Home Blog Page 30

કપરાડા માં 108 સેવા પ્રસુતાને એમ્બુલન્સમાં જ કરાવી સફળ ડિલીવરી

0

રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ આરોગ્યની ઈમરજન્સી સેવાની જરૂર પડે તો 108 ઈમરજન્સી એમ્બુલન્સ સર્વિસ 24 x 7 દિવસ તત્પર રહે છે. 108 એમ્બુલન્સ એ અનેક લોકો માટે દેવદૂત સાબિત થઈ છે. આવી જ રીતે કપરાડાની એક પ્રસુતા માટે પણ આ એમ્બુલન્સ દેવદૂત સાબિત થઈ છે.

કપરાડા -2 ઇ એમ ટી અનિલ રાઉત પાયલોટ પ્રકાશ ગવલી સાથે પિયર માં રહેતી મહિલા ને હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તા માંજ રાત્રીના 00.20ના સમયે ડિલિવરી થઈ હતી.

કપરાડા ના અંતરિયાળ વિસ્તારમાં ખડકવાળ રહેતા પ્રસુતા અસ્મિતાબેન સુનિલભાઇ પવાર ને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પરિજનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે 108 ઈમરજન્સી એમ્બુલન્સ સેવાને જાણ કરી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતાને દુખાવો થતાં એમ્બુલન્સમાં જ ડિલીવરી કરાવવાની ફરજ પડી હતી. ત્યારે EMT એ મહિલાની સફળ પ્રસુતા કરાવી હતી.

108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી ઉલ્લેખનીય છે કે, વધુ સારવાર અર્થે આ મહિલાને કપરાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ મહિલાને બાકીની સારવાર આપી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર 108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી.

ઉલ્લેખનીય છેકે પ્રથમ ડિલિવરી નોર્મલ થઈ છે. હોસ્પિટલમાં મોટા ભાગે સિઝર કરવામાં આવે છે.

Ad.

મોરબી ખાતે જિલ્લા કાર્યાલય “શ્રી કમલમ્”નું ખાતુમૂહુર્ત કરતા પ્રદેશ અધ્યક્ષ અને રાજ્ય શિક્ષણમંત્રી

0

મોરબી, સંજીવ રાજપૂત:

નવરાત્રીના પાંચમા નોરતે મોરબી ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જીના વરદ હસ્તે તેમજ પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કાર્યાલય “શ્રી કમલમ્”નું ખાતુમૂહર્ત કરવામાં આવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે કાર્યાલય જનતાને સંગઠન સાથે જોડવામાં અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે એક કડી રૂપ ભૂમિકા નિભાવે છે અને પાર્ટીમાં કાર્યકરોનું સન્માન એ મૂડી છે અને એ કાર્યાલય રૂપી મંદિર બની રહ્યુ છે. આ ઉપરાંત રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સૌ દેવતુલ્ય કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સ્થાનિક સંગઠનના હોદ્દેદારઓ, સાંસદ, ધારાસભ્યઓ સહિતના પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ad..

મોટી દીદીનો આદેશ : ભાવતું હતું અને વૈદે કીધું કપરાડા માં ભ્રષ્ટાચારનો ભસ્માસુર ફરી પાછો જીવિત થયો.

0

વલસાડ જિલ્લામાં શિક્ષણમાં શિક્ષકો ના બની બેઠેલા સેવકો દ્વારા ભ્રષ્ટાચાર વર્ષોથી ચાલી આવેલ છે. પરંતુ કેટલાક સમયથી ભ્રષ્ટાચાર બહાર આવી ગયો હતો. ACB નો કેસ પણ બની ગયો હતો.

આધારભૂત માહિતી અને વાયલ શિક્ષકો ના ગ્રુપમાં જે પૈસાની ઉઘરાણી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ જિલ્લા નો એક વિવાદાસ્પદ તાલુકા શિક્ષણ અધિકારી જે ભૂતકાળમાં પણ શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે મળી શિક્ષકો પાસેથી યેનકેન પ્રકારે રૂપિયા -પૈસા ઉઘરાણી કરતો હતો તેનો વાયરલ ઓડિયોથી સમગ્ર શિક્ષક સમાજ પરિચિત જ છે.તેનાં નામથી,વોટ્સએપ ગૃપમા ટેક્ષ્ટ મેસેજ મુકી આશરે 1500/જેટલા શિક્ષકો પાસેથી શિક્ષકદીઠ 50/ રૂપિયા કેન્દ્ર શિક્ષક દ્વારા ઉઘરાણી કરવાનો, કેન્દ્ર દીઠ 1000/ રૂપિયા ફાળો આપવાના નામે મેસેજ વાયરલ થયો છે.

છગન ,મગન અને જગનના નામે ઓળખાતા શિક્ષક સંઘના હોદ્દેદારો શિક્ષકોનાં પૈસે લડતનાં નામે સુરતથીદિલ્હી હવાઇ યાત્રા કરી જલ્સા કરી આવ્યા હોવાનાં ફોટાઓ સોશિયલ મીડિયામાં મુકી શિક્ષકો પર રોફ જમાવી રહ્યા હોવાની વાત જાણવા મળી છે.

કપરાડા માં 24 કેન્દ્ર ના રૂપિયા 24000 ના બદલે 75000/ હજાર ની ઉઘરાણી કરી 51000/હજાર કમિશન દલાલી ખાનારા કેન્દ્ર શિક્ષકો,બીટ નિરીક્ષકો, તાલુકા શિક્ષણ અધિકારીને,સંઘના હોદ્દેદારોને સિંહનુ ચામડું ઓઢી ફરતાં શિયાળવાને શિક્ષકો દ્વારા ઓળખી લેવામાં આવે એ ખુબ જરૂરી છે.

વાયરલ મેસેજ તાલુકા માંથી બદલી થયેલા શિક્ષકો ને પહોંચી જતા આ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર મરઘમાળના સ્થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

0

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર મરઘમાળના સ્થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

મહામાનવ ડૉ એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતી નિમિત્તે વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા સ્પર્ધામાં યોજાઈ હતી જેમાં 29 વિદ્યાર્થીઓએ અલગ અલગ વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા ખુબજ ઉત્સાહ પૂર્વક રજૂ કરી હતી.

સ્પર્ધકોને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા તરફથી ચાંદીના મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

સ્વ. દિનેશભાઈ પટેલ (શિક્ષણ સેવા વર્ગ 2) ના સ્મરણાર્થે હર્ષાબેન પટેલ તરફથી સ્ટીલ ડીસ સેટ

વૈજ્ઞાનિકો, શોધકોની વેશભૂષા દ્વારા વિદ્યાર્થીઓ, યુવાનોને લાઈબ્રેરી તરફ વાળવા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા Rainbow warriors dharampur, ગ્રામ પંચાયત મરઘ માળનો અનોખો પ્રયાસ

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર મરઘમાળના સ્થાપના દિનની ઉજવણી તથા મહામાનવ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સાકાર વાંચન કુટીર મરઘમાળ મુકામે વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા યોજાઈ હતી જેનું ઉદઘાટન દિવ્યેશ પટેલ (સિવિલ એન્જિનિયર), મહેશ ગરાસિયા (આર. ટી. ઓ. કચેરી વલસાડ) , કમલેશ પટેલ (આદિવાસી એકતા પરિષદ ધરમપુર) તથા ઉત્તમભાઈ ગરાસિયાના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું.

મહામાનવ ડૉ એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતી નિમિત્તે વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા સ્પર્ધામાં યોજાઈ હતી જેમાં 29 વિદ્યાર્થીઓએ અલગ અલગ વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા ખુબજ ઉત્સાહ પૂર્વક રજૂ કરી હતી.

વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વેશભૂષા સ્પર્ધામાં પ્રથમ નંબર ક્રિષા એમ.પટેલ,દ્વિતિય નંબર પ્રિયાંશી એસ.પટેલ તથા તૃતિય નંબર જીયા કે. પટેલે મેળવ્યો હતો.

પ્રથમ 1 થી 3 નંબર મેળવનાર સ્પર્ધકોને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા તરફથી પ્રથમ નંબર 20 ગ્રામ ચાંદીનો મેડલ દ્વિતિય નંબર 10 ગ્રામ ચાંદીનો મેડલ તથા તૃતિય નંબર 5 ગ્રામ ચાંદીનો મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને લંચબોકસ ભેટ આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત સ્વ. દિનેશભાઈ પટેલ (શિક્ષણ સેવા વર્ગ 2) ના સ્મરણાર્થે હર્ષાબેન પટેલ તરફથી સ્ટીલ ડીસ સેટ, ઉત્તમભાઈ ગરાસિયા તથા વિલાસબેન ગરાસિયા તરફથી સ્ટેશનરી તથા આરોગ્ય કીટ, અનિલભાઈ ગરાસિયા એમના પરિવારજનો તરફથી દરેક સ્પર્ધકને રોકડ ભેટ કવર તથા ડૉ. વિરેન્દ્ર ગરાસિયા ના પિતા સ્વ. મણીલાલ ગરાસિયા ના સ્મરણાર્થે રોકડ ભેટના કવર આપ્યા તેમજ મહેન્દ્રભાઈ ઉત્તમભાઈ ગરાસિયા તરફથી રોકડ ભેટ કવર આપી તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Rainbow warriors Dharampur અનોખી પરંપરા મુજબ સાકાર વાંચન કુટીરના વાચકો જેમણે સરકારી નોકરી મેળવી છે એવા આનંદ ચીમનભાઈ પટેલ ( ડે. સેકશન અધિકારી) ભૂમિક અનિલ ગરાસિયા ( ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ) તથા જીજ્ઞેશભાઈ બાબુભાઈ પટેલ (ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ) નું શાલ ઓઢાડી પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દિવ્યેશ પટેલ સિવિલ એન્જિનિયર (લેક્ચર સુરત યુનિવર્સિટી) મહેશભાઈ ગરાસીયા (આર.ટી.ઓ કચેરી વલસાડ) જયંતીભાઈ પટેલ (શીતળ છાયડો લાઇબ્રેરીના સ્થાપક) સુભાષભાઈ બારોટ (શિક્ષક આવધા ) ડૉ. વિરેન્દ્ર ગરાસીયા (શિક્ષક નાની ઢોલડુંગરી) હિનલ ટી પટેલ (મંત્રી નાયકા સમાજ વલસાડ) કમલેશભાઈ પટેલ (આદિવાસી એકતા પરિષદ ધરમપુર) અનિલભાઈ ગરાસીયા (શિક્ષક), મહેન્દ્રભાઈ ગરાસીયા (શિક્ષક) રાકેશભાઈ ગરાસીયા તથા મરઘમાળ ગામ ના ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ રજનીકાંત પટેલ, ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, યુવાનો આગેવાનો, તેજસભાઈ, સંજયભાઈ, જીજ્ઞેશભાઈ, જતીન પટેલ, ઈલેશ પટેલ , પિયુષભાઈ, સાવનભાઈ, સાઉન્ડ ના વિરેશભાઈ, લાઇટિંગ ના મહેશભાઈ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સભ્યો અંકિત પટેલ , ઉમેશ પટેલ, ભાવેશ પટેલ,જયેશભાઈ,અમ્રત પટેલ, હિનલ પટેલ, નીતા પટેલ, ભાવિકા પટેલ, વિલાસબેન ગરાસીયા મુકેશભાઈ પટેલ, સુભાષભાઈ બારોટ વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મરઘમાળના સરપંચ રજનીકાંત પટેલ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુર ના કો-ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

કપરાડાના બાબરખડકમાં બ્રીકેટ્સ કંપનીમાં લાગેલી આગ વિકરાળ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

0

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાબરખડક ગામના બોર્ડર પર લાકડાં માંથી બ્રીકેટ્સ બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને લઈને કંપનીની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી. કંપનીમાં લાગેલી આગ જોત જોતામાં બેકાબૂ બની ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતાં. જોકે આગ બેકાબૂ બનતા લોકો ભયભીત થયા હતા.https://www.facebook.com/stories/104615002382636/UzpfSVNDOjY3MjEyMzIwMDQ2MjkzNzU=/?view_single=1&source=shared_permalink&mibextid=Nif5oz

બાબરખડક ગામે પારડી ના ગોઈમા ગામના કૌશિકભાઈ પટેલે ભાડા પર જમીન રાખી લાકડાં માંથી બ્રીકેટ્સ (ફેકટરીઓમાં બોઇલર વાપરવામાં આવે ) બનાવવા માટેની કંપની નાખવામાં આવેલી છે. લાકડાંનો જથ્થો રાખવામાં આવ્યો હતો. લાકડાં માંથી વહેર બનાવી પછી બ્રીકેટ્સ બનાવવામાં આવે છે.સાંજના સમયે 7 વાગ્યો કંપનીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ કંપનીના કામદારોને થતા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. લાકડાં માંથી વહેર બનાવતી કંપની હોવાથી આગે જોતજોતામાં મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપની ના મલિક દ્વારા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ધરમપુર પારડી વાપી ના ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.પરંતુ આગમાં લાકડાં નો જથ્થો અને બે ટેમ્પો સંપૂર્ણ સળગી ગયા છે. ફાયરબ્રિગેડ 7.45 ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડ ના જવાનો દ્વારા વહેલી સવાર 5 વાગ્યા સુધી ભારે જહેમત ઉઠાવી હતી.ધરમપુર પારડી વાપી સહિતની ફાયરની ટીમોની મદદ લેવામાં આવી હતી. પોલીસ અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ બનાવની જાણ થતાં તાત્કાલિક દોડી આવ્યા હતા.કંપની માલિક કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે નુકશાન મોટું થયું છે.Ad.

નાનાપોઢા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણીમાં 99.34 ટકા મતદાન નોંધાયું શનિવારે પરિણામ જાહેર થશે

0

વલસાડ જિલ્લામાં કપરાડાના નાનાપોઢા ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 99.34 ટકા મતદાન નોંધાયું છે

આજે બજાર ઉતપન્ન સમિતિના ખેડૂત સભાસદો દ્વારા 20 ઉમેદવારો માટે મતદાન કરવામાં આવ્યું હતું
ખેતીવાડી ઉત્પ્ન્ન બજાર સમિતિ કપરાડા નાનાપોઢા ખાતે આજે શાંતિપૂર્ણ માહોલ માં 99.34 ટકા જેટલું મતદાન નોંધાયો હતું.

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા વિજય માટે દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં ચેરમેન પદના ઉમેદવાર માટે મુકેશ પટેલ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ માં હરેશ પટેલ દ્વારા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વેપારી વર્ગ ની ભાજપ સમર્થિત 4 બેઠકો અગાઉ થી જ બિનહરીફ બની ચુકી છે. જયારે આજે કોંગ્રેસ અને ભાજપ પ્રેરિત 10 -10 ઉમેદવારો માટે ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું કુલ 153 જેટલા મતદારો સામે 152 જેટલું મતદાન બપોર સુધી નોંધાયું હતું. જયારે એક મતદાતા એ મતદાન ના કરતા માત્ર 152 મતદાન નોંધાયું છે આમ શાંતિ પૂર્ણ માહોલ માં એ પી એમ સી માં નાનાપોઢા ચૂંટણી માં મતદાન પૂર્ણ થયું છે બંને પક્ષો દ્વારા એ પી એમ સી માં વિજય થશે નો દાવો કરવામાં આવ્યો છે. મતગણતરી આવતી કાલે સવારે 9 વાગ્યે થી એ પી એમ સી નાનાપોધા ખાતે થી થશે હાલ તો બંને પક્ષની પેનલો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે મતપેટી ખુલ્યા બાદ જ વિજેતા કોણ બનશે એ ખબર પડશે આજે ચૂંટણી સમયે કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચોધરી પણ હાજરી આપી હતી.

Ad.

ાનાપોઢા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણીમાં 99.34 ટકા મતદાન નોંધાયું શનિવારે પરિણામ જાહેર થશે

કપરાડા ના સુખાલા ગામે બે ગાંઠિયા મહિલાને માલિશ કરવાના નામે સોનાની કડી ઉતરાવી ફરાર

0

  • એક વૃદ્ધ મહિલાને જોઈ માલીસ કરવા પડશે કહી તેમના પતિ ને ઘરમાં પાણી ગરમ કરવા પાછળ મોકલી દઈ ને મહિલાએ કાન માં પહેરેલા સોનાની કડી ઉતરાવી દીધી હતી
  • ગ્રામીણ કક્ષાએ પણ હવે આવા ઠગાઈ કરનાર ગઠિયા ઓ સક્રિય થતા પોલીસ ની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

By: tejash desai
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખલા ગામે પટેલ ફળીયા ખાતે બાઈક ઉપર સવાર થઇને આવેલા બે ઈસમો દ્વારા પટેલ ફળીયા માં રહેતા એક વૃદ્ધ મહિલાને જોઈ માલીસ કરવા પડશે કહી તેમના પતિ ને ઘરમાં પાણી ગરમ કરવા પાછળ મોકલી દઈ ને મહિલાએ કાન માં પહેરેલા સોનાની કડી ઉતરાવી દીધી હતી અને પતિ બહાર આવે તે પહેલા સોનાની કડી તફડાવી ફરાર થઇ જવા પામ્યાં હતા.

સવિતા બેન ઓટલા ઉપર બેસેલા હતા ત્યારે બાઈક ઉપર સવાર બે અજાણ્યા ઈશમો આવ્યા હતા જેઓ કોઈક આર્યુવેદીક દવા વડે માલીસ કરી રોગો દૂર કરતા હોવાનું જણાવ્યું હતું.

સુખાલા પટેલ ફળીયા ખાતે રહેતા બચુભાઈ રણછોડ ભાઈ પટેલ અને તેમના પત્ની સવિતા બેન ઓટલા ઉપર બેસેલા હતા ત્યારે બાઈક ઉપર સવાર બે અજાણ્યા ઈશમો આવ્યા હતા જેઓ કોઈક આર્યુવેદીક દવા વડે માલીસ કરી રોગો દૂર કરતા હોવાનું જણાવી બંને અજાણયા ઈશમો દ્વારા બચુભાઈને ઘર માં પાણી ગરમ કરવા માટે મોકલી આપ્યા હતા. અને બંને ઇશમો એ માલીસ કરવાના બહાને સવિતા બેન ના કાન માં પહેરેલ સોનાની કડી અંદાજિત કિંમત રૂપિયા 25000 ની કડી ઉતરાવી લઇ બચુભાઈ ઘરમાંથી પરત ફરે તે પહેલા જ સોનાની કડી લઇ ફરાર થઇ જવા પામ્યા હતા ઘટના બન્યા બાદ બચુભાઈ બહાર આવી ને જોતા સવિતા બહેને હકીકત જણાવતા આખરે તેમની સાથે ઠગાઈ કરી ગઠિયા ફરાર થઇ જવા પામ્યા હતા .
નોંધનીય છે કે ગ્રામીણ કક્ષાએ પણ હવે આવા ઠગાઈ કરનાર ગઠિયા ઓ સક્રિય થતા પોલીસ ની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ તો સમગ્ર બાબતે ભોગ બનેલા બચુભાઈ દ્વારા નાનાપોઢા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે. નાનાપોઢા પોલીસે તાપસ શરૂ કરી છે

વિદાય સમારંભ : કપરાડા તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડની બઢતી સાથે બદલી

0

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડની બઢતી સાથે બદલી થઈ છે .

કપરાડા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સંદીપ ગાયકવાડ ની તાપી જિલ્લા ના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ છે.

કપરાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સંદીપભાઈ ગાયકવાડની નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની વરણી થવા બદલ આયોજિત વિદાય સમારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમને અભિનંદન પાઠવ્યા.આપનો અનુભવ અને કુશળ નેતૃત્વ કાર્યપ્રણાલીને વધુ સશક્ત બનાવશે તેવો મને વિશ્વાસ છે. -જીતુભાઇ ચૌધરી

કપરાડા તાલુકા પંચાયત પર યોજાયેલા ટીડીઓના વિદાય સમારંભમાં કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી તાલુકા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બદલી થઈને વિદાય થઈ રહેલા સંદીપ ગાયકવાડની લોકોએ ફુલ વર્ષા કરી અને તેમને વિદાય આપી હતી. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા.

સમારંભમાં આ વિસ્તારના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને કર્મચારીઓએ પણ સંદીપ ગાયકવાડે તાલુકામાં કરેલા વિકાસના કામો અને હરહંમેશ લોકો માટે ઉભા રહેતા અને લોકોની સમસ્યાઓનું સમાધાન માટે હંમેશા તત્પર રહેતા સંદીપ ગાયકવાડ ની સેવાને યાદ કરી હતી. અને તેમને પ્રમોશન સાથે અહીંથી વિદાય લેતા શુભકામનાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા..

Ad.

ઓપિનિયન પોલના:રાજસ્થાન , છત્તીસગઢ , MP… કોની બનશે સરકાર ચોંકાવનારા પરિણામો

0

રાજસ્થાન, છત્તીસગઢ, MP… કોની બનશે સરકાર, ઓપિનિયન પોલના ચોંકાવનારા પરિણામો
લોકસભા પહેલાંની સેમિફાઈનલની આજે જાહેરાત થઈ ચૂકી છે. એબીપી ન્યૂઝ સી-વોટરે આવતા મહિને પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને એક સર્વે હાથ ધર્યો છે. ઓપિનિયન પોલમાં કેટલાક આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. સોમવારે ચૂંટણી પંચે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો. આવતા મહિને જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમનો સમાવેશ થાય છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, સી-વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ હાથ ધર્યો છે. આ રાજ્યોમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ સર્વેના પરિણામો ચોંકાવનારા છે. તેલંગાણામાં કુલ 119 સીટો છે. ઓપિનિયન પોલ અનુસાર સીએમ કેસીઆરને તેલંગાણામાં ઝટકો લાગી શકે છે. મિઝોરમમાં જોરમથાંગાની પાર્ટી જીતી શકે છે. પરંતુ કોંગ્રેસ પણ પાછળ નથી. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ આકરી સ્પર્ધા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સોમવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં આવતા મહિને અલગ-અલગ તારીખે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેમનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

તેલંગાણામાં કોને કેટલી બેઠકો મળે છે?
કુલ બેઠકો- 119

પક્ષની બેઠક
કોંગ્રેસ 48-60
ભાજપ 05-11
બીઆરએસ 43-55
અન્ય 05-11

મિઝોરમમાં કોને કેટલી બેઠકો મળે છે?

એબીપી ન્યૂઝ સી-વોટરના ઓપિનિયન પોલ અનુસાર, શાસક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ને મિઝોરમની 40 બેઠકોમાંથી 13થી 17 બેઠકો મળવાની સંભાવના છે. બીજી તરફ કોંગ્રેસને 10-14 બેઠકો મળવાની ધારણા છે. રાજ્યના જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ને 9-13 બેઠકો મળી શકે છે. અન્યને 1-3 બેઠકો ગુમાવવી પડે તેમ લાગે છે.

કુલ બેઠકો- 40

પક્ષની બેઠક
MNF 13-17
કોંગ્રેસ 10-14
ZPM 09-13
અન્ય 01-03

છત્તીસગઢમાં કોને કેટલી સીટો મળી?

સર્વે અનુસાર છત્તીસગઢની કુલ 90 સીટોમાંથી કોંગ્રેસને સૌથી વધુ 45 થી 51 સીટો મળતી જોવા મળી રહી છે. બીજેપી બીજા નંબર પર છે. તેને 39થી 45 બેઠકો મળવાની શક્યતા છે. આ સમયે, 2 સીટ સુધી અન્યના ખાતામાં જઈ શકે છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આચારસંહિતા જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આચારસંહિતા લાગુ થયા પહેલા રાજ્યમાં અનેક ચૂંટણી સર્વે સામે આવ્યા છે. જો કે આચારસંહિતા લાગુ થયા બાદ એક સરવે બહાર આવ્યો છે. આ ચૂંટણી સર્વે મુજબ ભાજપને થોડી રાહત મળતી જણાય છે. સાથે જ કોંગ્રેસ માટે પણ મુશ્કેલીઓ આવી શકે છે. સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો થઈ શકે છે. બહુમતને લઈને બંને પક્ષો વચ્ચે બહુ તફાવત નથી.

એબીપી સી વોટર્સના સર્વે અનુસાર, જો રાજ્યમાં હવે વિધાનસભાની ચૂંટણી યોજાય તો કોંગ્રેસ ફરી એકવાર સત્તામાં આવી શકે છે. ભૂપેશ બઘેલ સરકાર ફરી સત્તામાં આવી શકે છે.

કયા પક્ષને કેટલી બેઠકો મળે છે?

સર્વે અનુસાર છત્તીસગઢમાં ભાજપને 39થી 45 સીટો મળી શકે છે. આ સમયે, કોંગ્રેસને 45 થી 51 બેઠકો મળી શકે છે. અન્યો 02 બેઠકો પર જીતતા હોય તેવું લાગે છે. સર્વે મુજબ સુરગુજા વિભાગમાં ભાજપને સૌથી વધુ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આ જ સમયે, 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અહીં ખાતું પણ ખોલ્યું ન હતું.

કુલ બેઠકો – 90

પક્ષ બેઠક

કોંગ્રેસ 45-51
ભાજપ 39-45
અન્ય 00-02

એમપીમાં પણ જોરદાર ટક્કર

એમપીમાં ચૂંટણીની જાહેરાત બાદ એબીપી ન્યૂઝ અને સી વોટર્સનો સૌથી મોટો સર્વે સામે આવ્યો છે. આ ઓપિનિયન પોલ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. ભાજપે એમપી ચૂંટણી માટે ઉમેદવારોની ચાર યાદી જાહેર કરી છે. સાથે જ કોંગ્રેસની એક પણ યાદી આવી નથી. આવી સ્થિતિમાં ચૂંટણીની તૈયારીઓની વાત કરીએ તો હજુ પણ ભાજપની લીડ છે.

ઓપિનિયન પોલ અનુસાર ચંબલમાં 34 સીટો છે. જેમાંથી કોંગ્રેસને 26-30 બેઠકો, ભાજપને 4-8 બેઠકો અને બસપાને એક બેઠક મળી શકે છે. આ સર્વે અનુસાર સિંધિયાને મોટા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આ પછી બુંદેલખંડને લઈને ઓપિનિયન પોલ આવ્યો છે. બુંદેલખંડમાં 56 સીટો છે. અહીં કોંગ્રેસને 45 ટકા, ભાજપને 41 ટકા, બસપાને 4 ટકા અને અન્યને 10 ટકા વોટ મળી રહ્યા છે.

તે જ સમયે બુંદેલખંડમાં પણ કોંગ્રેસને લીડ મળી રહી છે. કોંગ્રેસને 35-39, ભાજપને 17-21, બસપા-1 અને અન્યને એક-એક બેઠક મળી રહી છે. મહાકૌશલની કુલ 42 બેઠકો છે. વડાપ્રધાને હાલમાં જ અહીં એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસને 45 ટકા, ભાજપને 44 ટકા, બસપાને 1 ટકા અને અન્યને 10 ટકા વોટ મળી રહ્યા છે. જ્યારે સીટોની વાત કરીએ તો કોંગ્રેસને 21-25, ભાજપને 17-21 અને અન્યને એક સીટ મળી રહી છે.

શિવરાજ-સિંધિયાએ કમલનાથને આપ્યો હતો ચકમો

હકીકતમાં, 2018 માં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 230 સભ્યોની વિધાનસભામાં 114 બેઠકો જીતી હતી અને ગઠબંધન સરકાર બનાવી હતી. જ્યારે ભાજપને 109 બેઠકો મળી હતી. પરંતુ બળવાખોર જ્યોતિરાદિત્ય સિંધિયા, તેમના સમર્થક ધારાસભ્યો સાથે, ભાજપમાં જોડાયા અને કોંગ્રેસ સરકારને તોડી પાડી અને શિવરાજ સિંહ ચૌહાણ ફરી એકવાર માર્ચ 2020 માં કમલનાથની જગ્યાએ મુખ્યમંત્રી બન્યા. હાલમાં, હવે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાની તાકાત લગાવી દીધી છે. ચાલો જોઈએ કે આ વખતે ઊંટ કઈ બાજુ કરવટ લે છે.

Ad..

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા. ૧૧-૧૨ ઓક્ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

0

ખારવેલ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ ડી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.

સમારંભના ઉદઘાટક તરીકે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને પ્રદર્શનના ઉદઘાટક તરીકે ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષ એન.માહલા અને ધરમપુર સાંઈનાથ હોસ્પિટલના ડો. હેમંત આઈ.પટેલ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગર જી.સી.ઈ.આર.ટી પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ‘‘સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’’ થીમ પર આયોજિત ધરમપુર તાલુકાના બી.આર.સી. કક્ષાનું બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ આગામી તા. ૧૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦-૪૫ કલાકે ખારવેલ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ ડી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. જેમાં સમારંભના ઉદઘાટક તરીકે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને પ્રદર્શનના ઉદઘાટક તરીકે ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષ એન.માહલા અને ધરમપુર સાંઈનાથ હોસ્પિટલના ડો. હેમંત આઈ.પટેલ ઉપસ્થિત રહેશે. જ્યારે તા. ૧૨ ઓક્ટોબરના રોજ બપોરે ૩ કલાકે પ્રદર્શનનું સમાપન થશે. સી.આર.સી કક્ષાના પ્રદર્શનમાં શ્રેષ્ઠકૃતિ તરીકે પસંદગી પામેલી કૃતિઓને આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે.

Ad..