળી તો 15 ઓછી છે, પણ સુરેખા એમાંથી વધીને ત્રણ કે ચાર ગોળી લીધી હશે બાકીની ગોળી એણે ફ્લ્સમાં નાખી દીધી હોય, એવું મારું માનવું છે. સુધીર દત્ત એ કહ્યું કે એકઝેટલી યુ આર રાઈટ! કારણ કે એટલી આસાનીથી સુરેખા હાર માની જાય એમાંની નથી! આ બધું જ એનું નાટક છે. સિમ્પથી મેળવવા માટે એ ગમે તે હદે જઈ શકે તેમ છે! ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાએ કહ્યું પરંતુ સર મારું શું? હું તો ફસાઈ ગયો ને! સુધીર દત્તે કહ્યું કે એવું વિચારવાની બિલકુલ જરૂર નથી. તમે તમારી ડ્યુટી જ કરી છે, એની પર જે ચાર્જ છે એ તમે પ્રૂવ કરી શકો એમ છો, એટલે એવી કોઈ ચિંતાનું કારણ નથી! સુધીર દત્તે કહ્યું કે કિલ્લોલ બંગલામાં ઇન્વેસ્ટિગેશન કરવા માટે જવા હું વિચારું છું, પરંતુ ગભરાયેલા ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડાએ ચોખ્ખી ના પાડી દીધી, અને કહ્યું કે એવા ભૂત ભૂતાવળ રહેતી હોય ત્યાં મારે આવવું નથી!

સુધીર દત્ત વિચારવા લાગ્યો કે હવે એને શું કરવું, અને તે પોતાના કબાટ પાસે આવ્યો. કબાટ ખોલ્યો અને એમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરની વર્ધી કાઢી, પોતે પહેર્યો. બે ચાર ફોન કર્યા, અને બીજા ચાર પાંચ પોલીસનો ડ્રેસ પહેરેલા માણસો આવી ગયાં, એમાંનો એક માણસ પોલીસની જ જીપ લઈને આવ્યો હતો, એમાં બધા ગોઠવાઈ ગયા અને કિલ્લોલ બંગલા તરફ પોલીસની ઝીપ ચાલી…..

કેટલા સવાલોનો ગૂંચવાડો થઈ ગયો છે? પરંતુ એક વાત છે. જેમ સુધીર દત્ત દરેક સમસ્યા સુલજાવે છે, એમ સુરેખા કોઈ નવી ને નવી સમસ્યા સુધીર માટે ઊભી કરવામાં પણ સફળ થાય છે, એ પણ સ્વીકારવું પડે! અખિલેશ અને પાર્વતી સુખવંતની નજરથી એ ગામ સુધી પહોંચી શકશે? સુરેખા બચી જશે, અને તેની પર લાગેલા બધા જ ચાર્જ ને ખોટા સાબિત કરી શકશે કે કેમ ? સુધીર દત્ત કિલ્લોલ બંગલામાંથી આખરે શ્રીકાંત છે? કે હકીકત શું છે, તે જાણી શકશે? સિદ્ધાર્થનાં માથામાં વાગી ગયું છે, તો શું એ બચી જશે આ બધા જ સવાલોના જવાબો વાંચવા માટે હજી થોડું થોભો વધુ આવતા અંકે..

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ..

0

પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટ દ્વારા 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકરાયો છે. જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

પાલનપુર કોર્ટ દ્વારા સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત ઠેરવ્યા છે અને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રખાવી કર્યો ખોટો કેસ કર્યો હતો.

જેને લઈ પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશનએ 6 મહિના સુધી હડતાળ કરી હતી. સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા 2018માં સંજીવ ભટ્ટની CID ક્રાઇમે અટકાયત કરી હતી..

સાડા પાંચ વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈને પાલનપુરની સબજેલમાં કેદ હતા જે મામલે ચાલતી સુનવણીના પગલે આખરે તેઓ દોષિત સાબિત થતા તેમને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે.

દંપતીએ જીવન ટુંકાવ્યું: પારડીના રોહિણાંમાં પતિ-પત્નીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

0

  • દંપનીની પુત્રી ધૂળેટીની રજામાં તેના માતા-પિતા પાસે આવી હતી. ધુળેટી પૂર્ણ થતાં 2 દિવસ પહેલા જ નડિયાદ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરવા ગઈ હતી.
  • સ્થાનિક લોકોએ ઘટના અંગે પારડી પોલીસની ટીમને જાણ કરતા પારડી પોલીસ મથકના PI સહિત પોલીસ જવાનોએ સ્થળ મુકલાત લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

વલસાડના પારડીના રોહિણા ગામના દીપમાળ
ફળિયામાં રહેતા એક દંપતીએ આત્મહત્યા કરી લીધી
હતી. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા દોડધામ
મચી ગઇ હતી. ઘટના અંગે સ્થાનિક અગ્રણીઓ અને
પારડી પોલીસની ટીમને જાણ થતાં પારડી પોલોસે
લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
દંપનીની પુત્રી ધૂળેટીની રજામાં તેના માતા-પિતા પાસે
આવી હતી. ધુળેટી પૂર્ણ થતાં 2 દિવસ પહેલા જ
નડિયાદ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરવા ગઈ હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણાં ગામમાં
42 વર્ષીય, નરેશભાઈ પટેલ તેમની પત્ની સાથે રહેતા
હતા. આશ્રમ ફળિયામાં સાયકલ રીપેરીંગની દુકાન
તેઓ ચલાવે છે. 27 ફેબ્યુઆરીની સાંજે નરેશભાઈ
અને તેમની પત્ની બંને એ અગમ્ય કારણોસર
આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હોવાની જાણ
પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યોમાં દોડધામ
કરી હતી. આ ઘટનાની જાણ નરેશભાઇના મોટા ભાઈ
શૈલેષભાઈને થતાં તાત્કાલિક ઘરે આવી ચેક કરતા
નાનો ભાઈ નરેશ તેના ઘરના હોલમાં છતના લાકડા
સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
જ્યારે નરેશભાઇ પત્ની સુમિત્રબેન બાજુમાં આવેલા
પલંગ ઉપર મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.
ઘટના અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક
સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકોએ ઘટના અંગે પારડી પોલીસની ટીમને
જાણ કરતા પારડી પોલીસ મથકના PI સહિત પોલીસ
જવાનોએ સ્થળ મુકલાત લઈને પ્રાથમિક તપાસ હાથ
ધરી હતી. ઘટના અંગે શૈલેષ પટેલે પારડી પોલીસ
મથકે તેના નાના ભાઈ નરેશભાઈ પટેલ અને ભાભી
સુમિત્રાબેને અગમ્ય કારણોસર મૃત્યુ થયું હોવાની નોંધ
કરાવી હતી. પારડી પોલીસે દંપનીની લાશનો કબ્જો મેળવી મોતનું ચોક્કસ કરણ જાણવા પેનલ PM
કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

Ad.