Home Blog Page 30

ગાંધીનગર ખાતે મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત કરતું ગુજરાત આવેલ યુ.કે. ડેલીગેશન

0

By :સંજીવ રાજપૂત ગાંધીનગર

ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નવીનીકરણ સંદર્ભે ભારત અને યુ.કે.ના સંબંધોને મજબૂત કરતી હાયર એજ્યુકેશન કોન્ફરન્સ અંતર્ગત ગુજરાત આવેલ યુ.કે. ડેલીગેશને મંત્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ડેલીગેશનમાં યુ.કે.ની વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર દ્વારા મંત્રીશ્રી સમક્ષ શિક્ષણને લગતા વિવિધ સુચનો, નવી ટેકનોલોજી સાથે જોઇન્ટ વેન્ચરના સ્કોપ, યુ.કે.માં અભ્યાસની તકો સંદર્ભે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Ad..

મંત્રી ઋષિકેશ પટેલે સૌ ડેલીગેશનને આવકાર્યા હતા. તેઓએ ગુજરાતમાં સંશોધન અને નવોન્મેષની તકો , SSIP અને સ્ટાર્ટ અપ સંદર્ભે ગુજરાતમાં કરવામાં આવી રહેલી કામગીરીથી ડેલીગેશનને માહિતગાર કર્યા હતા.
આ કોન્ફરન્સમાં વિવિધ વિષય પર થયેલ ચર્ચા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને નવા આયામો સિધ્ધ કરવામાં મદદરૂપ બનશે તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા સુધારાઓના રોડમેપ બનાવવામાં પણ કારગર નિવડશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ. ભારત-યુ.કે.ના સંબંધો રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની કેપેસિટી બિલ્ડીંગમાં મહત્વપૂર્ણ બની રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ. બ્રિટીશ કાઉન્સિલના ડાયરેક્ટર સુ.શ્રી એલીશન બેરેટ દ્વારા ગુજરાતની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને બિરદાવવામાં આવી હતી.

Ad..

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાંથી પસાર થયેલ ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ માટે તેઓએ મંત્રીને શુભેચ્છા પાઠવી હતી . આ એક્ટની કેટલીક જોગવાઇ સંદર્ભે આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુ.કે.માં અભ્યાસ કરવાની તકો ઉજ્જવળ થશે તેમ પણ તેમણે કહ્યું હતુ.
NEPની વિવિધ જોગવાઈઓ દ્વારા ગુજરાતને આંતરરાષ્ટ્રીય ફલક પર અંકિત કરવા, ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટની અમલવારીથી આપણી યુનિવર્સિટીઓને વિશ્વ સ્તરીય બનાવવા, SSIP દ્વારા NIRF અને ICCR ક્ષેત્રે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાની સમુહ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

Ad..

આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ મુકેશ કુમાર, કમીશ્નર સર્વ બંછા નીધી પાની અને પરિમલ પંડ્યા , ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રાજુલ ગજ્જર, ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અમી ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

Ad..

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નહીં જામનગર, દ્વારકા, પોરબંદર,રાજકોટમાં ભારે વરસાદની આગાહી

0

  • ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 24 કલાક ભારે વરસાદ થઇ શકે રાજ્યમાં છેલ્લા થોડાં દિવસોથી વરસાદની સવારી જોવા મળી રહી છે. આ વચ્ચે આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા કચ્છ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ad..

શુક્રવારથી વરસાદનું જોર ઘટવાનું અનુમાન છે. સિઝનનો 110 ટકા વરસાદ ગુજરાતમાં વરસ્યો છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

Ad.

હવામાન વિભાગે મંગળવારે કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ આપ્યું છે. જ્યારે કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે રાજસ્થાનમાં પ્રેશર સર્જાયું છે જે ઉત્તરીય ભાગમાં આગળ વધ્યું છે જેના કારણે તેની અસર ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં અને કચ્છમાં જોવા મળશે.

Ad..

આ ઉપરાંત અમદાવાદમાં આગામી બે દિવસ વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડવાની શક્યતાઓ છે. ગુરુવારે કચ્છ,મોરબીમાં રેડ એલર્ટ અને બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવારથી પ્રેશરની અસર ઓછી થતા વરસાદનું પ્રમાણ ઘટવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે ક્યાં કેટલો નોંધાયો વરસાદ ?

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 19 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમ્યાન મહેસાણા જિલ્લાના બેચરાજીમાં 172 mm, બનાસકાંઠાના ભાભરમાં 171 mm અને મહેસાણામાં 164 mm એમ રાજ્યના કુલ ત્રણ તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં 148 mm, એટલે કે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આજના જમાનામાં સૌથી મહત્ત્વની વાત ગણેશજી માંથી મૅનેજમૅન્ટના પાઠ શીખવાની છે.

0

મેનેજમેન્ટના પાઠ ભણાવે છે ગણેશોત્સવ

આજથી ગણેશોત્સવ શરૂ આ થાય છે. ગણેશોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો સમન્વય લઇને આવે છે. આજના જમાનામાં સૌથી મહત્ત્વની વાત ગણેશજી માંથી મૅનેજમૅન્ટના પાઠ શીખવાની છે.

જે લોકોએ બાળપણ અને યુવાનીમાં ગણેશોત્સવમાં ભાગ નથી લીધો એ લોકો જિંદગીના મૅનેજમૅન્ટમાં થોડા કાચા રહી જાય છે એ વાત ચોક્કસ છે.

૧૦ દિવસ ચાલતા ગણેશોત્સવમાં દરેક શહેરી- મહોલ્લા, સોસાયટી, એપાર્ટમેન્ટમાં મોટા ભાગે ગણેશજીની સ્થાપના થાય છે. આ ૧૦ દિવસ ચાલનારા ઉત્સવમાં ઘણીબધી વ્યવસ્થાઓ કરવાની હોય છે. ઘણાંબધાંને સાચવવાના હોય છે મોટાઓને માન આપવાનું હોય છે, નાનાઓને ઉત્સવમાં સહભાગી બનાવવાના હોય છે અને શ્રદ્ધાળુઓને ભક્તિનો અવસર આપવાનો હોય છે.

આ ઉપરાંત કલા, સંસ્કૃતિનું મંડપ સજાવટમાં પ્રદર્શન કરવાનું હોય છે. ૧૦ દિવસ ચાલનારા ઉત્સવ માટે આર્થિક વ્યવસ્થાઓ પણ કરવાની હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, પ્રસાદ, નાસ્તા માટે કેટરિંગ સહિતની વ્યવસ્થાઓ પણ ગોઠવવાની હોય છે. શહેર, ગામ કે શેરીના વીઆઇપી. નેતાઓ ગણેશોત્સવમાં સામેલ થાય તે માટે આમંત્રણ આપવાનાં હોય છે. આ ખાસ મહેમાનો આવે તો તેમની સરભરા કરવાની હોય છે. વરસાદથી ઉત્સવને બચાવવા પણ વિશેષ વ્યવસ્થાઓ મંડપમાં કરવાની હોય છે. ટૂંકમાં, મૅનેજમૅન્ટનું એક ફુલ પેકેજ રેડી કરવાનું હોય છે. જે યુવક મંડળ કે સંસ્થા કે એસોસિયેશન ગણેશોત્સવના આયોજનમાં સહભાગી થયા હોય તેમના માટે પડકાર રૂપ મહોત્સવ હોય છે. જે એમાંથી પાર ઊતરે તેમને મેનેજમેન્ટના તમામ પાસાઓની પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે.

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ
યોગેશ પટેલ (યોગી)

Ad..

વલસાડ જીલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ મનહરભાઈ પટેલ શુભેચ્છા મુલાકાત

0

આજરોજ વલસાડ જીલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ તથા વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ ની યોગેશભાઈ પટેલ (યોગી) બીનવાડા, ગણપતભાઈ પટેલ તથા અશોકભાઈ પટેલ ચણવઈ એ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

વલસાડની સરકારી ઇજનેરી કોલેજની જી ટી યુ ઇન્ટર ઝોન વોલીબોલ સ્પર્ધામાં ઝળહળતી સફળતા

0

ગુજરાત ઇન્ટર ઝોન કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન જી ટી યુ દ્વારા રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની વિદ્યાર્થિનીઓની ટીમે યુનિવર્સિટીની સમગ્ર કોલેજો પૈકી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું હતું.
ગર્લ્સ વોલીબોલ સ્પર્ધામાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની કુલ ૩ વિદ્યાર્થિની ખુશી પટેલ, નેહા થોરાટ અને ઝીલ ટંડેલ તેમજ બોય્સ વોલીબોલ સ્પર્ધામાં આર્યન ટંડેલ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરી જી.ટી.યુ વોલીબોલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પસંદગી પામેલા વિદ્યાર્થી એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીસ (એ.આઈ.યુ) દ્વારા આયોજિત વોલીબોલની સ્પર્ધામાં જી.ટી.યુ. નું પ્રતિનિધિત્વ કરશે. આ ઝળહળતી સફળતા બદલ સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. વી. ડી. ધીમન તથા આચાર્ય ડૉ.વી.એસ.પુરાણી દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને તથા ટીમ મેનેજર પ્રો. પી.જે.પટેલ તથા પ્રો. કે.એ.ચૌધરી તથા રાજકોટ ખાતે ટીમ સંચાલક પ્રો. ભૂમિકા દોમડીયાને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓ ઈતર પ્રવૃત્તિઓમાં રસ દાખવે એ માટે કોલેજના આચાર્ય ડો. વી.એસ.પુરાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ચીખલી ખાતે મામલતદારશ્રી મારફર મુખ્યમંત્રીશ્રીને વાંસદા અને ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ અને મોટી સંખ્યા માં ભાવિ શિક્ષકોની આગેવાની માં રજુઆત કરવામાં આવી

0

આજરોજ તા.18/09/2023 નક દીને ચીખલી ખાતે મામલતદારશ્રી મારફર મુખ્યમંત્રીશ્રી ને વાંસદા અને ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ,આદિવાસી નેતા તાલુકા પંચાયત ધરમપુર સદસ્ય કલ્પેશ પટેલ અને મોટી સંખ્યા માં ભાવિ શિક્ષકોની આગેવાની માં રજુઆત કરવામાં આવી

આગામી તા.26/09/2023 ના દીને નવસારી ખાતે નવસારી સર્કિટ હાઉસ ભેગા થઈ કલેક્ટર કચેરી નવસારી,કલેક્ટરશ્રી ને રજુઆત કરવામાં આવશે.

જ્યાં ભાવિ શિક્ષકો ને સમર્થન આપવા અંગત સાથી મિત્ર યુસભ ગામીત,મહા રૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ, પ્રમુખ શૈલેષભાઈ, નિકુંજ ભાઈ, કમલેશભાઈ અને મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.વર્તમાન સમયમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે ભાવિ શિક્ષકો દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું
જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રીનું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે

ગોઈમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સનુ લોકાર્પણ

0

પારડી તાલુકાના ગોઈમા ગામમાં જિલ્લા પંચાયત સદસ્ય શૈલેશકુમાર આર પટેલ અને ગોઈમા તાલુકા પંચાયત સભ્ય ભારતીબેન જયેશભાઈ પટેલ ના પ્રયત્નો થી ગોઈમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે તાલુકા પંચાયત ની પંદરમા નાણાપંચ ની રુ.1600000 અંકે રુપીયા સોળ લાખ ની ગ્રાન્ટ એમ્બ્યુલન્સ માટે ફાળવવામા આવી હતી. જેનુ લોકાર્પણ જિ.પંચાયત સભ્ય શૈલેશકુમાર આર પટેલ તાલુકા પંચાયત સભ્ય ભારતીબેન પટેલ. સરપંચ જયોતિબેન એમ પટેલ એટીવીટી સભ્ય બ્રીજેશકુમાર એન પટેલ ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ પટેલ ના હસ્તે કરવામા આવ્યુ.

ગોઈમા તથા આજુબાજુના ગામના લોકોને ખુબ ઉપયોગી સાબિત થશે.પી એચ સીના મેડિકલ ઓફિસર ડો.રીપલબેન પટેલે આરોગ્ય ને લગતી સારવાર અને આયુષ્યમાન કાર્ડ નો તથા આરોગ્ય મેળા નો બહોળો ઉપયોગ કરવા હાકલ કરી હતીઅને જિ.પંચાયત.તાલુકા પંચાયત સભ્ય સરપંચ નો આભાર વ્યક્ત કર્યો હતો
જિ.પંચાયત તા.પંચાયત સભ્ય. સરપંચ તથા બ્રીજેશ પટેલે.પી એચ સીમા ખુટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી હતી
કાર્યક્રમ મા ગામ પંચાયત સભ્યો. વિજયભાઇ પટેલ તથા ભાજપના અગ્રણીઓ . દિપકભાઇ. કીરીટભાઈ. વનેશભાઇ નિમેશ પટેલ. મુકેશભાઈ. જયેશભાઈ પટેલ અને મોટી સંખ્યા મા ગામ જનો ઉપસ્થિત રહ્યા હતા.

કપરાડા તાલુકાના ખડકવાળ ગામે શ્રી દત્ત ધ્યાન મંદિર પર મહાનુભાવ પંથના સદભક્તો દ્વારા શ્રી ચક્રધર અવતાર મહોત્સવ આનંદ અને ઉત્સાહ ભેર ઉજવવામાં

0

  • તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન પ્રભુભાઈ માહલા તેમજ તાલુકા પંચાયત સભ્ય ધાયત્રીબેન ,ખડકવાળ ગામના સરપંચ રાહુલભાઈ વાઘમાર્યા હાજર રહ્યા હતા.
  • કૈ. પ. પૂ. મ. શ્રી અનંતરાજ બાબા કપાટે એમની પ્રસન્નતા અને આચાર્ય પરમ પૂજનીય પરમ મહંત શ્રી અંકુળનેરકર (મોઠે બાબા)સંચાલક અને સંસ્થાપક, શ્રી દેવદત્ત આશ્રમ જાધવવાડી એમના શુભચિંતન તેમજ પરમ પૂ. પ. મ. શ્રી મહેન્દ્ર મુનિ બાબા કપાટેના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

કલિયુગના પૂર્ણ પરબ્રહ્મ ઈશ્વર અવતાર સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામી અવતાર મહોત્સવની ઉજવણી દેશભરમાં થઇ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખડકવાળ ગામે શ્રી દત્ત ધ્યાન મંદિર પર મહાનુભાવ પંથના સદભક્તો દ્વારા શ્રી ચક્રધર અવતાર મહોત્સવ આનંદ અને ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો હતો.

કૈ. પ. પૂ. મ. શ્રી અનંતરાજ બાબા કપાટે એમની પ્રસન્નતા અને આચાર્ય પરમ પૂજનીય પરમ મહંત શ્રી અંકુળનેરકર (મોઠે બાબા)સંચાલક અને સંસ્થાપક, શ્રી દેવદત્ત આશ્રમ જાધવવાડી એમના શુભચિંતન તેમજ પરમ પૂ. પ. મ. શ્રી મહેન્દ્ર મુનિ બાબા કપાટેના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન પ્રભુભાઈ માહલા તેમજ તાલુકા પંચાયત સભ્ય ધાયત્રીબેન ,ખડકવાળ ગામના સરપંચ રાહુલભાઈ વાઘમાર્યા હાજર રહ્યા હતા.

સાંજના સમયે સત્સંગ ભજન કીર્તન વગેરે કાર્યક્રમ થયા હતા તેમાં ઉપસ્થિત પ.પૂ શ્રી મધુસુદન દાદાએ અંધશ્રદ્ધા, વ્યસન મુક્તિ , પ્રાણીઓની હિંસા ન કરવી, અનન્ય ભક્તિ, અવ્યવિચારી પરમેશ્વરની ભક્તિ કરવી એની માહિતી આપી હતી. પ. પૂ. શ્રી યાદવમુનિ દાદાએ શ્રી ચક્રધર અવતાર વિશે સુંદર માહિતી આપી તેમજ પરમેશ્વર અવતાર મહોત્સવ એ એક શ્રદ્ધા અને ભક્તિનો પર્વ છે તમામ ના જીવનમાં ભક્તિ, યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય એવી શુભેચ્છા આપી. સવારે ધ્વજારોહન તેમજ આદિવાસી વાજિંત્ર,તુર ,ઘડસી , ઢોલક વગાડી સદભક્તોએ નાચ-ગાન ભજન કરી શ્રી ચક્રધર અવતાર મહોત્સવની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરી. આ કાર્યક્રમમાં વડીલો, ભાઈઓ-બહેનો, બાળકો તથા સાધુ-સંતો, તપસ્વિનીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આયોજન શ્રીકૃષ્ણ સંસ્થાપન ચેરીટેબલ ટ્રસ્ટ ટેટબારી તેમજ પરિસરના ગામના સદભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

Ad..

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

0

  • સમગ્ર ગુજરાતમાં તા. ૧૬ અને તા. ૧૭ મી સપ્ટેમ્બરના રોજ યોગ પ્રત્યે લોકને જાગૃત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
  • મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, પ્રિન્સિપલ શ્રી ગીરીશભાઈ રાણા સાહેબ, ભીડભંજન મહાદેવ મંદિરના કર્તાહર્તા શિવજી મહારાજ, યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલભાઈ દેસાઈ, ડોક્ટર ભૈરવી જોશી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગકોચ, ટ્રેનર અને વિવિધ સંસ્થાઓ સાથે લોકો ઉમટી પડ્યા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભારત વર્ષના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩ જન્મદિવસ તા. ૧૭ મી સપ્ટેમ્બરના ના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં તા. ૧૬ અને તા. ૧૭ મી સપ્ટેમ્બરના રોજ યોગ પ્રત્યે લોકને જાગૃત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ આજરોજ જન જન સુધી યોગનો પ્રસાર થાય અને લોકો યોગ તરફ વળે અને લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે હેતુથી વલસાડની કોમર્સ કોલેજથી સર્કિટ હાઉસ સુધી રેલી યોજાવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, પ્રિન્સિપલ શ્રી ગીરીશભાઈ રાણા સાહેબ, ભીડભંજન મહાદેવ મંદિરના કર્તાહર્તા શિવજી મહારાજ, યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલભાઈ દેસાઈ, ડોક્ટર ભૈરવી જોશી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગકોચ, ટ્રેનર અને વિવિધ સંસ્થાઓ સાથે લોકો ઉમટી પડ્યા હતા.

રેલીમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ અને લોકો એક હજાર થી વધુ સંખ્યામા દેશભક્તિના નારા સાથે જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાત જોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે,અને એમની ટીમે બહુ મહેનત કરેલી હતી. સદર રેલીમાં વલસાડ જિલ્લા યોગ કોઓર્ડીનેટર નિલેશભાઈ કોશિયા અને એમના સહયોગીઓ પણ હાજર રહ્યા હતા
#PMModiBirthday #GujaratYogBoard

Ad.

સુખાલા ગામની પુત્રી સાથે ગુમ શીતલબેન રાજસ્થાન ફરી પરત આવી ..

0

પુત્રી સાથે ગુમ પરિણીતા રાજસ્થાનફરીપરત આવી
સાસરે આવવાનુંકહી નિકળી હતી પિયરથી સાસરે જાવું છું કહીં નિકળ્યા બાદ અચાનક ગુમ થતાં પતિએ પત્ની અને પુત્રી ગુમની ફરિયાદ નોંધાવી હતી. જોકે બન્ને પરત ઘરે આવી ગયા છે.

કપરાડા તાલુકાના સુખાલા માઝપાડા ફળિયામાં રહેતા અક્ષય નરેશભાઈ પટેલની પત્ની શીતલબેન પટેલ ઉવ 20 તેની ચાર વર્ષની દીકરી વૃતિકા સાથે રક્ષાબંધન ઉજવવા ગત તા 30-8-2023ના રોજ પિયર ચીવલ પટેલ ફળિયા આવી હતી. રક્ષાબંધન ની ઉજવ્યા બાદ તા 2-9-2023ના રોજ પિયરથી સાસરે જાવ છું કહીં શીતલ તેની દીકરી સાથે નીકળી હતી જે બાદ તે સુખાલા સાસરે ન પહોંચતા સસરા અને પિયર પક્ષાના બંનેએ શોધખોળ હાથ ધરી અંતે પારડી પોલીસમાં બંને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ
શોધ ખોળ કરી રહી હતી આ દરમિયાન તે પરત પિયરના ઘરે ફરી બાળકી સાથે ફરી હતી.

જેની પારડી પોલીસે પૂછ પરછ કરતાં તે ઘર કામથી કંટાળી ગઈ હતી. જેથી તે જ્યારે પિયરના ઘરેથી સાસરે જવાનું કહીં નીકળી હતી જે બાદ તે દીકરી સાથે પારડી આવી હતી અને પારડીથી એક લકઝરી બસમાં ફરવા રાજસ્થાન ચાલી ગઈ હતી.જ્યાં 9 -9-2023 તારીખ સુધી ફર્યા બાદ પરત ફરી હોવાનું
પોલીસને જણાવ્યું હતું.