Home Blog Page 31
0

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે વન નેશન વન ઇલેક્શન  કમિટીની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે.

0

BIG BREAKING / ‘એક દેશ, એક ચૂંટણી’ પર સામે આવી સૌથી મોટી અપડેટ: જાણો ક્યારે થશે પ્રથમ બેઠક, રામનાથ કોવિંદે આપી જાણકારી ને લઈ મોટા સમાચાર, કમિટીમાં અમિત શાહ અને અધીર રંજનનો સમાવેશ

કમિટીમાં અમિત શાહ અને અધીર રંજનનો સમાવેશ કમિટીની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે
લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્ર સરકારે વન નેશન, વન ઈલેક્શન નો મુદ્દો ઉઠાવ્યો છે અને તેને લાગુ કરવા માટે પગલાં પણ લીધા છે. તાજેતરમાં,સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ માટે એક સમિતિની રચના કરી છે. હવે આ સમિતિની પ્રથમ બેઠકને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.

કમિટીના અધ્યક્ષ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે વન નેશન વન ઇલેક્શન કમિટીની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. આ તરફ હવે આ કમિટીમાં અમિત શાહ અને અધીર રંજનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે બનાવેલી સમિતિમાં અધ્યક્ષ ઉપરાંત 7 અન્ય લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારીનો સમાવેશ થાય છે.

એક દેશ, એક ચૂંટણી મુદ્દો શું છે ?
જો આપણે સાદી ભાષામાં સમજીએ તો આના દ્વારા રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાની વાત છે. એટલે કે બંને ચૂંટણી એક જ સમયે થઈ શકે છે. આ માટે સમય અને પૈસા બંને અલગથી બચાવી શકાય છે. શાસક પક્ષના નેતાઓએ તેનો આ ગુણ ગણાવ્યો છે. જો બંને ચૂંટણી એક જ સમયે યોજાય તો વિપક્ષે કેટલાક ગેરફાયદાની યાદી પણ આપી છે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ યોજાય છે. વર્તમાન સરકારની પાંચ વર્ષની મુદત પૂરી થયા પછી અથવા વિવિધ કારણોસર તેનું વિસર્જન.

એક દેશ, એક ચૂંટણી ના ફાયદા શું ?

વિકાસના કામ અટકશે નહીં:

દેશના જે પણ ભાગમાં ચૂંટણી યોજાય ત્યાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. નોટિફિકેશન જાહેર થયા પછી ન તો કોઈ નવી સ્કીમ શરૂ થઈ છે કે ન તો કોઈ નિયુક્તિ. એ જ રીતે જ્યારે દેશમાં અલગ-અલગ સમયે નોટિફિકેશન લાગુ કરવામાં આવે છે ત્યારે વિકાસના કામો થોડા સમય માટે રોકી દેવામાં આવે છે. સરકાર જરૂરી નિર્ણયો લઈ શકતી નથી. આવી સ્થિતિમાં જો સમગ્ર દેશમાં એક જ સમયે ચૂંટણી યોજાશે તો આચારસંહિતા થોડા સમય માટે જ લાગુ થશે. આ પછી વિકાસના કામો પર કોઈ બ્રેક લાગશે નહીં.
સમય અને નાણાં બંનેની બચત: રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાય છે, ખર્ચમાં વધારો થાય છે. તેમાં શિક્ષકોની ફરજ સરકારી કર્મચારીઓને મુકવામાં આવી છે. સરકાર વધારાના પૈસા ખર્ચે છે. અલગ-અલગ સમયે ચૂંટણીની પ્રક્રિયાને કારણે ખર્ચમાં વધુ વધારો થાય છે. વધારાના ખર્ચ સાથે તેમની ફરજ પર પણ અસર થાય છે. એક દેશ, એક ચૂંટણી ( One National One Election ) સમય અને નાણાં બંને બચાવી શકે છે. સરકારી કર્મચારીઓ કોઈપણ અવરોધ વિના તેમની ફરજ બજાવી શકશે.

ઉદાહરણથી સમજો:

માત્ર એક ચૂંટણીમાં કેટલો ખર્ચ થયો છે તે ઉદાહરણથી સમજી શકાય છે. લોકસભા ચૂંટણી 2019ના રિપોર્ટ અનુસાર આ ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકીય પક્ષો અને ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ ખર્ચનો સમાવેશ થાય છે. તેવી જ રીતે જો આપણે રાજ્યવાર ખર્ચનો અંદાજ લગાવીએ તો આંકડો અનેક ગણો વધી જશે. આ ખર્ચને રોકવા માટે એક દેશ, એક ચૂંટણી લાવી શકાય છે.

ચૂંટણી પંચ પણ છે તૈયાર:

વર્ષ 2022માં તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે, ચૂંટણી પંચ દેશભરમાં રાજ્ય અને લોકસભા ચૂંટણી કરાવવા માટે તૈયાર છે. દેશમાં એક દેશ, એક ચૂંટણી સિસ્ટમ લાગુ કરવા માટે બંધારણમાં ઘણા ફેરફારો કરવા પડશે. 2022માં કાયદા પંચે દેશના રાજકીય પક્ષો પાસેથી આ અંગે સલાહ માંગી હતી.
એક દેશ, એક ચૂંટણી ના ગેરફાયદા શું ?

વિધાનસભામાં ફેરફાર:

ઘણા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, જો નવો ફેરફાર થાય છે તો તે લોકશાહી માટે ઘાતક પગલું સાબિત થઈ શકે છે. જો આવું થાય તો સરકાર તેમની ઈચ્છા વિરુદ્ધ વિધાનસભાનો કાર્યકાળ વધારી કે ઘટાડી શકે છે. આ તેમની સિસ્ટમ પર અસર કરશે.

નિયમોમાં થશે ફેરફાર:

એક દેશ, એક ચૂંટણીનો અમલ કરવો સરળ નહીં હોય. આ માટે કાયદામાં પણ ફેરફાર કરવા પડશે. પીપલ્સ એક્ટથી લઈને સંસદીય નિયમોમાં ફેરફાર કરવા પડશે. આ ફેરફારો માટે વિપક્ષ કેટલું સમર્થન આપશે, તેનો સામનો કરવો સરકાર માટે મોટો પડકાર હશે.

વિપક્ષને કેટલું નુકસાન થશે ? :

2015માં IDFC સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું હતું કે, જો ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો 77 ટકા સંભાવના છે કે મતદારો રાજ્ય વિધાનસભા અને લોકસભામાં એક રાજકીય પક્ષ અથવા જોડાણ પસંદ કરશે. જો છ મહિનાના અંતરમાં ચૂંટણી યોજવામાં આવે તો માત્ર 61 ટકા મતદારો એ જ પક્ષને પસંદ કરશે. વિપક્ષ આની સામે વાંધો ઉઠાવી શકે છે.

પ્રાદેશિક મુદ્દાઓની અવગણના થઈ શકે :

ઘણા વિશ્લેષકો માને છે કે, જો બંને ચૂંટણી એકસાથે યોજવામાં આવે તો રાષ્ટ્રીય મુદ્દાઓની સામે પ્રાદેશિક મુદ્દાઓની અવગણના થઈ શકે છે. જો આમ થશે તો પ્રાદેશિક પક્ષો વચ્ચે નુકસાન થવાની શક્યતા વધી જશે. આવી સ્થિતિમાં મતદારો એકતરફી મતદાન કરે તેવી શકયતા રહેશે. જેના કારણે કેન્દ્ર સરકારના પક્ષને ફાયદો થઈ શકે છે.

આસલોણાની દમણગંગા નદીના ચેકડેમ પરથી તણાયેલા અમૃતભાઈ ધનગર મૃતદેહ મળી આવ્યો

0

વલસાડના કપરાડા તાલુકાના આસલોણાની દમણગંગા નદીના ચેકડેમ પરથી 3 વ્યક્તિઓ વહેલી જઈ રહ્યા હતા અચાનક પાણી આવતા 3 વ્યક્તિઓ તણાઇ ગયા હતા.

13મી ના રોજ આસલોણા ગામના અમૃતભાઈ લક્ષમણ ભાઇ ધનગર ઉંમર 50,અમૂલભાઈ આબાદાશ ચિખલે ઉંમર 11,જગદીશ અમ્રતભાઈ ધનગરા ઉંમર 11 જેઓ 3 વ્યક્તિઓ વહેલી સવારે દમણગંગા નદીના ચેકડેમ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક નદીમાં પાણી આવી જતાં 3 વ્યક્તિ ઓ તણાઈ ગયા હતા.

આસલોણાની દમણગંગા નદીના ચેકડેમ પરથી
તણાયા બાદ ત્રણ દિવસ પછી વગણપાડા અને મોહુપડા ની વચ્ચે અમૃતભાઈ લક્ષમણ ભાઇ ધનગર ઉંમર 50 જેનો મૃતદેહ મળી આવ્યો.

ગુજરાતમાં દારૂની પરમીટના જે નિયમ છે એ નિયમમાં બદલાવ થાય લોકોને આસાનીથી દારૂની પરમીટ મળી રહે તે મુદ્દા સાથે આંદોલન.

0

ચાલો અમદાવાદ સાબરમતી આશ્રમ 25 અને 26 સપ્ટેમ્બર ધારના પ્રદર્શન અને ઉપવાસમાં બેસવામાં આવશે. ગુજરાતમાં દારૂબંધી હટવી જોઈએ અને ગુજરાતના લોકોને દારૂની પરમિટ મળવી જોઈએ કે મુદ્દા સાથે.
ગુજરાતના લોકોને આસાનથી દારૂની પરમિટ મળવી જોઈએ
ગુજરાતમાં જે લોકો દારૂની પરમીટ લેવા માંગે છે તેમને આસાનીથી દારૂની પરમીટ મળે તે માટે દારૂના પરમિટના નિયમમાં હળવાશ કરવામાં આવે.
ગુજરાતમાં દારૂની પરમીટના જે નિયમ છે એ નિયમમાં બદલાવ થાય લોકોને આસાનીથી દારૂની પરમીટ મળી રહે તે મુદ્દા સાથે આંદોલન.

નરેશભાઈ પ્રિયદર્શી
વિરોધ પક્ષ ઘાટલોડિયા વિધાનસભા
જય ગુજરાત

#jamawat #india #vadodara #અમદાવાદ #surat #rajkot #media #gujarat #ETVGujarati #vtvgujarati #GSTVNEWS #SandeshNews #ABPAshmita

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલ બિનહરીફ વિજય થયો હતો.

0

વલસાડ જિલ્લામાં 6 તાલુકા અને જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ જતા આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુંટણી પ્રક્રિયા GMERS મેડિકલ કોલેજના સભા ખંડમાં યોજાઈ હતી.

વલસાડ જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ માટે એકજ ફોમ આવ્યું હોવાથી બિન હરિફ વરણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાની 6 તાલુકા પંચાયતના સભા ખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પણ BJPના ઉમેદવારોની એક માત્ર ઉમેદવારી હોવાથી જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં પણ બિન હરીફ વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપ પ્રમુખનો બિન હરીફ વિજય થયો હતો. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપ દ્રારા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મનહરભાઈ ડાહ્યાભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન ચિંતનભાઈ પટેલ બિનહરીફ વિજય થયો હતો. જ્યારે વલસાડ તાલુકા પંચાયતમાં મીનાબેન સંજયસિંહ ઠાકોર, ઉપ પ્રમુખ સુનિલભાઈ ગોપાળજી ટંડેલની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પિયુષકુમાર નાનજીભાઈ માહલા અને ઉપ પ્રમુખ કમલબેન હરિલાલ ચૌધરીની બિન હરીફ વરણી કરવામાં આવી હતી., પારડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દક્ષેશભાઈ છોટુભાઈ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ડિમ્પલબેન ઉમેશભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મનોજભાઈ કિકુંભાઈ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ભાવનાબેન ઘેરેન્દ્રકુમાર પટેલ.કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હીરાબેન પરભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂંલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી કરવામાં આવી હતી.

ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લલીતાબેન ભરતભાઇ દુમાળા અને ઉપ પ્રમુખ તરીકે વિલાશભાઈ નવીનભાઈ ઠાકરિયાની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. તમામ વિજય થયેલા પ્રમુખ ઉપ પ્રમુખને ભાજપના કાર્યકરોએ ફૂલ હાર પહેરાવી મીઠાઈ ખકડાવી અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં વિકાસના કામોને વધુ વેગ આપવામાં આવશે તેમ તેમતમામ નવા બનેલા પ્રમુખો દ્રારા જણાવવામાં આવ્યું હતું.

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુ ભાઈ માહલાની વરણી કરવામાં આવી

0

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુ ભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

તાલુકા પંચાયતની મળેલી સમાન્ય સભામાં પ્રાંત આધિકારી કેતુલ ઈટાલીયા દ્વારા બિનહરીફ તરીકે રહેલા પ્રમુખ તરીકે હીરાબેન પરભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામ ગુરવના નામની જાહેરાત કરતા કપરાડા તાલુકા પંચાયતના તમામ સભ્યો એ તેમને આભિનંદન પાઠવ્યા હતા

કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાંવિત અને એ પી એમ સી ચેરમેન અને મુકેશભાઈ પટેલ સહીતના સભ્યો એ નવા વરાયેલા પ્રમુખ ને પુષ્પ હાર પહેરાવી ને શુભેચ્છા પાઠવી હતી

કપરાડા તાલુકા પંચાયતની અઢી વર્ષ ની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપે મેન્ડેડમાં નામ જાહેર ર્ક્યા બાદ આજે તાલુકા પંચાયતની મળેલી સમાન્ય સભામાં પ્રાંત આધિકારી કેતુલ ઈટાલીયા દ્વારા બિનહરીફ તરીકે રહેલા પ્રમુખ તરીકે હીરાબેન પરભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામ ગુરવના નામની જાહેરાત કરતા કપરાડા તાલુકા પંચાયતના તમામ સભ્યો એ તેમને આભિનંદન પાઠવ્યા હતા તાલુકા પ્રમુખ રમેશ ગાંવિત અને એ પી એમ સી ચેરમેન અને મુકેશ ભાઈ પટેલ સહીતના સભ્યો એ નવા વરાયેલા પ્રમુખ ને પુષ્પ હાર પહેરાવી ને શુભેચ્છા પાઠવી હતી આ સાથે જ કારોબારી ચેરમેન તરીકે સુલોચના બેન જયેશ ભાઈ કુરકુટીયા,પક્ષના નેતા તરીકે સંદીપ કુમાર લક્ષ્મણ ભાઈ ચવરા,દંડક તરીકે ભગીરથ ભાઈ પોટીયાભાઈ ગાંવિતના નામો ની વરણી કરવામાં આવી છે
કપરાડા તાલુકા પંચાયત બહાર આજે તમામ સભ્યો ની હાજરી માં ફટકડા ફોડી સુત્રોચ્ચાર સાથે નવા પ્રમુખ ને શુભેચ્છા આપવા માટે અનેક સભ્યો સરપંચો તેમજ અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા તેમામે નવા પ્રમુખ ને અને ઉપ પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી
મીડિયા સાથે વાતચીત કરતા નવા પ્રમુખ હીરા બેને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર વ્યક્ત કરી પાર્ટી એ જે જવાબદારી આપી તેના ઉપર ખરા ઉતરવા તેમજ કપરાડામાં આધુરા રહેલા તમામ વિકાસના કાર્યો ને ગતિ આપવા તેમજ તમામ સભ્યો ને સાથ સહકાર સાથે આગામી અઢી વર્ષ પૂર્ણ કરવા માટે ની વાત કરી હતી
આજે તાલુકા પંચાયત કપરાડા ખાતે મોટી સંખ્યામાં અનેક ગામના અગ્રણીઓ તેમજ સરપંચો તાલુકા પંચાયતના સભ્યો સહીત અનેક લોકો હાજરી આપી હતી.

Ad.

કપરાડા ની દમણગંગા નદીમાં તણાઈ જવાથી 3 વ્યક્તિમાં એકનું  મોત, એકનો બચાવ એક હજુ લાપતા

0

(પરિવાર અને ગ્રામજનોમાં ભારે શોક નો માહોલ )

By : Dasharath kadu

વલસાડના કપરાડા તાલુકાના આસલોણાની દમણગંગા નદીના ચેકડેમ પરથી 3 વ્યક્તિઓ વહેલી જઈ રહ્યા હતા અચાનક પાણી આવતા 3 વ્યક્તિઓ તણાઇ ગયા .

પ્રાપ્ત માહિતી મુજબ ગઈ કાલે સવારે 13મી ના રોજ આસલોણા ગામના અમૃતભાઈ લક્ષમણ ભાઇ ધનગર ઉંમર 50,અમૂલભાઈ આબાદાશ ચિખલે ઉંમર 11,જગદીશ અમ્રતભાઈ ધનગરા ઉંમર 11 જેઓ 3 વ્યક્તિઓ વહેલી સવારે દમણગંગા નદીના ચેકડેમ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક નદીમાં પાણી આવી જતાં 3 વ્યક્તિ ઓ તણાઈ ગયા હતા.

દમણગંગા નદીના ચેકડેમ પરથી 3 માંથી જગદીશ અમ્રતભાઈ ધનગરા ઉંમર 11પાણી માંથી તરીને બહાર નીકળી ગયો હતો આબાદ બચાવ થયો છે.

જ્યારે અમૃતભાઈ લક્ષમણ ભાઇ ધનગર ઉંમર 50,અમૂલભાઈ આબાદાશ ચિખલે ઉંમર 11 પાણી તણાઈ ગયા હતા. 2 વ્યક્તિઓ લાપતા થતા સ્થાનિક ગ્રામજનોએ દમણગંગા નદીમાં શોધવા માટે પ્રયત્નો કર્યા હતા. કપરાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. પોલીસ દ્વારા ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી. 2 વ્યક્તિ લાપતા દિવસ દરમિયાન મળી આવેલ નથી.

24 કલાક બાદ સગીર બાળક અમૂલભાઈ આબાદાશ ચિખલેની વહેલી સવારે બોડી મળી આવી. એક બાળકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ કરી રહ્યા છે.પોલીસે મૃતદેહોનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હજુ એક વ્યક્તિ અમૃતભાઈ લક્ષમણભાઇ ધનગરની દમણગંગા નદીમાં શોધવા માટે ફાયરબ્રિગેડ ધરમપુર અને ગ્રામજનો પ્રયત્નો કરી રહ્યા છે.

ગુજરાતીના મોત: રાજસ્થાન ભરતપુર અકસ્માતમાં 12 વ્યક્તિ ના મોત  ક્યાં, કેવી રીતે અકસ્માત સર્જાયો

0

રાજસ્થાન ભરતપુર અકસ્માતમાં 12 ગુજરાતીના મોત: ક્યાં, કેવી રીતે અકસ્માત સર્જાયો, જોઈએ તમામ માહિતી
રાજસ્થાન ભરતપુર જિલ્લામાં મથુરા પ્રવાસે જઈ રહેલા ભાવનગર ના સિહોર ના ગુજરાતીઓ ની બસ ને અકસ્માત નડ્યો જેમાં 12 લોકોના મોત (12 Death) થયા છે. આ અકસ્માત જયપુર આગ્રા હાઈવે પર થયો.

ભાવનગરના યાત્રિકો પર રાજસ્થાનમાં ટ્રક ફરી વળ્યો : 12ના મોત

◙ રાજસ્થાનના ભરતપુર પાસે આજે સવારે કરૂણ અકસ્માત : મથુરા જતા તળાજાના દિહોર ગામના પાંચ પુરૂષ-છ મહિલાના જીવ ગયા
◙ બસ રીપેર થવાની રાહ જોતા લોકોને ઉડાવી ટ્રક ચાલક ફરાર : 20 ઘાયલ : હાઇ-વે પર ટ્રાફિક જામ : અમુક ઇજાગ્રસ્તોની હાલત હજુ ગંભીર

ભાવનગર જિલ્લાના યાત્રાળુઓને ઉત્તરાખંડમાં તાજેતરમાં જ જીવલેણ અકસ્માત નડયા બાદ આજે રાજસ્થાનમાં મથુરા જતા યાત્રિકોને કરૂણ દુર્ઘટના નડી છે. રીપેર થતી બસ બહાર ઉભેલા 10 અને બસમાં બેઠેલા એક યાત્રિકને ધસમસતા ટ્રકે ઉડાવતા તમામના મોત થયા છે. સવારે હાઇ-વે પર ચીચીયારી ગાજી હતી. પાંચ પુરૂષ અને છ મહિલાના મૃત્યુની જાણ થતા તળાજા પંથકના પરિવારોમાં શોક છવાયો છે. મથુરા જતા આ પરિવારજનોને સીધું કાળનું તેડુ આવી ગયું હતું.

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ટ્રકની અડેફેટે આવતા બસમાં સવાર ભાવનગર જિલ્લાના 11 લોકો મૃત્યુ પામ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 20થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. માહિતી અનુસાર આ બસ ગુજરાતના ભાવનગરથી ઉપડી હતી અને મથુરા તરફ જઈ રહી હતી.

યાત્રીઓથી ભરેલી આ બસ ગુજરાતથી મથુરા જઈ રહી હતી ત્યારે જયપુર-આગરા હાઈવે પર નદબઈ પોલીસ સ્ટેશનની હદમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હન્તરા પુલ નજીક બસ બગડી હતી. ડ્રાઇવરે ત્યારે બસને ઊભી કરી દીધી હતી અને તેનું રિપેરિંગ કરી રહ્યો હતો. ત્યારે એકાએક આવેલા એક ટ્રકે બસને ટક્કર મારી હતી જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી.

પોલીસે આપેલી માહિતી અનુસાર 11 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અમુક લોકો ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. આ બસમાં સાથે રહેલા બાબુભાઇ જાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બસમાં 64 (57 મુસાફરો, ડ્રાઇવર કંડકટર અને રસોયા સાથે 7 લોકો) મુસાફર હતા તા. 1ર-9ના રાત્રે 9 વાગ્યાની આસપાસ પુષ્કરથી ગોકુળ-મથુરા જવા નીકળેલ હતા.

આજે સવારે 4 કલાકે અત્રા, દહેરા મુંદી પાસે તાલુકો નદબઇ જિલ્લો ભરતપુર, રાજસ્થાનમાં આ બનાવ બન્યો હતો. બસની ડિઝલ પાઇપ ફાટતા બસ ઉભી હતી. તે સમયે કેટલાક લોકો બસની પાછળ ઉભા હતા ટ્રક દ્વારા પાછળથી ટકકર મારતા બસની નીચે ઉભેલા 10 લોકો અને બસની અંદર પાછળની સીટમાં બેસેલ 1 વ્યકિત મળી કુલ 11 લોકોના મોત થયેલ છે અને 11 લોકો ઘાયલ થયેલ છે. ઇજાગ્રસ્ત વ્યકિતઓને 11 લોકોને આર.બી.એમ. હોસ્પિટલ ભરતપુર ખાતે દાખલ કરેલ છે.

ઉપરોકત તમામ લોકો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી છે. આ બસ બગડી ગઇ હતી જેથી તેને રિપેર કરવા માટે રસ્તાની એક બાજુ ઉભી રાખવામાં આવી હતી. તે દરમિયાન જ ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી હતી.

હંત્રા ગામ પાસે થયો અકસ્માત
આ બસના મુસાફરો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જયપુર નેશનલ હાઇવે પર બસની ડિઝલ પાઇપ ફાટી ગઇ હતી. જેના કારણે બસ ખરાબ થઇ ગઇ હતી અને રસ્તામાં જ રોકીને રિપેર કરાવવામાં આવી હતી. બસની પાછળ ઉભેલા લોકો અને બસની પાછળની સીટ પર બેઠેલા મુસાફરોનાં 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ બસના અનેક મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ લોકો બસ રિપેર થતી હતી તેની સામેની બાજુ બેઠા હતા અને બસ બરાબર થઇ જાય તેની રાહ જોતા હતા. હાલ આ ગોઝારો અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઇવર ફરાર છે. પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

બ્રેકડાઉનના કારણે બસ રોડ કિનારે ઊભી હતી
પોલીસના જણાવ્યા અનુસાર બસ ગુજરાતનાં ભાવનગરથી મથુરા જઈ રહી હતી. ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસ અચાનક પલટી ગઈ હતી. ડ્રાઇવર અને તેના સાથી સહિત અન્ય મુસાફરો પણ બસમાંથી ઉતરી ગયા હતા. ડ્રાઈવર અને તેના સાથી બસને એડજસ્ટ કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલાં લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

મૃતકોના નામ
► અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ
► નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ
► લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
► ભરતભાઈ ભીખાભાઈ
► લાલજીભાઈ મનજીભાઈ
► અંબાબેન જીણાભાઈ
► કંબુબેન પોપટભાઈ
► રામુબેન ઉદાભાઈ
► મધુબેન અરવિંદભાઈ દાગી
► અંજુબેન થાપાભાઈ
► મધુબેન લાલજીભાઈ ચૂડાસમા

ગુજરાત-રાજસ્થાનના મુખ્યમંત્રી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની શ્રધ્ધાંજલી

રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.

— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2023

ભાવનગર જિલ્લાના 11 યાત્રિકોના અકસ્માતમાં મોત બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શોક વ્યકત કર્યો છે. મૃતકના પરિવારજનોને તેઓએ શોકસંદેશો આપ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બનાવને અત્યંત દુ:ખદ ગણાવી શોક વ્યકત કર્યો છે. સાથે જ જરૂરી વ્યવસ્થા પણ કરાવી છે. તો પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે પણ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

કાર્તિક ટ્રાવેલ્સની બસમાં યાત્રિકો મથુરા જતા હતાં: 11 ને ઇજા: કલેક્ટરે આપેલી માહિતી

રાજસ્થાનના ભરતપુરમાં ભાવનગર જિલ્લાના પ્રવાસીઓના અકસ્માત સંદર્ભે જિલ્લા તંત્ર સતત પ્રયત્નશીલ છે. જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા ભરતપુર(રાજસ્થાન)ના સ્થાનિક વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી બનાવ સંદર્ભે કામગીરી કરી રહ્યા છે.

હાલ પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે ભરતપુર જિલ્લાના નદબઇ વિસ્તારમાં યાત્રિકોની બસમાં ખામી સર્જાતા રિપેરિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ટ્રક સાથે અકસ્માત થતા બસની બહાર ઉભેલા અને અંદર બેઠેલા 11 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 11 વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. આ પ્રવાસીઓ કાર્તિક ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા, મૃતકો અને ઇજાગ્રસ્તોને ભરતપુરની આર.બી.એમ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકો અને ઇજાગ્રસ્તો ભાવનગરના તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી છે અને તેઓ ભાવનગરથી મથુરા જઇ રહ્યાં હતાં. જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા તેમજ નિવાસી અધિક કલેક્ટર બી. જે. પટેલના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ કાર્યરત છે. આ બનાવ અંગેની વધુ વિગતો પ્રાપ્ત થયે જાહેર કરવામાં આવશે.

ઇજાગ્રસ્તોને સારવાર માટે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરતા જીતુભાઇ વાઘાણી

રાજસ્થાન નજીક ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના તળાજા તાલુકાના દિહોરના 5 મહિલા અને 6 પુરુષો ના અવસાનના સમાચાર પ્રાપ્ત થતા દુ:ખની લાગણી અનુભવતા પૂર્વ શિક્ષણમંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અકસ્માત સંદર્ભે અને મૃતકોના પાર્થિવ દેવ તેમના વતન સુધી ઝડપથી પહોંચે અને ઘાયલોને ઉત્તમ સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી સાથે વાતચીત કરી છે. જીતુભાઇ વાઘાણી એ મૃતકોના આત્માને શાંતિ પ્રદાન થાય અને ઘાયલો ઝડપથી સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે.

ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકોએ પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ સામે બાંયો ચઢાવી છે.

0

અમદાવાદ પેટ્રોલની ટાંકી કરાવી લેજો ફૂલ, નહીંતર લાંબી લાઈનમાં ઉભા રહેવું પડશે; પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનું નો પરચેઝનું એલાન
પેટ્રોલની ટાંકી કરાવી લેજો ફૂલ, નહીંતર લાંબી લાઈનમાં ઉભા રહેવું પડશે; પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનું નો પરચેઝનું એલાન

ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકોએ પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ સામે બાંયો ચઢાવી છે.

પેટ્રોલની ટાંકી કરાવી લેજો ફૂલ, નહીંતર લાંબી લાઈનમાં ઉભા રહેવું પડશે; પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનું નો પરચેઝનું એલાન

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક કર લાદવામાં આવતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શહેરોમાં અલગ અલગ હોય છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની છેલ્લા અનેક સમયથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતાં 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ ન ખરીદવા નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે.

પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનો શું છે આક્ષેપ

છેલ્લા અનેક સમયથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતા જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જિનના વધારો કરવા માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંઈ થયું નથી. ઉપરાંત CNG નું ડીલર માર્જિન 1 નવેમ્બર 20201 થી 31 માર્ચ 2023 સુધી મળ્યું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે અને બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા વધુ દબાણ કરાતું હોવાના એસોસિએશનના આક્ષેપ છે.
Ad..